Bharat Thacker

Abstract Tragedy

4.7  

Bharat Thacker

Abstract Tragedy

નિષ્ઠુર

નિષ્ઠુર

2 mins
401


એના બાપે એની મા ઉપર જે જુલ્મ ઢાળ્યા હતા તેનો મૂક સાક્ષી હતો અભય. સામે પોતાનો બાપ જ હતો એટલે તે બળવો પણ ન હતો કરી શકતો. તે જ્યારે પણ વચ્ચે પડતો ત્યારે એનો બાપ એની મા પર વધુ જુલ્મ કરતો. મા ને થતી વેદનાએ અભયની અંદરની સંવેદનાઓને ઠીઠુરી નાખી હતી, મારી નાખી હતી. ધીમે ધીમે તે નિર્લેપ થતો ગયો અને જાણે કે નિષ્ઠુર થવાની હદ સુધી પહોંચી ગયો. છેલ્લે જ્યારે એનો બાપ ગુજરી ગયો તો એણે એક પણ આંસુ ન તો સાર્યો. આભા, એની પત્ની ને મન અભય એક 'નો નોન્સેંસ' અને લાગણી વગરની નિષ્ઠુર વ્યક્તિ હતી. આભાને ક્યાં ખબર હતી કે 'કાંઈ તૂટ્યું ના હોય, કાંઈ ફૂટ્યું ના હોય' તેવી એક હોનારત હતી અભય.

આભા અને અભયની એકની એક દીકરી આશાના લગ્ન ખુબ જ સારી રીતે સંપન્ન થઈ ગયા હતા અને આભા તો કન્યા વિદાય પહેલેથી જ રોતી હતી. કન્યા વિદાય સમયે, અભય સિવાય લગભગ લોકો રોતા દેખાતા હતા. અભય રડતો ન હતો પણ દબાવી રાખેલી લાગણીઓ એના મુખારવિંદ પર તરવરી જાતી.

કન્યા વિદાય થતા થતા મોડું થઈ ગહ્યું હતું અને બધી રીતે થાકેલ આભા પથારીમાં પડતા જ ઊંઘી ગઈ. મોડે મોડે એને અભયના પડખા બદલતા રહેવાનો આભાસ થતો રહેતો હતો. સવારના ઊઠતા આભાએ નજર નાખી તો અભય પથારીમાં ન હતો. કદાચ, કસરત કરવા અગાશી માં પહોંચી ગયો હતો. આળસ ખાતા ખાતા આભાએ હાથ ડાબી બાજુએ લંબાવ્યો અને તેના હાથ બાજુમાં પડેલા અભયના તકિયાની કોર ને અડી ગયો. ઝટકા સાથે એણે હાથ પાછો ખેંચી લીધો. તકિયાની પુરી કોર ભીની હતી. એક જ ક્ષણ માં આભા સમજી ગઈ કે પોતાની લાડલી આશાની યાદમાં અભય આખી રાત ઉંઘ્યો ન હતો, ચુપચાપ રડયો હતો. 

દબાવી રાખેલી લાગણીઓ બતાવી ગઈ

તકિયાની ભીની કોર સાચું જતાવી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract