નારી કદી ના હારી
નારી કદી ના હારી


યાજ્ઞસેની દેસાઈના પિતા ભીમજી દેસાઈનો ગામમાં અખાડો ચાલે. કરાટેની તાલિમ પણ આપે. દીકરીને પણ કરાટે શીખવાડે પોતાની માતાનાં વિરોધને ગણકાર્યા વગર.
એક સાંજે યાજ્ઞસેની કોલેજથી આવતી હતી ત્યારે કેટલાક છેલબટાઉ યુવાનો રસ્તો રોકી કહેવા લાગ્યા, "મહાભારતમાં યાજ્ઞસેની પાંચ પતિની પત્ની અને તું પણ યાજ્ઞસેની, તો આવ અમારાં પાંચની થઈ જા." કહી એનો હાથ પકડી ખેંચવા લાગ્યા.
કરાટેનાં દાવપેચ જાણનાર યાજ્ઞસેનીએ પાંચેપાંચને ધૂળ ચાટતા કરી દીધા. પોલીસને ફોન કર્યો આવીને પકડી લીધા. પી.એસ.આઈ.સાહેબે યાજ્ઞસેનીની વીરતાને બિરદાવી.
કોલેજમાં એની વીરતા બદલ સન્માન કરવામાં આવ્યું ત્યારે યાજ્ઞસેનીએ કહ્યું," હું મહાભારતની યાજ્ઞસેની નથી હું તો છું આધુનિક યાજ્ઞસેની. મને મારાં પિતા પર ગૌરવ છે કે એમણે મને કરાટેનાં દાવપેચ શીખવેલા એટલે જ આજે હું મારું રક્ષણ કરી શકી. મહાભારતમાં કૃષ્ણે યાજ્ઞસેનીનાં ચીર પૂરેલાં પરંતુ આ જમાનામાં તો જાતે જ આપણું રક્ષણ કરતા શીખવું પડશે.