STORYMIRROR

Vibhuti Desai

Abstract Drama Inspirational

3  

Vibhuti Desai

Abstract Drama Inspirational

નાજુક કલાઈ

નાજુક કલાઈ

1 min
173

  લગ્ન લેવાયા, દીકરી રીટાની નાજુક કલાઈ પર બંધાયું મીંઢળ. ઉછળતી કૂદતી ઝરણાં સમ દીકરી નદી જેવી ધીર ગંભીર બની. માવતરે ભારે હૈયે સાસરે વિદાય કરી. ખુશહાલ જિંદગી જીવી રહેલ રીટાને કોઈની નજર લાગી હોય તેમ બે જ વર્ષનાં લગ્ન જીવનમાં ભૂકંપ સર્જાયો, પતિની ઓચિંતી ચિરવિદાયથી.

રીટાના વૃધ્ધ સાસુ સસરા આઘાતને પચાવી પુત્રવધુ ને સાંત્વન આપતા. રીટાનાં માવતરને પણ રીટાની ચિંતા ન કરશો, એ હવે અમારી જવાબદારી છે એવું કહેતાં. સમય જતાં રીટાને પ્રેમથી સમજાવી પુનઃલગ્ન માટે તૈયાર કરી. આજે ફરીથી રીટાનાં હાથે મીંઢળ બંધાયું. પાનેતરમાં સજ્જ રીટાનું એના સાસુ સસરા એ જ કન્યાદાન કર્યું. મીંઢળ બાંધ્યા હાથને એનાં પતિનાં હાથમાં મૂકી પુનઃલગ્ન કરાવી રાજી થયા. રીટાને વિદાય કરી જવાબદારી નિભાવ્યાનો આનંદ પામ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Abstract