Varsha Joshi

Romance Tragedy

4.9  

Varsha Joshi

Romance Tragedy

નદીના બે કિનારા

નદીના બે કિનારા

8 mins
1.9K


આજે અર્ચના રિલેક્સ હતી. કેમકે, તેનો દીકરો આજે શાળાની પિકનિકમાં ગયો હતો અને તેનો પતિ બિઝનેસ ના કામ માટે 2 દિવસ ની ટુર પર ગયો હતો. અર્ચના પરવારી ને થોડી વાર સોફા પર આડી પડી. તેણે મોબાઈલ હાથમાં લઈ વિચાર્યું કે, "લાવને ફેસબુક અને વોટ્સએપ પર થોડો ટાઈમ પાસ કરી લવ." કેમકે, અર્ચના ને રોજ તો એવો ટાઈમ બહુ ના મળે કે મોબાઈલ માં વ્યસ્ત રહે. આજે સાવ ફ્રી હતી એટલે ફેસબુક ખોલીને બેઠી. તેણે જોયું કે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી છે કોઈની. આમ તો તે રિલેટિવ્સ સિવાય કોઈ ને પણ એડ ના કરતી એટલે અજાણ્યા લોકોની રિકવેસ્ટ જોયા વગર જ ડિલીટ મારતી. પણ આજે તેણે રિક્વેસ્ટ મા જે નામ જોયું તે જાણીતું લાગ્યું. રીતેશ પંડયા નામ હતું. તેણે પ્રોફાઈલ જોઈ પણ તેમાં પણ ફૂલનો ફોટો હતો. તેણે ડિટેઈલ ચેક કરી પણ વધારે કંઈ જાણવા ના મળ્યું. પછી તેણે વિચાર્યું કે કદાચ તે જેને વિચારે છે તે ના પણ હોય. કેમકે તેના લગ્ન ને અને અર્ચના ના લગ્ન ને 17 વર્ષ થયા છે. આટલા વર્ષો દરમિયાન કયારેય અર્ચના કે રીતેશે એકબીજા નો સંપર્ક નથી કર્યો. હા ફેમિલી રિલેશનના કારણે રીતેશ વિશે ઘણું બધું જાણવા મળે. પણ તે બંનેમાંથી કોઈએ પણ કયારેય ભૂતકાળને ફરીથી નથી ઊખેળ્યો.પણ આજે આટલા વર્ષે રીતેશનુ નામ જોઈને તેનું મન ભૂતકાળમાં સરી પડ્યું.

તેને બરાબર યાદ છે કે તેણે દસમાં ધોરણની પરીક્ષા આપી પછી તેને 4 મહીનાનુ લાબું વેકેશન પડ્યું. તેના ઘરમાં તેની દીદી ની સગાઈ માટે તૈયારી થવા લાગી હતી. તેની બહેનની સગાઈ ઉદયપુરના છોકરા સાથે થવાની હતી. છોકરાવાળા ઉદયપુર થી 2 દિવસ વહેલા પોતાના એક સંબંધી ને ત્યાં રોકાવા આવી ગયા હતા જેથી સગાઈ ના દિવસે બધું ટાઈમ પર થાય. એટલે જયારે છોકરાવાળા ઉદયપુરથી આવ્યા ત્યારે અર્ચનાના પપ્પાએ પરિવાર સાથે તેમને મળવા જવાનું નક્કી કર્યું. કેમકે દીકરીના સાસરીવાળાની સરભરા તો કરવી જ પડે. એટલે અર્ચના પણ પોતાના પરિવાર સાથે છોકરાવાળા જયાં રોકાયા હતા ત્યાં પહોંચ્યા. હજુ તો ઘરમાં દાખલ થયા અને પાણી પીધું ત્યાં જ લાઈટ જતી રહી. આમ તો નાગપુરમાં એવો કોઈ લાઈટ જવાનો પ્રોબ્લેમ ના થાય પણ કંઈક ફોલ્ટ ના લીધે લાઈટ ગઇ. એટલે યજમાન પણ મીણબત્તી શોધવા લાગ્યા.

અર્ચનાના કાને એક અવાજ સંભળાયો."જય શ્રી કૃષ્ણ અંકલ, કેમ છો? તબિયત કેમ છે?"...અવાજ સાંભળીને અર્ચના નું દિલ પળવારમાં એક ધબકાર ચૂક્યું. તેણે વિચાર્યું કે,કોણ હશે?...એટલી વારમાં લાઈટ આવી ગઇ.તેણે અવાજ ની દિશામાં જોયું તો એક યુવાન તેના પપ્પા સાથે વાત કરતો હતો. દીદીના સસરાએ તે યુવાનનો અર્ચનાના પપ્પા સાથે પરિચય કરાવી કહ્યું કે " આ મારો નાનો દીકરો રીતેશ." અર્ચના સમજી ગઇ કે તે દીદીનો દેવર છે. પણ ખબર નહીં તેના અવાજ મા શું જાદુ હતો કે સીધો અર્ચના ના દિલ પર દસ્તક થઈ. તે ઘંઉવર્ણો, ઉંચા બાધાનો હતો. અર્ચના પણ ચંચળ હરણી જેવી સુંદર અને પાતળા બાધાની હતી. રીતેશ એકદમ મેચ્યોર હતો. 20 વર્ષની ઉમરમાં પણ એકદમ સમજદાર અને વ્યવસ્થિત. અર્ચના તો જાણે મોહી પડી. પણ તેણે તરત સ્વસ્થતા કેળવી. હવે દીદીના લગ્નનો પણ દિવસ નજીક આવી ગયો. અર્ચના એ એક સરસ ડાન્સ પણ કર્યો. રીતેશે પણ તેના ડાન્સ ને જોઈને વખાણ કર્યા પણ તેના વર્તન પરથી અર્ચના ને કયારેય એવું ના લાગ્યું કે રીતેશ પણ તેને પસંદ કરે છે. એટલે કયારેય અર્ચનાએ સામેથી ના જણાવ્યું. ઘણીવાર તેને મન થયું કે દીદીને મનની વાત કહે પણ પછી વિચાર્યું કે જે ફિલિંગ તેના મનમાં છે તેવી કદાચ રીતેશના મનમાં ના હોય તો? એટલે તેણે કયારેય કોઈને તેના મનની વાત ના જણાવી.

દીદીના લગ્ન ને પણ 3 વર્ષ થઈ ગયાં. અર્ચના એક પળ પણ રીતેશને નહોતી ભૂલી. આ દરમિયાન હવે ઘરમાં અર્ચનાના સંબંધની પણ વાત થવા લાગી. અર્ચના એ પણ વિચાર્યું કે રીતેશના મનમાં મારા માટે કોઈ ફિલિંગ નથી એટલે હવે મારે પણ મારા મનની લાગણી, પ્રેમ મનમાં જ દબાવી પપ્પા જેમ કહે તેમ કરવું. એટલે અર્ચના સગાઈ માટે પણ તૈયાર થઈ ગઇ..પણ તેના મન મંદિરમાં રીતેશની મુરત હતી. કહે છે ને કે, પહેલો પ્રેમ કયારેય ના ભુલી શકાય. પણ અર્ચના મા હિંમત ના હતી રીતેશની ના સાભળવાની કે પપ્પાની ઉપરવટ જવાની. એટલે તેણે પોતાના મનની વાત મનમાં જ દફન કરી દીધી.હવે અર્ચનાની સગાઈને 15 દિવસની વાર હતી. એ દરમિયાન તેના ઘરે રીતેશના લગ્નની કંકોત્રી આવી. તે બાથરૂમમાં જઇ ને ખૂબ રડી. તે બહાર આવી તો તેના પપ્પાએ જણાવ્યું કે અર્ચના અને તેની મમ્મી ઉદયપુર જાય રીતેશના લગ્નમાં. કેમકે, તેના પપ્પાને ઓફિસમાં કામ હતું. અર્ચના ના ન પાડી શકી.પણ તે એ ગડમથલ માં હતી કે તે રીતેશના લગ્નના 2 દિવસ પહેલાં જાય છે.તો આ 2 દિવસ તે પોતાના મનને કેમ સંભાળશે?

એ દિવસ પણ આવી ગયો. અર્ચના અને તેની મમ્મી ઉદયપુર પહોંચી ગયા. જે દિવસે પહોંચ્યા તે દિવસે જ રીતેશ તેના લગ્નની કંઈક ખાસ ખરીદી માટે માર્કેટ જવા તૈયાર થયો તો અર્ચનાની દીદીએ રીતેશને કહ્યું કે "થોડા દિવસ પછી અર્ચનાની પણ સગાઈ છે. તો દીદીને ટાઈમ નહીં મળે અર્ચના માટે ખરીદી કરવાનો તો અર્ચના તું રીતેશ સાથે જા અને થોડી ખરીદી કરી લે."અર્ચના હજુ કંઈ બોલે તે પહેલાં જ રીતેશે કહ્યું," હા હા ભાભી કેમ નહીં? હું અર્ચના ને જે ખરીદી કરવી હશે તે કરાવી દઇશ." પછી રીતેશે કાર કાઢીને અર્ચના ને તેની સાથે બેસવા માટે કહ્યું. તો અર્ચના થોડી અનકમ્ફર્ટ ફીલ થતાં બોલી કે," ના હું પાછળ ની સીટ પર બેસીશ." તો રીતેશે કહ્યું "મેડમ, મને બધા તમારો ડ્રાઈવર સમજશે તેના કરતાં સાથે જ બેસ" એટલે અર્ચના નાછૂટકે રીતેશ સાથે આગળ બેઠી.

આખા રસ્તે રીતેશ અલગ અલગ વિષય પર વાતો કરતો રહ્યો પણ અર્ચના માત્ર હા હું માં જ જવાબ આપતી. રીતેશે અર્ચના ને પૂછ્યું કે તે જેની સાથે સગાઈ કરી રહી છે તેની સાથે કેટલો પરિચય છે?અને પૂછ્યું કે ખુશ તો છે ને?બસ રીતેશના આટલું પૂછવા પર અર્ચના હવે પોતાના મન પર કાબુ ના રાખી શકી અને આંખમાં આંસુ સાથે બોલી, " તમે કેમ પૂછો છો? તમારે શું લેવા દેવા? હું ખુશ હોય કે ના હોઉં." અને રીતેશ તેની આ વાત સાંભળીને અવાક રહી ગયો. તે કંઈ સમજી ના શક્યો કે અર્ચના આવું રિએક્શન કેમ આપે છે? તેણે અર્ચના સામે જોયું તો અર્ચના પોતાના આંસુ છૂપાવી રહી હતી. હવે રીતેશને પણ લાગ્યું કે નક્કી કંઈક વાત છે.એટલે તેણે કારને ગાર્ડન તરફ વાળી અને કાર પાર્ક કરી અર્ચના ને કહ્યું કે," આવ મારી સાથે અને મને બધું સાફ સાફ જણાવ કે શું વાત છે?" તો અર્ચના એ ના કહ્યું અને વિચાર્યું કે હવે કંઈ પણ કહેવાય એવું નથી ખૂબ જ મોડું થઈ ચૂક્યું છે. રીતેશના લગ્ન પણ છે. જો હવે કંઈ પણ કહીશ તો બધું બરબાદ થશે. એટલે તેણે રીતેશને કહ્યું કે ના કોઈ પણ વાત નથી. તો પણ રીતેશે તેને કસમ આપી તો અર્ચના રડી પડી. અને કહ્યું કે રીતેશ, તમે કયારેય કોઈની ફિલિંન્ગસ નહીં સમજી શકો. અને રીતેશ પણ બધું સમજી ગયો અને તેણે અર્ચનાની આંખોમાં આંખો નાખીને પૂછ્યું કે, "તું મને ચાહતી હતી??"... અર્ચના નજર નીચે નાખી પણ કંઈ બોલી નહીં તો રીતેશ સમજી ગયો અને તેને પ્રેમથી બાહોમાં લેતાં કહ્યું કે, "પાગલ આટલા વર્ષ કેમ કંઈ ના કહ્યું?" તો અર્ચના એ કહ્યું કે તેને ડર હતો કે તું ના પાડીશ. તો રીતેશે કહ્યું કે,"પાગલ, તારા જેવી સુંદર અને સુશીલ છોકરીને હું ના કહું??" અને તે પણ ઈમોશનલ થઈ ગયો. પણ અર્ચના એ પોતાને રીતેશની બાહોમાંથી દૂર કરી અને કહ્યું,"રીતેશ પ્લીઝ હવે જે કંઈ પણ હોય પણ આ વાત અહીં જ ખતમ."તો રીતેશે તેનો હાથ તેના હાથમાં લેતા અને ચૂમતા કહ્યું કે, " ના અર્ચના, હવે હું આ વાત જાણીને જીવી નહીં શકું. કેમકે મારા મનના ખૂણામાં પણ તારા માટે લાગણી હતી પણ હું એવું વિચારતો હતો કે, કદાચ તારા પપ્પા મારા જેવા ઘંઉવર્ણા છોકરાને તારા જેવી સુંદર દીકરી માટે પસંદ નહીં કરે."...

વાંચકો, હવે તમે જ વિચારો કે ભગવાન પણ ઘણી વાર એવી લીલાં કરે છે કે સમજવી મુશ્કેલ છે.ઘણી વાર એવું થાય છે કે, જે આપણને પસંદ હોય તે આપણા મનમાં તો રહી શકે પણ આપણું નસીબ ના બની શકે. બસ અર્ચના એ પણ રીતેશને સમજાવ્યું કે હવે બહુ મોડું થઇ ગયું છે.તો રીતેશે જીદ કરી કે ના અર્ચના હું આજે જ મારા લગ્ન ફોક કરાવી દઇશ અને તારી પણ હજુ સગાઈ નથી થઈ. પણ અર્ચના એ તેને કસમ આપી કે જો તે એવું કોઈ પગલું ભરશે તો બિચારી જે છોકરી રીતેશ સાથે લગ્ન જીવન ના સપના સજાવીને બેઠી છે તેના સપના ચકનાચૂર થશે. અને કોઈ છોકરીની જીદંગી બરબાદ કરીને પોતે કયારેય પોતાના પ્રેમનો મહેલ નહીં ચણે.અને તેણે રીતેશને કસમ આપી કે આ વાત આજ પછી કયારેય પણ નહીં થાય અને રીતેશ પાસેથી વચન લીધું કે તે આ વાત ભૂલી ને તેની જીવનસાથી ને ખુશ રાખે. રીતેશ તેનાથી નારાજ થઈ ગયો. બંને ઘરે આવ્યા અને અર્ચના એ એવું વર્તન જ રાખ્યું કે જાણે કંઈ નથી બન્યું. પણ રીતેશ!!!!! તે તો આ વાત જાણ્યા પછી અર્ચના પરથી નજર જ નહોતો હટાવી શકતો. તે અર્ચના ને વિનવતો રહ્યો કે મહેરબાની કરીને મને આ લગ્ન રોકી લેવા દે. પણ અર્ચના ન માની. અને લગ્નના આગલા દિવસે રાત્રે પણ બધા ગરબા રમવામાં વ્યસ્ત હતા ત્યારે ખબર નહીં શું થયું કે રીતેશને હૃદયમાં દુ:ખાવો થવા લાગ્યો. અને બધા ચિંતામાં પડી ગયા. થોડી વાર તો અર્ચના પણ ગભરાઈ ગઇ..અને પોતાને જવાબદાર સમજવા લાગી. પણ તે મકકમ હતી. તે સારી રીતે સમજતી હતી કે આવનારી કોડભરી કન્યા ના સપના શું હશે? અને તેને કોઈ હક નથી કોઈ પણ છોકરીના સપના તોડીને પોતે ખુશ રહેવું. એટલે તેણે રીતેશની તબિયત બગડી પણ થોડી વારમા રીતેશને પણ થોડું સારું થઈ ગયું. પણ તે અર્ચનાથી ખૂબ જ ગુસ્સે હતો. અને તેણે અર્ચના સાથે વાત જ ના કરી. અર્ચના પણ ખૂબજ રડી. પણ તે જાણતી હતી કે, હવે તે અને રીતેશ નદીના એવાં કિનારા છે. જે સામસામે તો રહી શકશે પણ સાથે નહીં!!!!!!!!!!!


Rate this content
Log in

Similar gujarati story from Romance