STORYMIRROR

Vrajlal Sapovadia

Children Stories Comedy Drama

3.9  

Vrajlal Sapovadia

Children Stories Comedy Drama

OTP એક નવો સામ્રાજ્યવાદ

OTP એક નવો સામ્રાજ્યવાદ

1 min
388


મોગલો ગયા ને અંગ્રેજો આવ્યાં. અંગ્રેજો ગયાં ને નવા સામ્રાજ્યવાદી કોર્પોરેટ આવ્યાં, કોમ્પ્યુટર આવ્યાં, મોબાઇલ આવ્યાં ને OTP આવ્યાં. સર્વત્ર OTP નું સામ્રાજ્ય. શાશન, કાયદો, કાનૂન, નિયમ, વહીવટ તો ઠીક રહેણીકરણી પણ OTP નિયંત્રિત કરે.


રસોઈ પહેલા OTP, જમવા બેસો ત્યારે OTP, અરે કોળિયો ગળો તેની પહેલાં પણ OTP આપવાનો. OTP મળ્યાં પછી પશાભાઈ જમવા તો બેઠાં, પણ પહેલે કોળિયો ગળવા ગયા પણ OTP ના આવ્યો, મોબાઇલ હેંગ થઈ ગયો. પશાભાઇની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઈ. દવાખાને લઇ ગયા, પણ દાક્તરે મોઢું ખોલવા તૈયારી કરી ને નર્સે કહે OTP આપો, ને મોબાઇલ ઠપ. પશાભાઈનો શ્વાસ બંધ. કૂતરાએ ભસવા OTP આપ્યો, ભસવાનું ચાલું કર્યું ને જમ આવી ગયા પશાભાઈને લેવા. પાડા ઉપરથી ઉતરી પશાભાઇને લઇ પાછા પાડા ઉપર બેસવા ગયાં ને પાડાએ માંગ્યો OTP, મોબાઇલ બોલ્યો સીમ કાર્ડની મુદત પૂરી થઈ ગઈ! જમ ના ઇધર કા ના ઉધરકા! પશાભાઇ ને હોસ્પિટલની જમાત જોતી જ રહી ગઈ.


પશાભાઈ નો દીકરો થોડો ખાઉધરો, મોકા ઉપર જ કુદરતનો કોલ આવ્યો ને ઉપડ્યો હાજતે, જેવો બેઠો એવો માંગ્યો OTP. મોબાઇલ હેંગ! બિચારો બેવડો વળી ગ્યો પણ OTP આગળ ક

ોનું ચાલે?

OTP કંઈ માણસ પૂરતું જ નહીં પણ એમાં પ્રકૃત્તિ પણ સામેલ કરવામાં આવી. સવાર પડે ને OTP આપ્યા બાદ જ સૂર્ય ઉગે. સાંજે તારાઓની અને ચંદ્ર પણ OTP પછી જ ઉગે. 2099 ની સાલ પૂરી થઇ ને 31 ડિસેમ્બરનાં દિવસે 2.1YK નડ્યો પૂરી બ્રહ્માંડની સિસ્ટમને. બધું જ ઠપ્પ! OTP આપે તો સૂરજ ઉગે ને! દિવસ દરમ્યાન અંધારું રહ્યું, માણસો, પશુ પંખી બધાં ઊંઘતા જ રહ્યાં ને રાત પડી ગઈ પણ ચાંદો મામો કે તારા આકાશમાં દેખાયા જ નહીં.

પ્રકાશ વગર ઝાડ ઝાંખા પડ્યા, OTP વગર ઝાડ ઉપર ફૂલ ફળ તો આવે જ કેમ? દરિયામાં પાણીની વરાળ ના થઈ, મોબાઇલ ટાવરની ગરમીથી થોડાં ઘણાં વાદળ બંધાયા પણ OTP વગર મેઘરાજા કહે હું ફરજ બજાવી શકું તેમ નથી. દુકાળ પડ્યો ને પશું પંખી મરવા પડ્યા. 


OTP વગર ભેંસ દૂધ ન આપે, ના બળદ હલે કે ચલે. ચોકીદાર ના બેંક કે કારખાનાનાં દરવાજા ખોલી શકે. કામદારો વગર મશીન સડી ગયા!  OTP વગર સરકારનો વહીવટ, ચુંટણી, સભાઓ, નેતાના વચનો બધું જ ગાયબ! થોડીક શાંતિ પણ દેખાઈ, લોકોની મુશ્કેલીઓ ઘટી પણ OTP વગર પ્રજા નિરાશ અને માનસિક રોગોનો શિકાર બની. સરકાર નવું બિલ લાવી પણ OTP વગર કાયદો કેમ બને? 


Rate this content
Log in