Varsha Joshi

Inspirational Others

3  

Varsha Joshi

Inspirational Others

સ્ત્રી જ સ્ત્રી ની દુશ્મન ?

સ્ત્રી જ સ્ત્રી ની દુશ્મન ?

6 mins
1.0K


આ એક એવી લઘુકથા છે કે જે સવાલ સમાજમા વર્ષોથી ચર્ચામા હોય છે. અને તેનો જવાબ ૭૦% લોકો હા મા આપે છે. પણ આ લઘુકથા દ્વારા લોકો સામે એક અલગ જ વિચાર રજૂ થશે. તો મિત્રો વાચો આ સળગતા સવાલના જવાબને.

સુગંધા આમ તો એક ચુલબુલી હતી ત્યાં સુધી જયાં સુધી તેના લગ્ન નહોતા થયા. બધું તેના જીવનમાં બહુ જલ્દી જલ્દી બની ગયું. લગ્ન પછીની જવાબદારી, બાળકો, અને બીજી ઘણી એવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સુગંધા હંમેશાં ભગવાન પર આસ્થા રાખીને લોખંડી મનોબળ સાથે જીવે છે. સુખ કે દુખ, આશા કે નિરાશા જે પણ તેના જીવનમાં બન્યું તેણે ભગવાન ની મરજી સમજી સ્વીકાર કર્યું. હા, આ બધી પરિસ્થિતિ એ સુગંધાની લાગણી, ચંચળતા, પ્રેમ બધું ધીરે ધીરે છીનવી તેની જગ્યાએ એક એવી સુગંધા બની ને રહી ગૈ જાણે એક કરમાઈ ગયેલું ફોરમ વગરનું ફૂલ !

સુગંધા પણ એવું જ માનતી હતી કે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે. તેની પાછળનું કારણ એક જ કે તેને લગ્ન પછી સાસુ ના માત્ર મેણા અને અપમાન જ મળ્યું. સાસુની એ અણગમતી વહુ પણ જવાબદારી પુરી કરવા વાળું મશીન હતી. જેવું તેની પાસેથી બધું કામ, જવાબદારી પુરી કરાવડાવી જેમકે, દાદા સસરા અને દાદી સાસુની સેવા, દિયરનો લગ્ન પ્રસંગ, નણંદના લગ્ન અને નણંદની સુવાવડ બધું જ કામ કઢાવી અને પછી સાસુ એ સુગંધાને દૂધમાં પડેલી માખીની જેમ ફેકી દીધી. દીકરા વહુ સાથે બધાં સબંધ કાપી અને કહ્યું કે હવે અમારે તમારી કોઇ જરૂર નથી. અને દેવર દેરાણીને બધું આપી મિલકત ગાડી બધો વહેવાર નાના દીકરા વહુને આપી અને સુગંધાને અને તેના પતિને બાકાત કરી દીધા.

છતાં પણ સુગંધા અને તેનો પતિ ભગવાન ભરોસે બે બાળકો સાથે તેના સંસારમાં ખુશી વહેચી રહેવા લાગ્યા. પણ કહે છેને કે જેની આખમા ઈર્ષા હોય તેને કોઈનું સુખ જીરવી નથી શકાતું. એક દિવસ સુગંધાનો દેવર સુગંધાના પતિની ઓફિસમા કમ્પ્યૂટર હાર્ડવેર સોફ્ટવેરના કામના બહાને શેઠનો વિશ્વાસ જીતી અને પોતાના મોટા ભાઈની ૨૦ વર્ષની મહેનતની નોકરી પર પણ ગ્રહણ બની ગયો. તેણે શેઠને એવા ખોટી રીતે ભડકાવ્યા અને પોતાના મોટા ભાઈના ઈમેઈલ દ્વારા કૈક ઘાલમેલ કરી બીજી કંપનીને ડેટા મોકલી અને પોતાના મોટા ભાઈને ફસાવી અને નોકરીમાથી કઢાવ્યો.

આ બધું બનવાથી બિચારા સુગંધાના પતિને તો એ સમજમાં ના આવ્યું કે શું બની ગયું. ભોળો હતો તેનો પતિ. રાત દિવસ મજૂરી મહેનત કરીને કંપનીમાં ૨૦ વર્ષથી નોકરી કરીને પરિવારનું પેટ ભરતો હતો. સુગંધાના સાસુ અને દેવરથી એ પણ ના જોવાયુ. હવે સુગંધા રણચંડી બની અને કહી દીધું તેના દેવરને કે "બંધ કર તારા નાટકો. હવે જો મારા પતિની આજુબાજુ પણ ફરકયો તો તારી ખૈર નથી." સુગંધાએ પોતાના પતિના બોસને પણ સમજાવ્યું કે "જે માણસ ૨૦ વર્ષથી કંપનીમાં ઈમાનદારીથી નોકરી કરે છે તે હવે શું કામ આવું કરે ? જયારે હવે તેના બાળકોની શાળા કોલેજના ખર્ચા ઓ પણ જવાબદારી હોય." બોસે વાત તો સાભળી પણ નુકસાન મોટું થયું હતું એટલે કોઈ કાનૂની કાર્યવાહી ના કરી પણ સુગંધ ના પતિ ને નોકરી થી હાથ ધોવા પડયા!!!...

મિત્રો, અહી તમે સુગંધાના જીવનમાં એક સ્ત્રી એટલે કે સાસુનું પાત્ર અને એક પુરુષ જે સુગંધાનો દેવર દુશ્મન બન્યા છે. હવે આગળ વાંચો.

આ બધી ઘટમાળથી સુગંધા માનસિક રીતે ભાગી પડી. કેમકે આ ઘટનાની અસર તેના બાળકોના ભવિષ્યને અંધકારમય બનાવી શકે છે. સુગંધા અને તેનો પતિ એકબીજાને હિંમત આપે છે. વિચારે છે કે હવે શું થશે ?રોજ રાત્રે સુગંધા રડે છે. તેનો પતિ તેને હિંમત બંધાવે છે અને કહે છે કે,

"તું ચિંતા ના કર હું હજી વધારે મહેનત કરીશ અને મારા ૨૦ વર્ષના કામના અનુભવથી મને બીજી કંપનીમાં નોકરી મળી જશે."

"હા મળી જશે પણ સુગંધા કહે છે કે હવે શું ફરી એકડે એકથી ઘુંટવાનુ ?". સુગંધા વિચારે છે કે તેના પતિ એ લોહી પાણી એક કરીને રાતદિવસ જોયા વિના મહેનત કરી અને સુગંધાએ પણ એકલા હાથે બાળકોને મોટા કર્યા. પતિના ઓછા પગારમાં પણ ઘર ચલાવ્યું. અને વર્ષોની મહેનત પછી માડ હજુતો બે પાંદડે થયા હતા અને આટલો મોટો મુસીબતનો પહાડ ? પહેલાં તો બાળકોને સાચવીને ઘર સાચવીને જે ટાઈમ બચતો તેમાં સુગંધા એક શાળામાં કમ્પ્યુટર શિક્ષિકા તરીકે નોકરી કરીને તેના પતિને ટેકો આપતી પણ હવે તેનો દીકરો ૧૪ વર્ષનો થયો.

સવારની શાળા દીકરાની અને તેનું ટયુશન પણ નહોતું રખાવ્યુ એટલે બપોરે દીકરો ઘરે જ હોય અને જમાના પ્રમાણે સુગંધાને ડર રહેતો કે ઈન્ટરનેટના જમાનામાં કયાંક કિશોર વયનો બાળક આડા રસ્તે ના ચડે. એટલે પોતાના બંને બાળકોને છૂટ બધી આપેલી પણ પોતાની દેખરેખમાં. એટલે સુગંધાએ નોકરી છોડી દીધી. સવારે નોકરી ના કરી શકે કેમકે પતિની નવી નોકરી માટે ઓફિસ ઘરથી દૂર હતી તો તેમનું ટીફીન અને દીકરી પણ કોલેજમાં ટીફીન લઈને જ જતી અને દીકરાને પણ સવારની શાળા એટલે આ બધાનો ટાઈમ સાચવવા માટે સુગંધાએ નોકરી છોડી ઘરમાં ધ્યાન આપવાનું મુનાસીબ માન્યું.

પણ સવારે બધું કામકાજ પુરુ કરી ને બપોરે પોતાની અને દીકરાની રસોઈ અને જમવાનું પતાવીને સુગંધા સાવ ફ્રી થઈ જતી. તેણે ફેસબૂક અને વોટ્સએપ દ્વારા બધા સગા સંબંધી સાથે વાતચીત કરી ટાઈમ પસાર કર્યો. પણ જે ઘટનાઓ તેના જીવનમાં બની ગઈ તેને તે ભૂલી નહોતી શકતી. તેની વાતોમાં ઘણીવાર ચીડિયાપણું આવી જાય. પછી તેણે માનસિક તાણ ઓછી કરવા માટે લખવાનું વિચાર્યુ. તેને લખવાનો શોખ હતો. અને તેણે ફેસબૂક પર એક એપ્લિકેશન જોઈ. 'પ્રતિલિપી ગુજરાતી એપ' હા સુગંધાએ પોતાના વિચારો પોતાનું દુઃખ લેખ અને વાર્તાઓના માઘ્યમથી પ્રતિલિપી પર ઉતારવા માંડ્યુ. તે લેખ અને વાર્તાઓ લખી વોટ્સએપ પર પોતાના સંબંધીઓના ગૃપમા શેર કરતી.

એકવાર તેમના મામા સસરાની દીકરી સુગંધાની નણંદ થાય તેણે તેને કહ્યું, "ભાભી તમે ખૂબ સરસ લખો છો. પણ તમારા લખાણમાં તમે તમારું દુઃખ વર્ણવો છો. તમે હજી પણ તમારા દુઃખમાંથી બહાર નથી આવી શકયા. તમે આગળ વધી શકો છો. તમે ખૂબ સારા લેખિકા બની શકો છો. પણ તમે તમારા દુઃખને તમારી તાકાત બનાવો. તમારી આવડત થકી તમે તમારી ઓળખ બનાવી અને બતાવી દો તે લોકોને કે તમે કમજોર નથી."

આ બધું સાભળી અને રડી પડી સુગંધા. તેનું દુઃખ જાણે બાધ છોડીને વહેવા લાગ્યું. અને તેણે તેના મામા સસરાની દીકરીની વાત ગાઠ બાધી લીધી. આ તેના જીવનમાં એક સ્ત્રી કે જેણે તેને જીવવાનું બળ આપ્યું. તો સ્ત્રી સ્ત્રીની દુશ્મન કેવી રીતે?

હવે સુગંધાએ હાસ્ય લેખ લખવાનું ચાલુ કર્યું થોડી ઘણી પોતાના દુઃખથી આગળ વધી. ફેસબુક પર તેણી રસોઇના પેજ પર પણ મેમ્બર બની તેમાં પણ તે પેજના એડમીન કે જેને સુગંધા ઓળખતી પણ ન હતી. નિલમબેન બારોટ કે જેણે સુગંધાની રસોઈની કલાને તરાશી અને તેને દુનિયા સામે એક હોમશેફ, એ પણ હોશિયાર હોમશેફની ઓળખ અપાવી. અત્યારે સુગંધા ઘરે બેસીને ઓનલાઇન વાર્તા પ્રતિયોગિતા અને રસોઈ પ્રતિયોગિતામાં ભાગ લે છે.અને પોતાના દુઃખ તકલીફ અને માનસિક આઘાતમાથી બહાર આવી ને એક નવી ઓળખ સાથે જીવી રહી છે.

તો વાચકમિત્રો, જોયું ? સમાજમાં સ્ત્રીની દુશ્મન સ્ત્રી નથી પણ એવા સ્ત્રી પાત્રો છે જેમકે, સાસુ, નણંદ, દેરાણી, જેઠાણી, અને ઘણાં બધાં એવા સ્ત્રી પાત્રો જે કદાચ હવે ઘણાં ઘરોમાં સુધારો પણ જોવા મળે છે. પરંતુ સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે? ના નથી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational