STORYMIRROR

Rekha Shukla

Abstract Drama

3  

Rekha Shukla

Abstract Drama

નેબર

નેબર

4 mins
170

સ્કૂલ ખૂલવાનો મહિનો બાકી હતો ને અમારા નેબર મૂવ થઈ ગયા હતા તેમની જગ્યાએ એક ઇંગ્લીશ ફેમિલી રહેવા આવ્યું. જેનીફર બેંક માં હતી સંજય કોઈ મોટી ફર્મ માં ઊંચા હોદ્દા પર હતો ને તેમનો માઇલ્સ સ્કૂલ માં દાખલો લેવા આવ્યા ત્યારે અચાનક અમારી ઓળખાણ થઈ. વેરી વેરી ડાઉન ટુ અર્થ ફેમિલી જણાયું. અને અમારો વિશાલ ઉર્ફે વિશુ ને માઈલ્સ સેઈમ ગ્રેડમાં હતા. "હાય; હલ્લો આઈએમ મિસિસ ચૌધરી એન્ડ ધીસ ઇઝ માય સન વિશાલ..હાઉ ડુ યુ ડુ !" અને સામે જેનીફરે પણ પોતાની ફોર્માલિટી આદરી ઓળખ આપતા જણાવ્યું."વેરી નાઈસ ટુમીટ યુ..યુ નો વી આર ન્યુ અરાઉન્ડ હીયર કેન વી બી ફ્રેંડ્સ ?" "યસ ઓફકોર્સ.. આઈ એમ અવેલેબલ ઇન ઇવનીંગ. હીયર ધીસ ઇઝ માય નંબર, પ્લીઝ ડુ કોલમી"અને અમારી ઓળખાણ નેબરમાંથી બેસ્ટ ફ્રેંડ્ઝ્માં પરિણમી ગઈ. ઓબ્વીયસલી વિશુ એન્ડ માઇલ્સ ટુ ! બંને સાથે લેસન કરે સાથે રમે ને મજા કરે. માઇલ્સ નેચર લવર હતો એને મોટા થઈ ને બોટનીસ્ટ માં આગળ વધવું હતું જ્યારેવિશુ ને ફૂલ પાંદડા હોય ત્યાં સુધી વાંધો ન્હોતો પણ જો કોઈ પણ પ્રકાર ના બગ્સની વાત આવે તો તે ડરતો..તેથી કોઈક વાર માઇલ્સ એકલો બગીચામાં ઝાડ પાછળ ફરતો જણાતો. એને જુદા જુદા જાત જાત ના ફૂલો જોવા ગમતા. એની માહિતી મેળવી ઇન્ડેક્સકાર્ડમાં ટપકાવી પિકચર્સ પાડી ભેગી કરતો. એની ભૂરીભૂરી માંજરી આંખોમાં કુતૂહુલતા ભરી હતી ને સદાય હસતી જોવા મળતી. તેના રૂમમાં એક બરણી માં ગ્લો બગ્સ ભરેલા રાખતો. કાંણા પાડેલા ઢાંકણથી બંધ કરેલી એ બરણી સામે જોતા જોતા સૂઈ જતો. એનો ફેવરીટ રંગ હતો આછો જાંબુડિયો ઉર્ફે લવંડર ! એ રંગના શર્ટમાં તે સરસ દેખાતો તેના બ્લોન્ડ હેર નેકોમ્પ્લીમેંટ્સ કરતો રંગ, જેનીફર ને પણ તે રંગ પસંદ હતો.

તેને ભાંગ્યુ તૂટ્યું ગુજરાતી અમે શીખવી દીધેલું. બટાકાનું કડકડીયું શાક જોતા તે બોલેલી "ઓહબેબી ફ્રાઈઝ હલ્દીવાળી" અને ફુલ્કાં રોટી ઉપર ઘી ચોપડેલી તેને બહું ભાવે. વિશુ ને માઇલ્સ રૂમમાં પ્રવેશ્યા ત્યારે હું કિચનમાં ફૂલકા બનાવી રહી હતી. "વાઉવ, કેન આઈ હેવ વન રોટી ટુ ગો પ્લીઝ "વિશુ ની પાછળ માઇલ્સ આવી ગયો હતો ખાવા."યસ યસ સ્યોર, ફર્સ્ટ વોશ અપ" બંનેને હું રોટી નો વીંટો બનાવી ને આપતી હતી ને ત્યાં જ મેં માઇલ્સ ને વાત કરતા સાંભળ્યો તે વિશુ નેકોઈ મોટા ફૂલ ની વાત કરી રહ્યો હતો. " યુ નો ઇટ્સ કોલ્ડ સન ફ્લોવર આઈમીન સૂરજમુખી" પછી વિશુએ પૂછ્યું કેમ તેનું નામ સૂરજમુખી કહેવાય છે? એક્સપ્લેઇન કરતાં મે જણાવ્યું "સૂરજમુખી ફેઇસ ધ સન ઓલ ધ ટાઇમ એન્ડ નોસન ધેન સૂરજમુખી ગોઝ ટુ સ્લીપટુ"ઓછા પાણીમાં ઉગતા આ અજબસૂરજમુખી ની ગજબ પ્રેમ કહાની છે. માઇલ્સ ને મેં ઘણી વાર સુરજમુખી સામેતાંકતા જોયો છે. ફ્લાવરપોટમાં બે ચાર તોડી ને લઈ આવ્યો ને આખો ફ્લાવરવેઝ ભરાઈ ગયો...છલકાઈ ગયો. "પછી મે તેને સન ફ્લાવર સીડ્ઝ ને સનફ્લાવર ઓઈલ વગેરેની પણ વાત કરેલી ત્યારે બંને જણા સ્તબ્ધ થઈ ગયેલા...આઇમીન ધે વર ફેસીનેટેડ ટુ હીયર ઓલ ધી જેનીફર !!" આથમતા સૂરજ સામે નમી પડેલા સૂરજ મુખી ને તાંકી તાંકી ને ખુશ થતો માઈલ્સ તેની સામે મલકાઈ રહ્યો. એને તો એમ જ લાગ્યુ કે સન ફ્લાવર ઇઝ સો ફેસીનેટીંગ !! અનેજોવા જઈએ તો કુદરતમાં રંગો ભર્યા પ્રભુએને બધા ને બધુંજ એક એક થી ચડિયાતું. વસંત ના વધામણાં થાતાં જ ઉગી નીકળે ને છેક પાનખર સુધી ઠેર ઠેર જોવા મળતા આ સૂર્ય લવર્સ સૂરજમુખી ને સ્કૂલમાં ડ્રો કરી ને રંગ ભરીને માઇલ્સે મૂક્યું ને પછી નીચે થોડી માહિતી પણ લખી તે જોઈ ને બધા ખુશ થયેલા. સૌથીવધું ખુશ માઇલ્સ ને જેનીફર હતા !! ક્યારેક આજુબાજુ ઉડતા પતંગિયા ને જોઈ મલકાતો, ક્યારેક અલસીયાં ને સળી પર ચઢાવી છેડતો..ક્યારેક ભમરાં ને જોઈને તેના જેવો અવાજ કરતો.. બઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ ! ગર્વીલા સૂરજમુખી મને એટલે ગમે છે કેમ કે તે પણ સૂર્ય તરફના તેના અમરપ્રેમ ની ઓળખ કરાવે છે જગત ને અને મને પેલું જુનુ ગીત યાદ આવી ગયું કે "તું સૂરજ મૈં સૂરજમુખી હું પિયા ના દેખુ તુજે તો ખિલે ના જીયા" અને જ્યારથી આ વાત ની માઈલ્સ અને વિશુ ને સમજાઈ ગઈ ત્યારે અમારી બંનેની બર્થ-ડે પર અમને સૂરજમુખી જ મળતા! અને અમે પણ તેને પ્રેમથી સ્વીકારતા, ને ઝાંખી લેતા બંને ની આંખો માં ચમકતા પ્રેમને !! કમ્યુનિટી મેગેઝીન માં આર્ટ ના પેઈજ પર એક વાર જેનીફરે મધર-સન આર્ટ ફન કલાસીસ વિષે વાંચેલું. આજે ફ્રાઈડે હતો ને સાંજે અમે યુઝવલી સાથે જમતા. જમ્યા પછી જેનીફર ખુશ થતા બોલી "બોઈઝ આઈ હેવ સરપ્રાઈઝ ફોર યુ, આઈ મીન ગુડ આઈડીયા ટુ ડુ સમથીંગ નાઈસ એન્ડ વી ઓલ આર ટુ ગેધર" વિશાલ ને માઈલ્સની આંખો ચમકી ગઈ બંનેના કાન સરવા થઈ ગયા. બધા ધ્યાન થી જેનીફર ને સાંભળવા ઉત્સુક હતા. જેનીફરે ટૂંકી વિગત કહી ને કહ્યું કે "આઈ હેવ ઓલરેડી પેઈડ ફોર ધ ક્લાસ. ઇટ્સ ટુ મોરો એટ નુન ટુ થ્રી" " વી આર ગેઈમ ફોર ઇટ" જાણી જોઈને જેનીફરે તે દિવસ નો ક્લાસ બુક કરેલો કેમકે તે વિકેન્ડના અમે માત્ર ચાર જ જણાં સાથે હતા. આર્ટ ટીચરે અમને આવકાર્યા. રૂમમાં બધા ના ઇઝલ પેઈન્ટ બ્રશીશ ને રંગ ઓલરેડી ગોઠવેલા હતા. ઓઈલપેઈન્ટ રંગો ની મજા પેહલી વાર કરીશું અને દસેક મીનીટ થઈ હશે ને આખો ક્લાસ રૂમ ભરાઈ ગયો લગભગ ૩૦ જણા હશે પંદર મોમ ને પંદર સન એકસાથે વાઉવ ! કેનવાસ પર બધાએ દોરવાનું સાથે ચાલુ કર્યું ને આડા અવળા સનફ્લાવર્સ ઘણાએ દોર્યા પણ જેનીફરે પોતાના સન નું સૂરજમુખી સામે જોતું સુંદર પિક્ચર દોર્યું... ને બોલી "યુ આર માય સનફ્લાવર , માય ડીયર !" ને ફ્યુ કિસીસ કરી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract