Vibhuti Desai

Others

3  

Vibhuti Desai

Others

ધર્મ અને સમાજ

ધર્મ અને સમાજ

1 min
328


જન્મ લેવો આપણાં હાથમાં નથી. આપણે જે કુળમાં જન્મ લઈએ એ કુળનો ધર્મ આપણો ધર્મ કહેવાય. બાળક જેમ મોટું થતું જાય એમ પોતાનો ધર્મ સમજતો થાય એટલે જ નાનપણથી જ બાળકને આપણો ધર્મ શું છે એનો ખ્યાલ આપવો જરૂરી. બાળક સમજતું થાય ત્યારથી જ સંસ્કાર સિંચન કરવું જોઈએ.

ધર્મનાં રક્ષણ કાજે પ્રાણ આપનાર વીરલાઓની વાતોથી માહિતગાર કરવા. આપણાં ધર્મમાં વડીલોને, ગુરુજીને, માવતરને આદરમાન આપતાં, બેન - દીકરીઓનું રક્ષણ કરવાની ફરજ, મહેમાનોનું સ્વાગત વગેરે બાબતો જણાવવી. આ બધાથી માહિતગાર આપણું સંતાન ધર્મ શું છે એ સમજશે, આચરણ કરશે જેને કારણે સમાજમાં શાંતિ જળવાશે.

જ્ઞાતિ મુજબ દરેકનાં અલગ ધર્મ તેમજ પાછાં કેટલાં બધાં સંપ્રદાય. ધર્મગુરુઓ અને સંપ્રદાયનાં વડાઓને પોતાની મોટાઈ જ સાબિત કરવી છે. કેટલાક ધર્મમાં સ્ત્રીનો પડછાયો પણ વર્જય. ધર્મમાં બંધનો પણ સ્ત્રીઓ માટે જ, જેનો આજની શિક્ષિત નારી વિરોધ કરે જ અને કરવો પણ જોઈએ જ.

પોતાનો જ ધર્મ ચઢિયાતો એ સાબિત કરવાની હોડ લાગી હોય ત્યાં યૌવનધન મુંજાય ત્યારે સમાજની ફરજ છે કે એમને સાચો માર્ગ બતાવે. સંતાનોને રામાયણ અને મહાભારત જેવા પૌરાણિક ગ્રંથો વંચાવવા જોઈએ.આપણો યુવાવર્ગ ધર્મને સમજશે તો જ સમાજ મજબૂત બનશે.


Rate this content
Log in