Ishita Raithatha

Action

4  

Ishita Raithatha

Action

મયુરીનું આશાકિરણ - ૭

મયુરીનું આશાકિરણ - ૭

2 mins
244


 (કૃણાલ ડૉક્ટરશેઠને ત્યાં પહોંચી જાય છે, તો નર્સ કહે છે કે સાહેબ બહાર ગયા છે.)

કૃણાલ: શું તમે કહી શકશો કે આજે જે ડેડબોડીનો પોર્સમોટમ રિપોર્ટ બનાવ્યો એ કોને બનાવ્યો ? અને ત્યારે ડૉક્ટર સાથે કોણ હતું ?

નર્સ: શું ? પોર્સમોટમ ? આજે કોય પોર્સમોટમ નથી થયું ?

કૃણાલ: શું ? આ રિપોર્ટ જોવો, અહીંનો જ છે.

નર્સ: હા, છે તો અહીંનોજ પરંતુ કંઈ ભૂલ છે.

 (આટલામાં ત્યાં ડૉક્ટરશેઠ આવી જાય છે )

ડૉક્ટરશેઠ: તમને હૉસ્પિટલની બધી ખબરના હોય, અને બધાને બધી વાત કરવાની જરૂર નથી. કામ કરો તમારું.

નર્સ: સોરી સર.

  (ડૉક્ટરશેઠ પોતાની ઓફિસ માં જાય છે, ત્યાં કૃણાલ તેને રોકે છે.)

ડૉક્ટરશેઠ: તમે પહેલાં અપોનમેંટ લેજો પછી વારો આવે ત્યારે અંદર આવજો.

  (કૃણાલ માનતો નથી અને અંદર જતો રહે છે.)

ડૉક્ટરશેઠ: હું સિક્યોરિટીને બોલાવીશ, તમને ધક્કા મારીને બહાર કઢાવીશ.

કૃણાલ: અને હું તને એક જ ધક્કામાં અંદર કરીશ.

ડૉક્ટરશેઠ: શું ?

કૃણાલ: હા, ખોટા રિપોર્ટ બનાવામાં અને ખૂન કરવા માટે.

ડૉક્ટરશેઠ: હું ખૂબ સારો ડૉક્ટર છું, મારા વિશે કંઈ ખોટી વાત ન કરવી.

કૃણાલ: ઠીક છે સર, તો આ લોહીનો ટેસ્ટ કરીને કહેશો કે આ લોહી આજે સવારે જે તમે પોર્સમોટમ કર્યું તે મયુરીનું છે કે નહિ ?

ડૉક્ટરશેઠ: હા, હું જોઈ આપુ છું.

        (થોડીવારમાં રિપોર્ટ આવી જાય છે.)

 ડૉક્ટરશેઠ: હા, આ મયુરીનું જ લોહી છે.

કૃણાલ: બહુ જલદી રિપોર્ટ આવી ગયો ?

      ( ત્યાં વચ્ચે કૃણાલને જયદીપસરનો ફોન આવે છે.)

કૃણાલ: હેલ્લો.

જયદીપસર: કૃણાલ, ફોરેન્સિક લેબમાંથી લોહીનો રિપોર્ટ આવી ગયો છે. એ મયુરીના લોહી સાથે મળતું નથી. અને અર.ટી.ઓ માંથી પણ લીસ્ટ આવી ગયું છે,પાર્કિંગમાં જેટલા વાહન હતા તેમાં ડૉક્ટરશેઠ અને આપણાં રાજકોટના મોટા ઉદ્યોગપતિ વિનોદભાઈની પણ ગાડી હતી.

કૃણાલ: શું ! ઓ ઠીક છે.

ડૉક્ટરશેઠ: હું થોડો બીઝી છું, તમે જઈ શકો છો.

કૃણાલ: હા, હું તો જાવ છું, પરંતુ તમે થોડો સમય જ બીઝી રહી શકશો. મારી નજર તમારા પર છે. હા, એક વાત પૂછવાની રહી ગઈ, તને ગઈ કાલે ક્રિસ્ટલ મોલ ગયા હતા ? 

    (આટલું સાંભળીને ડૉક્ટરશેઠને પરસેવો વળવા લાગે છે.)

ડૉક્ટરશેઠ: ના ના, હું તો અહીં જ હતો.

કૃણાલ: સર, એ.સી ચાલુ છે છતાં તમને પરસેવો વળે છે !

    (આટલું કહીને કૃણાલ જતો રહે છે.)

ક્રમશ:....


Rate this content
Log in

Similar gujarati story from Action