Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Vrajlal Sapovadia

Abstract Children


3  

Vrajlal Sapovadia

Abstract Children


નાનડિયા - ભૌગોલિક વિવિધતાં અને કુદરતી સમૃદ્ધિ

નાનડિયા - ભૌગોલિક વિવિધતાં અને કુદરતી સમૃદ્ધિ

3 mins 48 3 mins 48

ગુજરાતનાં જૂનાગઢ જિલ્લામાં આવેલું મારું વતન નાનડિયા આમ તો આશરે 2500-3000 માણસોની વસ્તીનું ગામ. સંયુક્ત હિન્દુસ્તાન સમયે માણાવદર સ્ટેટ તાબાનું ચોવીસીમાંનું એક નાનકડું ગામ. સમયની સાથે રાજકીય સંદર્ભ બદલાતાં રહ્યાં પરંતુ ભૌગોલિક વિવિધતાં અને કુદરતી સમૃદ્ધિ એમની એમ રહી. જોકે, આધુનિકરણની અસર પર્યાવરણ ઉપર અને ઔદ્યોગિકરણની અસર પર્યાવરણ અને જનજીવન ઉપર વ્યાપક પડી. 

નાનડિયાની ત્રણ બાજું અલગ અલગ પ્રાકૃતિક સર્જન વિશ્વમાં પોતાનું સ્થાન જમાવી રહ્યાં છે. ગામની ઉત્તર પશ્ચિમે બરડાનો ડુંગર, દક્ષિણ પશ્ચિમે ઘેડ પ્રદેશ અને દક્ષિણે ગીરના જંગલો છેક પૂર્વમાં ગિરનારની પર્વતમાળામાં છૂપાયા છે. દરેક પ્રદેશની ભૌગોલિક અને સામાજિક સંરચનાઓ એકબીજાથી અલગ અને વિશિષ્ઠ છે. આ ભૌગોલિક વિવિધતાં અને કુદરતી સમૃદ્ધિની સમાજ રચના ઉપર ઊંડી અસર પડી છે. ત્રણે પ્રદેશનો ઈતિહાસ રોચક અને સમૃદ્ધ છે. 

બરડા ડુંગર હારમાળા માણાવદર તાલુકાની હદથી થોડે દૂર પોરબંદર જતાં શરુ થાય છે. નેસડાં, બીડ અને બેલાનાં પથ્થર એની વિશિષ્ટ ઓળખ છે. બરડા વિસ્તાર અને ડુંગર ઉપર લખાયેલ મારી રચના એનું પ્રતિબિંબ માત્ર છે. ચોટલીયા સાપમાર ગરુડનો કંઠ ભલભલાં સંગીતકારને ટક્કર આપે એવો છે. ક્યારેક નવરાશની પળે એનો ટહુકો જરૂરથી સાંભળજો ! 

ગોળ મથાળાં શિખરે આભ છે જેની પાઘ 

બરડે પથ્થર ભૂખરાં બેલા બહુ બિન ડાઘ,


કરોડરજ્જુ સમ બરડો ને આભપરા શીશ 

નેસડાં જીવતાં આપતાં વળી વેણું આશિષ,


જાંબુવંતી ગુફા ભોં ભૂતામ્બીલીકા અભિલેખ 

ધૂમલી મંહી નવલખો મહેલ જેવો આલેખ,


જામ ને રાણા બરડા જોગી જોડિયા ભાઈ 

કરમદા આમળા રાયણ જાંબુ નીપજે માઈ,


બિલેશ્વરી જોઘરી નદી નાનકી ઝરણે જાય 

ચોટલીયો સાપમાર ગરુડ મીઠાં ગીત ગાય,


વસે વળી મનખો ને નીલગાય ચિંકારા વરૂ

ડુંગરે ઝાઝાં ઝાડી ઝાંખરાં ચરુ મળે અવાવરું,


વસ્તી જ્યાં બહુ મેરની, નારી પાતળ પેટ 

ઘી પથ્થર વખાણમાં, ભોંય બરડો પેટ,


ગોળ મથાળાં શિખરે આભ છે જેની પાઘ 

ભમે વગડે ભેંસો ડાલામથ્થી જાણે વાઘ,


નાનડિયાથી 2-3 ગાઉ વડાળા, સીતાણા, ભીતાણા, બાલાગામ, ઈન્દ્રાણા વટાવો એટલે ઘેડ પ્રદેશ શરુ થાય. મારી ઘેડ ઉપરની રચના પ્રદેશની સમૃદ્ધિ અને વિશિષ્ટતાની ઝાંખી કરાવે છે. 


સોરઠની દક્ષિણે દરિયો પખાળતો ઘેડ 

કૃષ્ણ વર્યા માધવપુર રુક્મણિ કેરી કેડ 


ખમીદાણા ખીરસરા નવલખા સુજ ઘેડ 

મૈયારી વડાળા બગસરા બાલાગામ ઘેડ 


ભાદર છેલ મધુવંતી જ્યાં ઠાલવે નીર 

ઓઝત મેઘલ ને ઉબેણ વહે નદી ચીર 


કાલુન્દ્રી ને ઝાંજેસરી સમ સરિતા સમે 

ઉતર્યે ચોમાસે જ્યાં સલિલ ખેતરે રમે 


ગિરિમાળા ગિરનાર ઊતરી લાવે કાંપ 

મબલખ પાકે ધન ધાન વિના સંતાપ 


નાખો એટલું નીપજે કરીયે એટલી ખેડ 

નહીં નિંદવું કે ખોદવું ઘમ કે ગોરંભ ઘેડ 


બેટ બનતા ગામ ચોમાસે પાણી ભરપૂર 

ઉનાળે તરસ્યા સૂવે ને શિયાળે સૂકો ભૂર 


છેલ ફરે ને છેતરે વળી કાદવ ભાંગે કેડ 

વણ ચણા ને ગુંધરી ઘર ભરી દ્યે એ ઘેડ 


સોરઠની દક્ષિણે દરિયો પખાળતો ઘેડ 

ધોળું અંગરખું વીંટ્યો ને નાનો પાઘ છેડ.


ગીરથી તો કોણ અજાણ છે ? માણાવદર તાલુકાની હદ પૂરી થાય પછી કેશોદ અને માંગરોળ તાલુકા આવે છે. ચોરવાડના કુદરતી સૌંદર્યની વાત પછી ક્યારેક, પણ હજુ દક્ષિણમાં જતાં તાલાલા, કોડીનાર ને ઉત્તરે જૂનાગઢ વટાવી વિસાવદર, ભેંસાણ ગીરનાં વિસ્તારની બાઉન્ડરી બની રક્ષા કરે છે. એશિયામાં એક માત્ર કેસરિયા સિંહ ગીરનાં જંગલમાં છે તો અહીંની કેસર કેરી પોતાની કુદરતી સોડમ, મીઠાશ અને રૂપથી જગ વિસંખ્યાત છે. મારી ગીર ઉપરની રચના આ વિસ્તારની એક ઝલક આપે છે.


શેરીએ સાવજડાં જ્યાં ભગિની ભેળા રમે 

હીરણ, શેત્રુંજી, મછુન્દ્રી રૂપેણ ખુલ્લે ભમે 


સુરજ કહે તળિયે જઈ ભોમકાને મળીયે 

તેજ રોકે સાગસોટા ભલે અંધારે બળીયે 


ઝરખ, શિયાળ, નોળિયા, ચિત્તળ, સાબર

શાહુડી સસલાં ગીર વસે કોયલ ને કાબર 


સુરનર આવે સાસણ આરોગવા કેસર કેરી 

ગીર ગાય ગરમર સાકર શેલડી રણ ભેરી 


જાંબુ બોરડી વડલા આંબલી ઘનઘોર ઝૂમે 

નીલગીરી બાવળીયા ઉંચેરા છો આભ ચૂમે 


શેરીએ સાવજડાં જ્યાં ભગિની ભેળા રમે

ગીર નેસડે નમણા નરનાર અતિથિને નમે.


છેલ્લા 40-50 વર્ષમાં આસપાસની કુદરતી સંપત્તિને વ્યાપક નુકશાન થયું છે. જાગ્યા ત્યાંથી સવાર માની આ ધોવાણને અટકાવીશું નહીં તો આવતી પેઢી આપણને માફ નહીં કરે.


Rate this content
Log in

More gujarati story from Vrajlal Sapovadia

Similar gujarati story from Abstract