HEMILKUMAR PATEL

Drama Romance

3  

HEMILKUMAR PATEL

Drama Romance

લવ ઈઝ ટાઈમપાસ - ભાગ 9

લવ ઈઝ ટાઈમપાસ - ભાગ 9

5 mins
30


આયુષ અને અંકિતની વાત જેમાં આયુષ એક રમતનું પાસું બની જાય છે.

19/09/2017

                 આયુષ ગયો આર્કીટેકમાં 7/09/2017થી આજે સુધીની વાતો શું થઇ હશે ? કેવા દિવસો રહ્યા હશે? આયુષ મનમાં શું વિચારતો હશે. અને એને કંઈ રીતે બધી વાતો સાચવી હશે તે અંકિતના રૂમમાં આવીને કહે છે.

અંકિત બોલ્યો. “અરે આયુષ આવ આવ શું થયું તું આર્કીટેકમાં જતો હતો ન્યૂઝ મળી, ઘણા દિવસે મળ્યા.”

આયુષ બોલ્યો. “અત્યારે વાગ્યા છે અગિયાર અને આટલી રાત્રે આવી જતી આરામથી ઊંઘ. પણ હવે વાર લાગે છે.”

અંકિત બોલ્યો. “થાય થાય એવુ, પણ વાત શું થઇ એતો કહે.”

આયુષ બોલ્યો. “હું જે ઈચ્છતો હતો તેમ થાય તો છે પણ જે ઈચ્છતો હતો તે મળશે નહીઁ.”

અંકિત બોલ્યો. “સમજ નથી પડતી, શું બોલે છે તું?”

આયુષ બોલ્યો. “આખી વાત તમને સમજાવું, જ્યાં જ્યાં વાતથી મને મઝા આવી અને ક્યાંક તકલીફ થઇ.”

થતું હતું એવુ કે અમે ફેસ ટુ ફેસ આર્કીટેકમાં જ વાત કરતા, નવું નવું હોય એટલે હું પણ થોડી વાતની મઝા લેતો. કોમેડી પણ ચાલતી. પણ અમુક વાતોથી હાથ ધોઈ બેઠો હું. થયું કંઈક આવું અમે ફોન પણ વાતો કરતા બધીજ.

આયુષ બોલ્યો. “કેમ અમી તને ડાન્સ ફાવે છે, તો કેમ હવે ખાલી મારી જોડે વાત કર્યા કરે પ્રેક્ટિસ પણ કર.”

અમી બોલી. “પ્રેક્ટિસ પણ તારી સામું કરીશ.”

આયુષ બોલ્યો. “આતો સોન્ગ સારું લીધું છે તો ડાન્સ થઇ જાય આરામથી, થોડું ધ્યાન આપોતો.”

અમી બોલી. “આવા સોન્ગ તો હોતા હશે. હું સોન્ગ બોલી તેની ઉપર હોય તો મઝા આવે. ‘દારૂ પીકે ડાન્સ કરે ડાન્સ કરે.’”

આયુષ તરત આશ્ચર્યમાં આવી જાય છે. “હે...... (પછી જોરથી શ્વાસ ચાલુ થઇ જાય છે ) ત તે તને આવા સોન્ગ ગમે.”

અમી બોલી. “હા એમાં શું?”

આયુષ બોલ્યો. “પંદરસોંની બ્લેક એન્ડ વાઈટ નહીઁ આપી શકાય મારે દસની કોથળી ચાલશે?”

અમી બોલી. “કંઈ ખબર ના પડી.”

આયુષ બોલ્યો. “હાય લે વાંધો નહીઁ, તને ખબર ના પડી એ મારા માટે સારી વાત છે.”

અમી બોલી. “ચાલ છોડ, તું શું કરે છે?”

આયુષ બોલ્યો. “બ્લડ પ્રેસર વધ્યું હતું તેને શાંત કરવાની કોશિશ કરું.”

અમી બોલી. “તે અમુક શાયરી લખી હોય તેવું કલેક્શન છે કંઈ, હોય તો મને કે ને.”

આયુષ બોલ્યો. “આ નાની વાતમાં ઉકાળો લેતી દુનિયા,

        જ્યાં હોય ત્યાં લહેર છે એક વાતની,

જેની પર ટકી રહી છે તે,

         લડાઈ કર્યા પછી પણ જોડે રહેતા લોકો,

લાગતું નથી કોઈ સંસ્કાર છોડ્યા હોય !

         અને તે જ હોવાનો જવાબ કે

આપણે રહીયે તે રીતેની વાત.

થોડું ખોટું લાગે તો કરજો માફ,

       અમે તો હૃદયથી છીએ ચોખ્ખા,

મગજ વાપરતા નથી સંબંધોમાં,

       કદાચ આ જ અમારી તાકાત હોય,

કે બધાના હૃદયમાં અમે વસતા હોય!”

અમી બોલી. “અરે જબરદસ્ત લખે છે તું.”

આયુષ બોલ્યો. “થેંક્યુ.”

આવી રીતે ચાલતી વાતોમાં, આવ્યો છે સમય ખરાબ,

એવુ હશે શું તેની માહિતી, કદાચ પોતાના હશે આપણાથી દુર,

મળવાનું થશે મારું એની જોડે, કદાચ એ જ મારી જીવનની જીત કે હર થશે નક્કી.

તો થોડા દિવસમાં થાય છે બીજી વાત.

અમી બોલી. “તને એક વાત કહું?”

આયુષ બોલ્યો. “અત્યાર સુધી તો બોલી આ પણ બોલી લે.”

અમી બોલી. “તને ખબર છે, હું જે પણ કરું તે રવિને ખબર હોય. તેને પૂછ્યા વગર હું કંઈજ ના કરું. કંઈ પણ વાત હોય તેને તો ખબર હોવી જ જોઈએ.”

આયુષ બોલ્યો. “ એટલે પહેલા તે કેન્ટીનમાં બબાલ કરી અને આજે વાતે વળગી તે એને ખબર છે?”

અમી બોલી. “હા બધુંજ ખબર હોય તેને.”

આયુષ બોલ્યો. “તો પ્રાઇવેટ વાતોનો અર્થ શુ?”

અમી બોલી. “અમારા બે માટે એવુ કંઈજ નથી. અમારે બંને ને વાતો કરવાનું જોઈએ.”

આયુષ બોલ્યો. “એ તેના આખા દિવસમાં શું થયું તે તને કહે છે?”

અમી બોલી. “હું બોલવાનો મોકો આપું તો ને.”

આયુષ બોલ્યો. “અગર એ ભવિષ્યમાં વાત કરવાની ના પાડે તો તું નહીઁ કરે?”

અમી બોલી. “નહીઁ કરું એમાં શું?”

આયુષ બોલ્યો. “તકલીફ થાય તો મને?”

અમી બોલી. “તકલીફ થાય તો કંઈ નહીઁ રવિ સમજી વિચારીને મને ના પાડે કોઈની જોડે વાત કરવાની અને જેની પાસે હા પાડે તેની બધી વાતો હું એને કહું. આગળ વધવાનું કહે તો જ આગળ વધુ નહીતો નહીઁ.”

આયુષ બોલ્યો. “અંકિતભાઈ મારા ઉપર છે ને આભ તૂટી પડ્યું છે. જે એના માં બાપ નથી, જે એનો ભાઈ નથી, જે એનો કાકા મામાનો કોઈ છોકરો નથી, જેની જોડે ફ્રેન્ડ સિવાય કશુ રિલેશન નથી તેના કહેવાથી થશે એવુ અધિકાર આપીને આ અમી બેઠી છે. હવે મને લાગ્યુ ટાઈમપાસ થાય તો કેવું થતું હશે. જીવન નર્ક બની જાય. હવે એ કહે તો જ પ્રપોઝ કરશે મને. ટોટલી ટાઈમપાસ કરે છે અમી. અમીને ના હૃદય ચાલે છે કે ના મગજ. મને તો એવુ લાગે કે કાલે ઉઠીને કોઈની જોડે હનીમૂન ઉપર જશે તો શું થાય તે એને વાતે વાત કરશે ડિટેઇલ માં. આવો હક આપનાર અમીએ ઘરે પણ કંઈ નથી કહ્યું. હવે કંઈપણ વાત કરવી હોય મારે અમી જોડે તો બધી સમજી વિચારીને કરવી પડશેને. અને આ રીતે જો કોઈને અધિકાર આપ્યો હશે અમીએ તો મને નથી લાગતું કે હું પહેલો હોઈશ. આજે આખુ જીવન મારી ઉપર હશે છે, આખુ. પહેલા લાગ્યુ મને કે એકલી રહે છે તો મારા વિચાર જેવા વિચાર હશે તો આ એકલી કોઈ જોડે વાત કરતી તો હશેને? કોઈ તો હશેને. સોં ટકા હું પહેલો નથી. અને આ બધુજ જોયા પછી થોડા દિવસમાં લાગ્યુ કે મને જવાબ મળશે જે વિચારેલો. અને હું હૃદયથી તો જરાય નહોતો ઈચ્છતો કે જવાબ મેં વિચાર્યો જોય તેવો મળે. હવે એક કલાક પહેલાની વાત.(ફુલ ગુસ્સામાં આયુષ આવી ગયો છે.)

આયુષ બોલ્યો. “કેમ અચાનક યાદ કર્યો મને આખો દિવસ ગયો, અત્યારે મેસેજ આવ્યો.”

અમી બોલી. “વધારે ચર્ચા નહીઁ કરું ડાયરેક્ટ બોલું છું, તું મારા હૃદયમાં છે.”

(આયુષ મનમાં વિચારે છે. “આ વાત પણ એને કહી દીધી હશે. આખા જીવનમાં તેનો અધિકાર આપેલો છે. અને કહે છે હૃદયમાં છું. આવી મઝાક ના કરાય. તારા પાસે હૃદય અને મગજ નામની વસ્તુ નથી અને હશે તો બંધ હશે. હવે ટાઈમપાસ જ છે પણ બ્રેકઅપ થતા પહેલા હું તને એવા વિચારો આપીશ કે આખા જીવન સુધી તું જાતે વિચારી શકીશ અને દુનિયાને સમજી શકીશ.”)

આયુષ બોલ્યો. “હું કંઈ સમજ્યો નહીઁ!”

અમી બોલી. “આઈ લવ યુ.”

આયુષની આખો લાલ થઈ ગઈ છે અને થોડો રોતા રોતા બોલ્યો. “આઈ લવ યુ ટુ.”

આયુષ બોલ્યો. “અંકિતભાઈ જેને હક જ બીજાને આપી દીધો શું કરવાનું. પીકે સંદીપ અને ઘણા લોકો મને ના પાડતા હતા, મગજ વગરનું ગાદલું છે કંઈ ખબર નથી પડતી આવું કહ્યું હતું મેં માન્યું નહીઁ. એમ પણ કહ્યું હતું કે એને તું ગમે એટલું સમજાવીશ તો પણ નહીઁ સમજે. પોતાને મેચ્યોર કહે છે પણ તે આખુ મગજ અને હૃદય વગાનું છું. હું માન્યો નહીઁ, આટલુ લોકો કહેતા તો પણ લેવા જતો એની. હવે એમને તો ખબર હોય કેવી હોય તો પણ મારો લવ આંધળો થયો ત્યારે. હવે ટાઈમપાસ થશે જે મારે ભોગવવાનું છે. પછી આખી જિંદગી એકલા પાછા. એને પ્રપોઝ કર્યું ત્યારે પણ મને લાગ્યુ હતું તે રવીના બોલેલા જ શબ્દો છે. અને આખી વાત શું થઇ તે હવે સાંભળો.


Rate this content
Log in

Similar gujarati story from Drama