Nayanaben Shah

Action

4  

Nayanaben Shah

Action

નહીં પરિશ્રમનો કોઈ વિકલ્પ

નહીં પરિશ્રમનો કોઈ વિકલ્પ

2 mins
405


સંતોષ ટેક્ષી ફેરવતો હતો. ટેક્ષી એની હતી જ નહીં. પરંતુ ટેક્ષીનો માલિક દરમહિને એને પગાર આપતો. એને મળતાં પગારમાંથી એનું ગુજરાન ચાલી જતું. પણ એ વિચારતો કે એના મોજશોખ તો પુરા ના જ થાય. લગ્નબાદ પત્ની તથા બાળકોની જવાબદારી આવી પડશે તો આ પગારમાં પુરૂ ના થાય. તેથી થોડા પૈસા ઉછીના લઈ તથા લોન લઈને પોતાની કાર વસાવી.

દિવસે દિવસે એની આવક વધતી જતી હતી. એવામાં એકદિવસ એની કાર ને પંચર પડ્યું. ટાયર તો બદલ્યું પરંતુ એને થયું કે રેસ માં જે કાર હોય છે એનું ટાયર માત્ર બે સેંકડમાં બદલી કાઢે છે. એની ઝડપ પણ સેંકડના સો કી. મી. હોય છે. મારૂ ડ્રાયવીંગ તો આમ પણ સારૂ છે તો હું પણ રેસમાં ભાગ લઉં.

આખરે સંતોષે રેસમાં ભાગ લીધો. એમાં જોખમ તો હતું જ કારણ તમારી ગતિ થોડી પણ ઓછી થાય તો પાછળ આવતી કાર તમારા માટે યમદૂત સાબિત થાય. ઘરના એ તો ઘણો વિરોધ કર્યો છતાં પણ સંતોષે રેસમાં ભાગ લીધો એટલું જ નહીં એમાં વિજય પણ પ્રાપ્ત કર્યો. ત્યારબાદ તો જાણે કે સંતોષ વિજયનો પર્યાય બની ગયો. એની પાસે પૈસા આવતાં જ રહ્યા. પરંતુ દિવસે દિવસે એની ઉંમર વધતી જતી હતી તેથી જ એણે આ કંપની જ ખરીદી લીધી. ઘણીવાર એ વિચારતો કે એ તો એક સામાન્ય ડ્રાયવર હતો આજે એ આખી કંપનીનો માલિક બની ગયો. આ સ્થાને પહોંચવા માટે એને કંઈ ઓછો પરિશ્રમ નથી કર્યો. ખરેખર પરિશ્રમ વગર પ્રગતિ નહીં.


Rate this content
Log in

Similar gujarati story from Action