STORYMIRROR

Bharat Thacker

Abstract Drama

3  

Bharat Thacker

Abstract Drama

જોહુકમી

જોહુકમી

1 min
230

બેટા પ્રતીક, આ વખતે તારી બહેન પ્રજ્ઞાને ત્યાં બેબી આવી છે તો એ નિમિત્તે ઓછામાં ઓછો દસેક હજારનો વ્યવહાર તો કરજે દબાયેલા અવાજમાં પિતા પરેશે પોતાના પુત્રને આજીજીભર્યા સ્વરમાં કહ્યું. બેટા, એને જરૂર પણ છે અને એને સારું લાગશે.

પપા, તમે વ્યવહાર બાબતે મારા પર જોહુકમી ના ચલાવો. આટલો બધો વ્યવહાર હું કરી શકું એમ નથી અને છણકો કરીને પ્રતીક ત્યાંથી પોતાના બેડરૂમમાં પહોંચી ગયો.

જુઓ, મારી બહેન શિલ્પાને ત્યાં બાબો આવ્યો છે અને આ વખતે તો તમારે વીસ હજારનો વ્યવહાર તો સાચવવો જ પડશે તેવો સરલાનો સત્તાવાહી અવાજ એને કાને પડ્યો. મારી બહેનના લગ્ન નિમિત્તે આપણે કરેલ વ્યવહાર એમના મોભાને છાજે એવો ન હતો. આ વખતે તો હું તમારી જોહુકમી નહીં ચલાવી લઉં. શિલ્પાને આપણા પૈસાની ભલે જરૂરત ન હોય, પણ સારું તો લાગવું જોઈએ કે નહીં ?

અરે ! ચોક્કસ. આપણે વીસ હજારનો વ્યવહાર તો વ્યવહારે કરી નાખશું. એમને સારું તો લાગવું જોઈએને ?

અનાયાસે સંભળાઈ ગયેલા આ શબ્દોથી પરેશ ભાઈ આઘાતમાં સરી ગયા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Abstract