STORYMIRROR

Vibhuti Desai

Abstract Tragedy

4  

Vibhuti Desai

Abstract Tragedy

અરવલ્લીનો આર્તનાદ.

અરવલ્લીનો આર્તનાદ.

3 mins
0

. બચાવો બચાવો બચાવો...
 બ્રહ્માજીએ રચના કરેલી એ હું અરવલ્લીની ડુંગરાળ પર્વતોની પ્રકૃતિ છું. પર્વતોની હારમાળામાં હું અરવલ્લીની સુંદર કૃતિ છું હા, હું અરવલ્લી પર્વત. હિંદુ ધર્મમાં ગાયને માતા,નદીને માતા અને પર્વતને પિતા કહે છે એટલે જ તમે બધાં મારા સંતાનો આગળ હું મારાં બચાવની ટહેલ નાંખુ છું.
 "૧૦૦ મીટરથી વધુ ઊંચાઈને પર્વતમાં ગણવાનું નક્કી થયું.. મારી ઉંચાઈ કદાચ ઓછી હોય તો એમાં મારો શું વાંક...?? હું રણને આગળ વધતા રોકું છું.. રુપિયા કમાવવા માટે મારું ખનન અને હનન કરવામાં આવશે તો મારામાં રહેલા ખનીજ તત્વો અને કુદરતી સંપત્તિઓ ગુમાવશો.. અને સરવાળે અનેક જીવો અને સમગ્ર માનવજાતને મોટું નુક્સાન થશે.. માટે મારો આર્તનાદ સાભળો..
 મને બચાવો ...બચાવો...બચાવો.
 મારા વ્હાલા સંતાનો, પૃથ્વીનું સર્જન થયું ત્યારથી હું આમ અડીખમ ઊભો રહી આપ સૌનું રક્ષણ કરું છું એ તમારાથી ક્યાં અજાણ્યું છે! આજે મારા જ કેટલાક સંતાનો મને નેસ્તનાબૂદ કરવા તૈયાર છે ત્યારે મારા બીજા સંતાનો મને બચાવવા આગળ આવો. મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે મારા સંતાનો કે જે કર્મ અને પ્રભુને સમજે છે, ભ્રષ્ટાચારથી વિમુખ છે એ તો મને બચાવશે જ. બધા જ મારા સંતાનો,છતાં કેટલાક લોકોને કુમતિ સુજી છે!
   મારું નિકંદન કાઢવાના પ્રયત્ન થશે તો મારામાં વસતાં અનેક જીવો નાશ પામશે. મારામાંથી ફુટતા ,ઊછળતાં કૂદતાં ઝરણાં, મોજથી રહેતાં પંખીડા, વનસ્પતિ, વન્ય જીવો બધાનું જ નિકંદન!ભૂગોળમાં તો તમે મારા વિશે કેટલા બધું ભણ્યા છો ભૂલી ગયા?
    યાદ છે .., નાનપણમાં તમને બધાને ચિત્ર કામ ડ્રોઈંગ શિખવાડવા માં આવતું ત્યારે તમે બધા જ કુદરતી દ્રશ્ય માં મારું એટલે કે પહાડ નું દ્રશ્ય દોરતા . વૃક્ષો, પક્ષીઓ , ઝરણાં દોરતાં.. આવનારી પેઢીનો તો વિચાર કરો. કેટલાકને પૈસા વાળા થવું છે એમાં પ્રકૃતિનું નિકંદન! થોડાક લોકો પૈસા માટે મારું હનન અને ખનન કરવા તૈયાર થયા છે જેને કારણે અનેક અબોલ નિર્દોષ જીવો નાશ પામશે, લુપ્ત થઈ જશે અને માનવ સમુદાયને મોટું નુકસાન થશે. મને મારા અસ્તિત્વની ફિકર કરતાં મારામાં રહેલા અનેક જીવોની અને તમારા બધાની ચિંતા વધારે છે. મારું ખનન થવાથી સમગ્ર માનવજાતને નુકશાન થશે એનો વિચાર કર્યો છે ? આમ માનવી કુદરતની સામે પડ્યો છે પછી કુદરત તમને છોડશે? જરા તો માનવતા બતાવો. ભૂલી ગયા કોરોના કાળ? એટલે જ એકસાથે સૌ ભેગા મળીને જાગૃત થાવ. મા ભોમનાં શ્વાસ માટે આ ખનન અટકવું જ જોઈએ. આવનાર પેઢીનો વિચાર કરો..
   મને બચાવી લો, મને બચાવી લો .. મને નહીં બચાવો તો તમારું અસ્તિત્વ પણ જોખમાશે . આપ સૌને મારી આજીજી છે કે સંકલ્પ લો અરવલ્લી બચાવીને જ રહીશું. 'ઝાઝા હાથ રળીયામણાં' સૌ ભેગાં મળીને બુલંદ અવાજે રજુઆત કરો તો જ આ હનન , આ ખનન , આ નુકસાન અટકશે. પર્વત માળા રણ આગળ વધતું અટકાવે , વરસાદ ખેંચી લાવે. આજે મારું નિકંદન નહીં અટકાવશો તો કાલે નદીને પણ પૂરાણ કરીને સિમેન્ટ -કોંક્રીટનાં જંગલો બનાવાશે અને એટલા માટે જ હું તમને આજીજી કરું છું ..કે , મને બચાવી લો, બચાવી લો , બચાવી લો. " વિભૂતિ દેસાઈ, ઘાસવાલા. બીલીમોરા.


Rate this content
Log in

Similar gujarati story from Abstract