Bindya Jani

Drama Romance Thriller

4.8  

Bindya Jani

Drama Romance Thriller

નીલ - નયના

નીલ - નયના

8 mins
943


 સુનયનાની કોલેજમાં આજે " બેસ્ટ ડ્યુએટ સીંગીંગ કોમ્પિટિશન" હતી. સુનયના એ તેના ક્લાસમેટ સુનીલ સાથે "ડ્યુએટ સોંગસ" નક્કી કરેલા..એક જોડીએ નક્કી કરેલા શબ્દ સાથે ઓછામાં ઓછા ત્રણ અને વધુમાં વધુ પાંચ ગીતો ગાવાનાં હતા. જ્યારે સુનયના અને સુનિલ બંનેનો ગીત ગાવાનો વારો આવ્યો. બંનેએ આંખ શબ્દ ને ધ્યાનમાં રાખીને ગીતો ગાવાનાં હતા એક પછી એક આંખ પર પાંચ ડ્યુએટ ગાયા.

  આંખો મે કયા જી......

  આંખો હી આંખો મે ઇશારા હો ગયા......

 યે આંખે... ઉફ.. યુમ્મા...

 તેરી નીલી.. નીલી... આંખે..

 યે આંખે દેખકર.. હમ.. સારી... દુનિયા.. ભુલ જાતે.. હૈ..

વન્સમોર અને તાળીઓના ગડગડાટ સાથે બધા એ તેમને વધાવી લીધા. આજની ડ્યુએટ સીંગીંગ કોમ્પિટિશન મા સુનીલ અને સુનયનાની જોડીએ " બેસ્ટ ડ્યુએટ સીંગરસ ઓફ ધ કોલેજ" નો ખિતાબ જીતી લીધો. તે દિવસ થી સુનીલ અને સુનયનાની જોડી "નીલ - નયના"થી ઓળખાવા લાગી.  તેઓ બંને એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ માટે બેંગ્લોર આવ્યા હતા. લાયબ્રેરીમા તેઓ વચ્ચે ક્યારેક બુક ની આપલે થતી રહેતી. ધીરે ધીરે બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ બંનેના શોખ, પસંદગી સરખી બંનેને સંગીતનો શોખ, બંનેને ગીતો ગાવાનો શોખ. બંને વચ્ચેની આ સામ્યતા ના કારણે તેઓ એક બીજા સાથે શક્ય એટલો સમય વીતાવતા. એમની ગાઢ મિત્રતા પ્રેમમા પરિણમી. 


સુનયના એટલે સૌંદર્યની સામ્રાજ્ઞી. ને નીલી નીલી આંખોને નચાવતી પ્યારની પ્રતિમા. સુનીલની સ્વીટ હાર્ટ. સુનીલ અને સુનયનાની જોડી એટલે કોલેજની સુપરહિટ જોડી. 

સુનીલ સુનયનાની નીલી - નીલી આંખો નો દિવાનો. તે સુનયનાની આંખો ના અલગ - અલગ હાવભાવ દર્શાવતા ફોટાઓ લીધા કરતો. તેણે સુનયનાની આંખોનો એક સુંદર આલ્બમ તૈયાર કર્યો હતો અને તે આલ્બમ ને જોયા કરતો. 

સુનયના સુનીલ ને કહેતી કે " નીલ તું મારી આંખો ના ફોટા લેવાનું બંધ કર. તું સાવ પાગલ છો. 

સુનીલ કહેતો," નયના મને તારી નીલી - નીલી આંખોમાં ખોવાઈ જવું ગમે છે તારી સુંદર આંખ મારો અરીસો છે. જો એમાં હું મારું પ્રતિબિંબ જોઈ શકું છું. હું તારી આંખમાં સમાઈ જાઉં છું. તારી બંધ આંખો માં હું ખોવાઈ જઈશ. તારી સુંદર આંખો મારી અમાનત છે. તેને સાચવજે. 


    બોલ ને નયના, તું મને તારી આંખોમાં રહેવા દઇશ ને! સુનીલ - સુનયનાનો પ્રેમ દિવસેને દિવસે વધતો જતો હતો. બંનેએ ભણવાનું પૂરું થાય પછી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. 

    પરિક્ષા નજીક આવતી હતી એટલે બંને તેની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા. કોલેજની કેન્ટીન મા કોફી સાથે પીવા નો તેમનો રોજનો નિયમ બંનેએ સાથે કોફી પીધી, નાસ્તો પણ કર્યો. સુનયનાને તેના ઘર પાસે ઉતારી ને તેના રૂમ પર પહોંચી ગયો. તેને ચક્કર આવતા હોય તેવું લાગ્યું. એટલે તે જમ્યા વગર જ સુઈ ગયો. સાંજે પાંચ વાગ્યે ઊઠીને તેણે સુનયના સાથે વાત કરી. થોડા સમય માટે તે ફ્રેશ થઈ ગયો હોય એવું લાગ્યું. પણ તેનું માથું હજુય દુ:ખતું હતું. ચક્કર આવતા હતા. રાતે ડોક્ટર પાસે તેનો ખાસ મિત્ર સુહાસ તેને લઈ ગયો. દવા લઈને સુતો પણ ચક્કર તો આવતા જ હતા તાવ પણ ચડ્યો. રાતે તાવ વધી ગયો અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. સવારે તેના અમુક ટેસ્ટ નું ડોક્ટરે જણાવ્યું. આખો દિવસ તેનો હોસ્પિટલમાં પસાર થઈ ગયો. તેના કારણે સુનયના સાથે તેની વાત ન થઈ શકી. તે આખો દિવસ સુનયનાને યાદ કરતો રહ્યો. તેણે સુહાસ ને ખાસ તાકિદ કરી કે તે સુનયના ને તેની બિમારી વિશે જાણ ન કરે. જોકે સુહાસનું કહેવું હતું કે સુનયના ને જાણ કરવી જોઈએ. પણ સુનીલ નું કહેવું હતું કે હમણાં પરિક્ષાના માહોલમાં તેને ડીસ્ટર્બ નથી કરવી. મારી ચિંતામાં તે ભણી નહીં શકે. આ તેનું કેરિયરનું વર્ષ છે મારે તેને દુ:ખી નથી કરવી. 

     

સુનયના કોલેજ ગઈ. સુનીલ ની રાહ જોતી હતી. તેણે વારંવાર ફોન કરવાની કોશિશ કરી પણ સુનીલ નો મોબાઈલ નંબર સ્વીચ ઓફ આવતો હતો. તે રાતથી જ સુનીલનો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરતી હતી. તેને સુનીલ ની ચિંતા થવા લાગી હતી. પણ તેનો કોન્ટેક્ટ થઈ શકે તેમ ન હોવાથી તેણે તેના મિત્ર સુહાસ ને પણ ફોન કર્યો પણ તેનો નંબર પણ ન લાગ્યો.. તેની ચિંતા વધી ગઈ તેનું મન બેચેન હતું તે તેનો ક્લાસ છોડી તેના રૂમમાં આવી ગઇ.


    સુનયનાનો આખો દિવસ આમ જ સુનીલની ચિંતામાં પસાર થઈ ગયો. બીજા દિવસે કોલેજમાં ન તો સુનીલ દેખાયો કે ન સુહાસ દેખાયો.

સુનીલનો રિપોર્ટ જોયા પછી ડોકટરને લાગ્યું કે તેણે MRI તાત્કાલિક કરાવવું જરૂરી છે. ડોકટર ના કહેવાથી સુનીલ પણ ગભરાઈ ગયો. અને તે તેના ફેમિલી પાસે મુંબઈ આવી ગયો. અને ત્યાં ની જાણીતી હોસ્પિટલમાં સારવાર શરૂ કરી દીધી. તેને બ્રેઇન ટ્યુમર હોવાનું નિદાન થયું તેની સર્જરી કરાવી. આ બધું એટલું ઝડપથી થયું કે તેનો સુનયના સાથે સંપર્ક છુટી ગયો. 

સુનયના વિચારતી રહી કે સુનીલ આમ અચાનક કેમ ચાલ્યો ગયો. જોકે સુહાસે તેને જણાવેલું કે કોઈક ઈમરજન્સી આવતા તે મુંબઈ તેના મમ્મી - પપ્પા પાસે ગયો છે. સુનયનાને નવાઈ લાગી. સુનીલે મને જાણ પણ કરી નહીં. તે સાવ સુની થઈ ગઈ. આમને આમ સમય વીતતો ગયો. પરિક્ષા નજીક આવી ગઇ. કદાચ સુનીલ પરિક્ષા દેવા તો આવશે એવું તે માનતી હતી. પણ તેની એ આશા પણ ઠગારી નીવડી..તેણે મન વગર પરિક્ષા આપી દીધી. 


સુનીલ પણ સુનયનાને ખૂબ જ ચાહતો હતો. પણ તેને ખબર પડી ગઇ કે હવે તેની જીંદગીનો કોઈ ભરોસો નથી તેથી તે તેની "નયના" ને દુ:ખી કરવા નહતો ઈચ્છતો. તેને થયું કે " નયના તેના નીલ ને બેવફા ભલે સમજે, પણ હું તેને મારી તકલીફો જણાવીને દુ:ખી નહીં કરું." 

સુનયના છેલ્લા સેમેસ્ટરની પરિક્ષા આપીને તેના ભાઈ - ભાભી પાસે અમદાવાદ આવી. તેના માતા- પિતા  ગામડામાં રહેતા હતા. તેથી તે પહેલાં અમદાવાદ આવી તેની ઇચ્છા અમદાવાદમાં જ રહેવાની હતી. તે અમદાવાદ તો આવી પણ તેનું મન તો સતત સુનીલ - સુનીલ ઝંખતુ હતું. તેને સમજાયું નહીં કે અચાનક તેનો " નીલ" તેને છોડીને કેમ ચાલ્યો ગયો. તેના કોન્ટેક્ટ નંબર પણ બંધ થઈ ગયા હતા. તેનું મન ભાંગી ગયું હતું. તે પરાણે સુનીલ ને ભુલવાની કોશિશ કરતી રહી. અને અંતે તેણે સુનીલની યાદો ને મનનાં ખૂણે ધરબી દીધી. સમય વીતતો ગયો. તે પણ અમદાવાદમાં જ નોકરી કરતી થઈ ગઈ. રજાઓ દરમિયાન તેના માતા - પિતા ને મળી આવતી અને એક દિવસ તેના માટે મુંબઈ થી આઈ સ્પેશિયાલિસ્ટ ડો. સુમિત શાહની વાત આવી. અને બંનેના કુટુંબે પસંદગી ની મહોર મારી દીધી. સુમિત ને પણ સુનયના ગમી ગઇ. સુનયના માટે તો કુટુંબ ની પસંદગી એ જ તેની પસંદગી હતી. આમેય પ્રતિષ્ઠિત કુટુંબનો એક નો એક દિકરો અને એ પણ પ્રખ્યાત આઈ સ્પેશિયાલિસ્ટ પછી તો વિચારવાનું શું હોય. સુનયના એ પણ સુમિત માટે પોતાની પસંદગી જણાવી દીધી. અને થોડો સમય પછી લગ્ન પણ થઈ ગયા. સુનયનાએ તેની નોકરી છોડી દીધી અને મુંબઈ આવી ગઇ. 

 સુનીલ ને જાણ થઇ સુનયનાના લગ્નની. તે વિચલિત થયો, છતાં ખુશ હતો. કે સુનયનાની જીંદગીમાં હવે દુ:ખ નહિ આવે. 


લગ્ન પછી સુમિત અને સુનયના ફરવા ગયા. પાછા ફરતી વખતે તેમની કારને ટક્કર લાગતા તેમની કાર પલટી ખાઈ ગઈ.તાત્કાલિક સારવાર માટે બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમના ઘરે પણ જાણ કરી દીધી. બંને બચી તો ગયા પણ સુનયનાની આંખોમાં કાચ લાગવાથી તેમની આંખો જતી રહી. સુમિત તો થોડા સમયમા સ્વસ્થ થઈ ગયો પણ સુનયનાની આંખો જતી રહેતા તેને ખૂબ જ આઘાત લાગ્યો. 

     અને એક દિવસ સુનીલે "મુંબઈ સમાચાર" મા સમાચાર વાંચ્યા " આઈ સ્પેશિયાલિસ્ટ ડો. સુમિત શાહની કાર પલટી ખાઈ જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમનાં પત્ની સુનયના શાહને આંખોમાં કાચ લાગવાથી ગંભીર ઇજા થતાં તેમની આંખો સદા માટે જતી રહી છે." આ સમાચાર વાંચીને તે ખૂબ જ દુઃખી થઈ ગયો. તેને થયું કે નયના ને હું મારી આંખો આપી શકુ તો? મારી નયના મારી આંખોથી આ દુનિયા જોઈ શકે ને! અને તો જ અમારી"નીલ-નયના ની જોડી સુપર હિટ જોડી ગણાય ને! 

સુમિત પોતે જ આઈ સ્પેશિયાલિસ્ટ હોય તે સુનયના માટે આઈ ડોનેટ થયેલી આંખોને ટેસ્ટ કરતો રહેતો પણ સુનયનાને કોઈની આંખો મેચ થતી ન હતી. સુમિત હતાશા અનુભવતો, પણ આશા છોડતો નહિ.


અચાનક એક દિવસ ડો. સુમિતનો મિત્ર આવ્યો અને તેણે જાણ કરી કે એક બ્રેઇન ટ્યુમર નો પેશન્ટ પોતાની આંખો ડોનેટ કરવા ઈચ્છે છે તો તેનું ફોર્મ ભરવા ઇચ્છે છે. ડો. સુમિત તેને ફોર્મ આપે છે. 

સુનીલની તબિયત દિવસે દિવસે બગડતી જાય છે. તે મનોમન સુનયના ને યાદ કરતો રહ્યો અને તેની માફી માંગતો રહેતો. ક્યારેક ઊંઘમાં તે નયના - નયના બોલી જતો. તેના મમ્મી - પપ્પા પૂછતાં સુનીલ, નયના કોણ છે? તે ક્યાં રહે છે? પણ સુનીલ કાંઈ જવાબ ન આપતો. 

    અને એક દિવસ ડો. સુમિત ને એક ફોન આવે છે. આઈ ડોનેટ માટે. જે પેશન્ટે થોડાક દિવસો પહેલા જ ફોર્મ ભરેલું તેના પરિવાર તરફથી. 

ડો. ની ટીમ તે પેશન્ટની આંખો કાઢી લઈ આવે છે. ડો. સુમિત તે આંખોને ટેસ્ટ કરે છે અને આશ્ર્ચર્ય સહ તે સુનયનાની આંખો સાથે મેચ થઇ જાય છે. ડો. સુમિત ખુશ થઈ જાય છે અને સુનયનાની આંખોમાં તે આંખોનું ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય છે. 


ઓપરેશન સફળ રહે છે. સુનયના ફરીથી દેખતી થઈ જાય છે. સુનયના ડો. સુમિતને પૂછે છે કે મને મળેલી આ આંખોનો ડોનર કોણ છે? 

ડો. સુમિત તેને જણાવે છે કે આમ તો અમે કોઈ ડોનર નું નામ જાહેર નથી કરતા, પણ તું મારી પત્ની છો એટલે હું તને જણાવું છું. અને એ વ્યક્તિ નું ઋણ હું ક્યારેય નહી ભુલી શકું. તેના કારણે મારી સુનયનાને આ દુનિયા જોવાની તક મળી છે. 


સુમિત સુનયના ને જણાવે છે કે કોઈ સુનીલ દેસાઈ છે અને તેને બ્રેન ટ્યુમર લાસ્ટ સ્ટેજ પર હતું. તેની આઈ ડોનેટ કરવાની ઈચ્છા હતી અને એક વીક પહેલા જ તેમણે આ દુનિયા ને અલવિદા કહી દીધું. 

સુનીલ દેસાઈ નામ સાંભળતાં જ સુનયના ચમકી ગઈ. તેને થયું અરે! આ મારો નીલ તો નહીં હોય. મારી આંખોનો દિવાનો.. તે વિચારતી રહી... વિચારતી... રહી.. અને તેને થયું કે આ મારા નીલ ની જ આંખો છે. 


મારા નીલે મને તેની આટલી મોટી તકલીફ પણ જણાવી નહીં. પોતે દુ:ખી થઈ મને સુખી કરતો ગયો. નીલ.. નીલ.. તેં આમ કેમ કર્યું... તું તારી નયના ને મળ્યા વગર ચાલ્યો ગયો.... 

અને સુનયના ને સુનીલે આપેલી પેનડ્રાય ના ગીત સાંભળવાની ઇચ્છા થઇ આવી. સુનીલે બધા જ ગીતો આંખ ઉપરથી હોય તેવા જ ગીતો રેકોર્ડ કરાવેલા. 

   સુનયના પોતાના બેડરૂમમાં લાઈટ બંધ કરીને ગીત સાંભળતી રહી.... યે.. આંખે. દેખકર હમ સારી દુનિયા ભુલ જાતે.. હૈં. આ ગીત સાંભળી ને સુનયનાની આંખોમાં આંસુ આવી ગયા અને તે મનોમન બોલી ઊઠી, " જો નીલ તું તારી નયનાની આંખોમાં સમાઈ ગયો છો અને હવે હું તારી આંખોથી આ દુનિયા જોઉં છું. 

" આઈ લવ યુ નીલ "!


Rate this content
Log in

Similar gujarati story from Drama