STORYMIRROR

Ishita Chintan Raithatha

Romance Tragedy

4  

Ishita Chintan Raithatha

Romance Tragedy

"વસંતની વેળાએ" ભાગ - ૨

"વસંતની વેળાએ" ભાગ - ૨

5 mins
359

          "વસંતની વેળાએ"

             ભાગ - ૨


        આલોકના હાથમાંથી પડેલો ફોન વસંત તરત ઉપાડી લે છે પરંતુ ત્યાં સુધીમાં ફોન કટ થઈ ગયો હોય છે. આલોકના ચહેરા ઉપર ચિંતા ચોખેચોખી દેખાતી હતી. વસંત આલોકને ઘરમાં અંદર લઈજાય છે અને હોલમાં સોફા ઉપર બેસાડીને આલોકને પાણી પીવડાવે છે.

વસંત:"મારા પરિવારની કોઈ ખબર પડી? પોલીસ ઓફિસરનો એટલા માટેજ ફોન હતો ને?"

આલોક:"તને કેવીરીતે ખબર પડી!"

વસંત:"હું તમને તમારાથી પણ વધારે ઓળખું છું."

આલોક:"હા, તારા પરિવાર વિશે ખબર પડી ગઈ છે અને એ લોકો આજે સાંજ સુધીમાં તને લેવા આવે છે."

વસંત:"તમે ચિંતા ન કરો હું મારા ઘરના લોકોને કહી દઇશ કે હું અહીં તમારી સાથેજ રહીશ."

આલોક:"ના હવે તું અહીં નહીં રહી શકે, તારે જવું પડશે."

વસંત:"મારે જવું પડશે! શા માટે? શું હમણાં તમે મને તમારા દિલની લાગણી દર્શાવી એ તમે ભૂલી ગયાં!"

આલોક:"હું કંઈ ભૂલ્યો નથી."

વસંત:"તો પછી મને જવાનું શા માટે કહો છો?"

આલોક:"મારી ભૂલ થઈ ગઈ કે મને તને કંઈ કહ્યું હતું, તું એ બધું ભૂલીજા અને તારું પેકિંગ કરીલે."

વસંત:"શું તમે ભૂલી શકશો?"

આલોક:"મારે હોસ્પિટલ પર કામ છે, જવું પડશે. તું તારું પેકિંગ કરીને જમી લેજે, મને આવતાં મોડું પણ થાય, તો."

વસંત:"તો શું હું મારા ઘરના આવે એની સાથે જતી રહું?"

આલોક:"હા, એ લોકોએ તારી ઘણી રાહ જોઈ છે હવે વધુ રાહ નો જોવડાવતી."

વસંત:"પરંતુ મને એ કોઈ યાદ નથી."

આલોક:"હું હોસ્પિટલ પર જતાં પહેલાં પોલીસ સ્ટેશન પર જઈને ચેક કરી લઈશ કે એ લોકો સાચે તારા ઘરના જ છેને?"

વસંત:(આલોકનો હાથ પકડીને પૂછે છે)"શું વાત છે? પ્લીઝ મને કહોને."

આલોક:(પોતાનો હાથ છોડાવીને જવા લાગે છે.)"અરે કહ્યુંને કંઈ નથી, તું તારા પરિવારની ઘણા સમયથી રાહ જોતી હતી અને લોકો આજે તને લેવા આવે છે તો તું તારે ખુશીખુશી જા એ લોકો સાથે."

વસંત:"તો શું તમે સાચે સાંજે ઘરે વહેલાં નહિં આવો?"

આલોક:"કોશિશ કરીશ."

વસંત:(દોડીને આલોકને પાછળથી ટાઈટ હગ કરીને કહે છે.)"હું તમને મૂકીને ક્યાંય નહીં જાવ."

આલોક:(વસંતને છોડાવે છે અને કહે છે.)"એ તારો પરિવાર છે, હું નહીં. એ લોકો સાથે જતી રહેજે, આપડે સારા મિત્રો રહેશું, મારી જ્યારે જરૂર પડે ત્યારે એકવાર મને યાદ કરજે, હું પહોંચી જઈશ."

         આલોક પોતાની વાત પૂરી કરીને હોસ્પિટલ જવા નીકળી જાય છે. વસંત ત્યાં ઊભીઊભી વિચરે છે કે આલોક શા માટે આવું વર્તન કરે છે. વસંતને શું કરવું તે સમજાતું નથી માટે વસંત સીમાદીદી ને ફોન કરે છેને બધી વાત કરે છે.

સીમા:"વસંત કંઈક તો ખાસ કારણ હશે, નહિંતર આલોક આવું વર્તન તારી સાથે તો નો જ કરે."

વસંત:"હું પણ એ સમજુ છું પરંતુ જ્યાં સુધી સાચી વાત ખબર નો પડે ત્યાં સુધી આપડે પણ ચિંતા થાયને કે થોડીવાર પહેલાં જીવનભર સાથે રહેવાની વાતો કરતાં હતાં અને હવે અચાનક જતી રહે એમ કહે છે અને સાંજે કદાચ આવશે પણ નહીં મને મળવા માટે."

સીમા:"તું ચિંતા ન કર હું વાત કરું છું."

વસંત:"દીદી હું મારા પરિવાર સાથે જતી રહીશ પરંતુ તમે લોકો જાન જોડીને મને લેવા તો આવશો ને?"

સીમા:"જરૂર આવશું, તું ચિંતા ન કર."

      સીમા ફોન કટ કરીને તરત આલોકને ફોન કરે છે. આલોક ત્યારે પોલીસ સ્ટેશનથી બહાર નીકળતો હતો માટે સમજી ગયો કે સીમા અને વસંતને વાત થઈ હશે માટેજ સીમાનો મને ફોન આવે છે. આલોક તરત સીમાનો ફોન કટ કરીને વસંતને અને સીમાને મેસેજ કરે છેકે,"મે ચેક કરી લીધું છે, જે લોકો આવે છે વસંતના ઘરના લોકોજ છે. સાંજે પાંચ વાગ્યે એ લોકો પોલીસની સાથે વસંતને તેડવા આવશે.

        વસંત અને સીમા બંને આલોકનો મેસેજ વાંચે છે. સીમા તરત લોનાવલા આવવા માટે નીકળી જાય છે અને વસંતને થાય છેકે આલોકને કદાચ સાચે મારી સાથે નહીં રહેવું હોય માટે વસંત પણ પોતાનું પેકિંગ કરવા લાગે છે. 

        આ બાજુ આલોક પણ હોસ્પિટલ નથી જતો, પહાડો ઉપર જઈને એકલો બેઠો હોય છે. આલોકની આંખોમાં પાણી હતાં અને હાથમાં ફોનમાં વસંતનો ફોટો હતો. આલોકની આજુબાજુમાં કોણ હતું? શું કરતાં હતાં? કેટલાં વાગ્યા? એ કોઈ વાતમાં આલોકનું ધ્યાન નહોતું. ધ્યાન હતું તો ફક્ત વસંતના ફોટામાં. આલોકનું ધ્યાન ત્યારે ભંગ થાય છે જ્યારે આલોકના ખભા ઉપર કોઈ આવીને હાથ રાખે છે.

આલોક:"સીમા! તું અહીં? ક્યારે આવી?"

સીમા:"હા હું. તું જ્યારે વસંતના ફોટા પોતાનાં ફોનમાં જોતો હતો ત્યારે આવી."

આલોક:"પણ તને કેવીરીતે ખબર કે હું અહીં છું."

સીમા:"હું તારી બહેન છું, તને તારાથી પણ વધારે ઓળખું છું."

આલોક:"હું શું કરું?"(આલોક, સીમાના ખોળામાં માથું રાખીને બોલે છે.)

સીમા:(આલોકના માથા ઉપર હાથ ફેરવતાં ફેરવતાં કહે છે.)"તારું દિલ શું કહે છે?"

આલોક:"હું વસંત વગર નહિં જીવી શકું."

સીમા:"તો શા માટે વસંતને જવા દે છે?"

આલોક:"કારણકે વસંતના પરિવારના લોકો વસંતને લેવા આવે છે."

સીમા:"એ વાત મને ખબર છે, હું એ સાંભળવા માંગું છું જે તારા દિલમાં ચાલે છે."

આલોક:"મારા દિલમાં તો ફ્કત વસંત જ છે. જ્યારે આંખો બંધ કરુંને ત્યારે ફક્ત વસંત જ દેખાઈ છે. વસંતની કાજલ કરેલી કાળી મોટીમોટી આંખો, વસંતના ભૂરાં કર્લી વાળ, વસંતની દૂધ જેવી રૂપાળી સ્કિન, ગુલાબની પાંખડી થી પણ વધારે ગુલાબી અને કોમળ એના હોઠ."

સીમા:"ઓહો! મારા ભાઈને આટલી બધી છોકરીઓ વિશે ખબર પડે છે?"

આલોક:(સીમાની વાત સાંભળતાંની સાથે ઉભો થઈ જાય છે.)"અરે ના ના, એવું કંઈ નથી."

સીમા:"તો શું છે? મમ્મી પપ્પાના ગયાં પછી એ મને વિશાલ સાથે લગ્ન કરીને જીવનમાં આગળ વધવા કહ્યું હતુંને ત્યારથી મારા જીવનમાં ખુશીઓ આવી ગઈ છે. હવે તું તારા જીવનની ખુશી ને શા માટે જવા દે છે?"

આલોક:"કારણકે એ મારી ખુશીઓ નથી, એ કોઈ બીજા ઘરની ખુશી છે."

સીમા:"તારી આ ઉખાણાં જેવી વાતો મને નથી સમજાતી, તું અત્યારે ફક્ત મારી સાથે ઘરે ચાલ, હમણાં વસંતના ઘરના લોકો વસંત ને લઈ જશે અને પછી ક્યારેય તને વસંત સાથે વાત કરવાનો મોકો નહિં મળે તો?"

આલોક:"મારાથી નહીં જોવાય કે વસંત ઘર છોડીને જતી રહે. શા માટે આજે સવારે મેં મારા દિલની વાત વસંત સામે કરી? મારે એ નહોતી કરવી જોઈએ."

સીમા:"તને યાદ છે મમ્મી હંમેશા કહેતી હતી કે જે થાય એ સારા માટેજ થાય છે. તે તારા દિલની વાત કરી એમાં કંઈ ખોટું નથી કર્યું અને વસંત પણ તને પ્રેમ કરે છે તો શા માટે અચકાય છે?"

આલોક:"તું નહીં સમજે યાર."

સીમા:"ઠીક છે મારે સમજવું પણ નથી, પરંતુ તને વસંત ની કસમ તું અત્યારે ઘરે ચાલ અને વસંત સાથે વાત કર. તમે બંને જણાએ સવારથી કંઈ ખાધું પણ નથી."

આલોક:"શું વસંત એ કંઈ જમ્યું નથી? તો એની દવા? દવા ખાવાની ચોર છે આ છોકરી."

સીમા:"આટલો બધો પ્રેમ કરે છે તો શા માટે દૂર ભાગે છે?"

આલોક:"ચાલ હું તને તારા ઘરે મૂકી જાવ, તું મારી ચિંતા ના કર. વિશાલ તારી રાહ જોતો હશે."

સીમા:"ના હું વિશાલ ને કહીને જ આવી છું કે હું બે, ચાર દિવસ પછી ઘરે આવીશ. તું અત્યારે આપડી ઘરે ચાલ, ત્યાં તારી કોઈ આતુરતાથી રાહ જોવે છે."

         સીમા જબરદસ્તી થી આલોકને ઘરે લઈને જાય છે. ઘરની બેલ વાગવાથી વસંત ખુશ થઈ જાય છેકે આલોક આવી ગયો. વસંત ખુશીની મારી દોડતી દોડતી દરવાજો ખોલે છે ત્યારે સામે આલોકને જોઈને ખુશીથી આલોકને ગળે મળવા જાય છે કે, આલોકની પાછળથી કોઈ વ્યક્તિ આવીને બોલે છે,"વસંત મને ખબર હતી કે તું મને જોઈને ઓળખી જઈશ, બધાએ મને કહ્યું કે બીજે લગ્ન કરી લે, પરંતુ હું ના પડતો હતો કે સગાઈ વસંત સાથે કરી અને લગ્ન બીજા સાથે કેવીરીતે કરું? મને વિશ્વાસ હતોકે તું એક દિવસ જરૂર મળીશ."

        એ વ્યક્તિની વાત સાંભળીને વસંત અને સીમા ના પગ નીચેથી જમીન ખસી ગઈ.


ક્રમશ:...


-ઈશિતા રાયઠઠ્ઠા.



Rate this content
Log in

Similar gujarati story from Romance