STORYMIRROR

Bharat Thacker

Abstract

4.2  

Bharat Thacker

Abstract

નિવૃતિ નિમિત્તે પાઠવેલ શુભેચ્છા પત્ર

નિવૃતિ નિમિત્તે પાઠવેલ શુભેચ્છા પત્ર

2 mins
9.6K


ચિ. ભાઈ બિપીન

ઘણા બધા સમય પછી પત્ર લેખનનો એક મોકો મળ્યો છે અને તે પણ નોકરીમાંથી તારી નિવૃતિ જેવા એક લાગણીસભર પ્રસંગે. પત્ર લેખનની જે એક મજા, જે આપણી પેઢી એ માણી છે, તે હવે સહુના હાથમાંથી સરી રહી છે.

તારીખ ૩૧.૩.૨૦૨૦ એટલે તારી બીએસએનેલ જેવી માતબર કંપનીમાંથી નિવૃત થવાનો દિવસ. લાગતું જ નથી કે સમય આટલો જલ્દી અને આટલો સારી રીતે પસાર થઈ જશે અને જોત જોતમાં તું નિવૃત થઈને વરિષ્ઠ નાગરીકની શ્રેણીમાં આવી જઈશ.

આમતો કિનારે પહોંચતા પહોંચતા સાગરને મોઢે પણ ફીણ આવી જતી હોય છે. પણ તારી નિવૃતિ તો હસતા રમતા, સુખરૂપ આવી ગઈ એના માટે આપણે ભગવાનનાં આભારી છીએ. તારા માટે એક સુખદ વાત એ પણ રહી કે તારી પુરી કારકિર્દી, તારા વતન ભુજ જેવા સરસ શહેરમાં જ રહી. બહુ ઓછાને આવું સુખ પ્રાપ્ત થાય છે.

આમ તો નિવૃતિના દિવસો ખુબ જ જજબાતી રહેતા હોય છે. ઘણું બધું યાદ આવે છે. જિંદગી જાણે એક ફ્લેશ બેકમાં ચાલી જાય છે. એ લોકોથી જ જુદા થવાનો વારો આવે છે જે લોકો ક્યારેક આપણી રોજ-બ-રોજની જિંદગીનો હિસ્સો હતાં. કોઈકે સાચું કહ્યું છે કેઃ

એક ઉમ્ર કે બાદ, ઉસ ઉમ્ર કી બાતે, ઉમ્રભર યાદ આતી હૈ, પર વહ ઉમ્ર ફિર ઉમ્રભર નહી આતી.

જે લોકોથી આપણે અલગ થઈ રહ્યાં છીએ ત

ેમના માટે એટલું કહી શકીએ કેઃ

દિન બિત જાતે હૈ, સુહાની યાદે બન કર

બાતે રહ જાતી હૈ, કહાની બનકર

પર આપ સબ તો હંમેશા દિલકે કરીબ રહેંગે (૨)

કભી મુસ્કાન, તો કભી આંખો કા પાની બન કર.

તારી નિવૃતિના દિવસે, અમારા તરફથી તને અઢળક શુભેચ્છાઓ અને જિંદગીની બીજી બાજી પણ ખુબ સારી જાય એવી ભગવાનને પ્રાર્થના સાથે તારા માનમાં સાદર રજૂ કરું છું એક શુભેચ્છા કાવ્યઃ


ભાઈ બિપીનની નિવૃતિના યાદગાર પ્રસંગે શુભેચ્છા સંદેશ


બીએસએનએલ પ્રત્યેની તમારી નિષ્ઠા, બની ગઈ તમારી પ્રતિષ્ઠા અને શાન

યશ, કીર્તિ, સત્કાર અને સન્માનનું તમને મળ્યું છે અનેરું બહુમાન,


હાંડલા ગરબીનો તરબતર કરતો તરવરાટ જાળવી, રહો સદાયે યુવાન

શુભ કર્મોના કર્તા બની, પામતા રહો મંગળ વિચારોનું અભયદાન,


તંદુરસ્તી, મનદુરસ્તી અને કિલ્લોલ કરતા કુટુંબનું મળી રહે વરદાન

મંદિર ઉપર ફરકતી શાંત ધ્વજા જેવું પામો જીવનમાં ઉત્થાન,


બાહ્ય સુખોની સાથે મળે તમને આંતરિક સુખનું પણ આસમાન

શુભેચ્છા છે અમારી, નિવૃત જીવન તમારું બની રહે જાજરમાન.


ધનજી લાલજી ઠક્કર કુટુંબની શુભકામનાઓ સાથે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract