બજેટ અને અર્થશાસ્ત્રી
બજેટ અને અર્થશાસ્ત્રી
આજ લોકસભામાં બજેટ રજૂ કરવામાં આવશે. પહેલી ફેબ્રુઆરી એટલે અર્થશાસ્ત્રી નો દિવસ. બિલાડીના ટોપ કરતાં પણ વધું સંખ્યામાં નિષ્ણાતો ટી વી ઉપર, યુ ટ્યુબ પર, છાપાની કોલમમાં અનર્થ અટકાવવા ઉગી નીકળે. અર્થશાસ્ત્રી બે પ્રકારના હોય. એક પ્રકારના અર્થશાસ્ત્રી સરકાર ગમે તે કહે તેનો વિરોધ કરે (ખોદી અર્થશાસ્ત્રી) અને બીજાં પ્રકારના માત્ર વખાણ (ગોદી અર્થશાસ્ત્રી).
બજેટ રજૂ કરવામાં આવે તેની પહેલાં આ અર્થશાસ્ત્રી ભવિષ્ય ભાખવાની શરૂઆત કરી દયે. નાણામંત્રી કઈ ગાડીમાં આવ્યાં તેનાં ઉપર ખોદી નિષ્ણાત કહેશે
