"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૭૮
"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૭૮
અહીં લખેલ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાનકાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક ધારાવાહિક વાર્તા છે.
તો વાચક મિત્રો આગળ જોઈએ કે શું આરતીના લગ્ન વિક્રમ સાથે થશે? કે પછી સચિન સાથે આરતીના મેરેજ થશે? શું સાચે વિક્રમ આહુજા એ કરણ અને અર્જુનને કીડનેપ કર્યા હશે? શું એકતા પોતાને અને આરતી અને ઘરના લોકોને બચાવશે? આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
અત્યાર સુધીની વાર્તા
વિક્રમ ત્યાં સોફા પર બેઠો બેઠો હસતો હતો અને એકતા દોડીને બધાના રૂમમાં જાય છે. વિક્રમ આરતીને પોતાની બાજુમા આવવા કહે છે પરંતુ આરતી નથી આવતી જેથી વિક્રમ ને ગુસ્સો આવે છે અને પોતે ઊભો થઈને આરતીને હાથ પકડીને જબરદસ્તી થી પોતાની બાજુમા બેસાડે છે અને આરતીના માથા પર હાથ ફેરવે છે. આરતીને જરાપણ ગમતું નથી માટે આરતી વિક્રમને જાપટ મારી ને ધક્કો મારીને દુર જવાની નાકામ કોશિશ કરે છે. વિક્રમનો ગુસ્સો તો વધતો જતો હતો, વિક્રમ કંઈ કરે તે પહેલાં એકતા ત્યાં આવે છે ને ખુબ ગુસ્સા સાથે પૂછે છે,
એકતા:"શું કર્યું તમે અમારા કુટુંબ ના લોકો સાથે, અને પૂજાએ તમારું શું બગાડ્યું હતું કે તમે પૂજાને પણ."
આરતી:"શું થયું?"
હવે આગળની વાર્તા
ભાગ - ૭૮
વિક્રમ:"મને પ્રેમથી પૂછીશ તો હું પણ જવાબ આપીશ આરતી."(આટલું કહીને વિક્રમ આરતી ના ગાલ પર હાથ ફેરવે છે.)
આરતી:(વિક્રમ નો હાથ આઘો કરીને વિક્રમને ધક્કો મારે છે.)"હવે મને અડવાની હિંમત પણ ના કરતો બાકી,"
વિક્રમ:"બાકી શું? હું તો ડરી ગયો, તને ખબર છે આરતી તારી આ બધી ખુંખાર સિંહણ જેવી વાતો મને બોવ ગમે, આજની તારીખ મારા માટે અનલકી છે માટે કાલે તારી સાથે લગ્ન કરીશ."
આરતી:"કાલ ની તારીખ પણ મારા ભાઈ અને મારો સચિન મળીને તારા માટે અનલકી કરી દેશે."
એકતા:"એકમિનિટ આરતી પહેલાં બધા ની સાથે શું કર્યું છે એ તો જાણવા દે."
આરતી:"સાચી વાત છે ભાભી."
એકતા:"શું કર્યું એ તો કે."
વિક્રમ:"મે બધાને જ્યુસ સાથે ઘેન ની દવા આપી દીધી હતી અને પૂજા ને થોડી ઓછી માત્રા માં ઘેન ની દવા આપી છે જેથી એના બાળક ને તકલીફ ના થાય."
આરતી:"આટલી ખરાબ હરકત તું જ કરી શકે."
વિક્રમ:"પરંતુ મે તો સર્વેન્ટ ને ફક્ત તનેજ બેભાન કરવાની ના પડી હતી, બાકી બધાને બેભાન કરવા કહ્યું હતું તો પછી આ એકતા કેવીરીતે બચી ગઈ?"
એકતા:"હું હજુ ઘરે આવી હતી, જેની કોઈને ખબર નહોતી માટે હું બચી ગઈ, પરંતુ પૂજાને કે તેના બાળક ને કંઈ થશે તો કરણ તને જીવતો નહીં છોડે."
વિક્રમ:(હસતાં હસતાં બોલે છે.)"કરણ ને તો હું છોડીશ ત્યારે એ છુંટશે ને અને ત્યાં સુધીમાં તો હું આરતીનો પતિ બની ગયો હોઈશ તો પછી કરણ પોતાની બહેન નાં પતિને થોડીને મારશે."
આટલું કહે છે ત્યાં વિક્રમના મોટા ભાઈ અને ભાભી વનરાજ ભાઈ અને વિધિ બહેન ત્યાં આવે છે વિક્રમ અને આરતીના લગ્નના કપડાં લઈને આવે છે વિક્રમ પોતાના ભાઈને મળીને ખુબ ખુશ થાય છે. વનરાજ ભાઈ ત્યાં સોફા પર બેસે છે અને વિધિ બહેન આરતી અને એકતાને મળે છે. વિક્રમના બોડી ગાર્ડ આવીને આરતીને અને એકતાને ત્યાં હોલમાં બાંધી દે છે.
આરતી અને એકતા બને ખૂબ કોશિશ કરે છે કે એ લોકો એને બાંધી ન શકે પરંતુ આરતી અને એકતા બને નિષ્ફળ થાય છે. રાત પડી જાય છે ધીરે ધીરે ઘરના બધા લોકોને હોશ આવે છે અને હોલમાં આવે છે, જેમ જેમ બધા હોલમાં આવે છે એમ વિક્રમના બોડી ગાર્ડ એ લોકોને બાંધી દે છે. પૂજાને બાંધવાની આરતી ના પડે છે, વિક્રમ ને વિનંતી કરે છે માટે વિક્રમ પૂજાને બાંધ્યા વગર ત્યાં બેસવા દે છે.
આરતી અને એકતા ઘરના લોકોને વધી વાત કરે છે, વિપુલ ભાઈ અને અનિલ ભાઈ તો વિક્રમ ને ઓળખતાં હતાં માટે ખૂબ ગુસ્સો કરતાં હતાં, પરંતુ વિક્રમ ને કોઈ ફેર પડતો નહોતો. જયા બહેન ની તબિયત બગડતી હતી માટે વિધિ બહેન એ જયા બહેન ને છોડી દીધા અને પૂજા અને જયા બહેન ને કંઇક ખાઈલેવા કહ્યું. પૂજા અને જયા બહેન માનતા નહોતાં પરંતુ વિધિ બહેન એ પૂજાને તેના બાળક માટે અને જયા બહેન ને એમની ઉંમર ના લીધે જમવા કહ્યું માટે પૂજા અને જયા બહેન માન્યા અને થોડું જમ્યા પછી વિધિ બહેન એ ધીરે ધીરે બધાને માનવીને જમાડ્યાં.
આમ સવાર થઈ ગઈ અને વિક્રમના પંડિતજી આવી ગયા. વિક્રમ વિધિ બહેન ને આરતી ને તૈયાર કરવા કહે છે. વિપુલ ભાઈ અને અનિલ ભાઈ વિક્રમ પર રાડો પડતાં હતાં, અનિલ ભાઈ ના છોકરાવ પણ થાકી ગયાં હતાં માટે વિધિ બહેન એ છોકરાવ ને છોડી દીધા અને એ લોકોને નાસ્તો કરાવ્યો.
વિક્રમ:"ભાભી તમે આ શું કરો છો?"
વિધિ બહેન:"બાળકોને નાસ્તો કરાવું છું, દેખાતું નથી? કે પછી દુશ્મની માં આંધળા થઈ ગયા છો તમે અને તમારા ભાઈ."
વનરાજ ભાઈ:(આવીને વિધિ બહેન ને થપ્પડ મારે છે.)"તારી આટલી હિમંત કે તું મારા ભાઈ સામે બોલે."
વિધિ બહેન:"બોલવાની જરૂર તો મારે પહેલાં હતી જ્યારે તમે પણ મારી સાથે જબરદસ્તી થી લગ્ન કર્યા હતાં."
આટલું કહીને વિધિ બહેન બાળકો અને આરતી ને લઈને અંદર રૂમમાં જાય છે. વિધિ બહેન ની વાત સાંભળીને ઘરના બધા લોકોને શોક લાગે છે કે વનરાજ ભાઈ એ પણ વિધિ બહેન સાથે જબરદસ્તી કરી હતી. પૂજા એકતા સામે ઈશારો કરે છે અને કહે છે હું અંદર જાવ છું તું અહીં સંભાળ જે. એકતા સમજી જાય છે અને એકતા વિક્રમ અને વનરાજ ને ગુસ્સો આપાવે છે જેથી એ લોકો એકતા સાથે વાત કરે અને પૂજા અંદર જઈ શકે.
એકતા:"તમે લોકો તો રાક્ષસ છો, મરદ બનો અને પ્રેમથી લગ્ન કરો."
વિક્રમ ભાઈ:(આવીને એકતાના વાળ પકડીને કહે છે.)"તારી હિંમત કેમથાઈ મને અને મારા ભાઈને આવું કહેવાની? ખબર છે ને તારો પતિ અને તારો જેઠ બંને મારી પાસે છે, શું તું ઇચ્છે છે કે એ લોકોને હું મારી નાખું?"
માયા બહેન:"ના ના એવું ન કરતાં, હું તમને હાથ જોડું છું."
એકતા:"મમ્મી જી, કોઈ જરૂર નથી આવા લોકો સામે હાથ જોડવાની."
વનરાજ:"લાગે છે તારા મોઢા પર પણ પટ્ટી મારવી પડશે."
એકતા:"હા એ બાકી હતું તમે લોકો મારાથી પણ ડરો છો એ વાત તો પાક્કી થઈ ગઈ."(વનરાજ કંઈ કરે તે પહેલાં પૂજા આવે)
પૂજા:"અરે તમે લોકો શાંતિ રાખો, અને આ પંડિતજી કંઇક કહે છે તે સાંભળો."
પંડિતજી:"અત્યારે એક કલાક પછી ની ચોઘડ્યું સારું છે બાકી આજના દિવસમાં પછી કોઈ સારું ચોઘડ્યું નથી માટે વિક્રમ જી તમે પણ રેડી થઈ જાવ."
વનરાજ ભાઈ:"વિક્રમ સારા ચોઘડ્યામાં લગ્ન થવા જરૂરી છે માટે જ તું આ લગ્નના કપડાં પહેરી લે."
પંડિતજી:"આ મારા આસિસ્ટન્ટ તમારી સાથે આવશે વિક્રમ જી, તમારે પહેલાં સુધ્ધ થવું પડશે અને પછીજ લગ્ન માટે તૈયાર થવું પડશે અને આ શહેરો પહેરીને આવજો, જો લગ્ન પહેલાં તમારું મોઢું તમારી પત્ની જોશે તો તમારું મૃત્યુ થઈ જશે તમારી કુંડલી માં લખ્યું છે."
વનરાજ ભાઈ:"એવું ન બોલો પંડિત જી, વિક્રમ તું પંડિત જી કહે એમજ કરજે અને જલ્દી આવજે."
તો વાચક મિત્રો શું લાગે છે શું આરતી અને વિક્રમના લગ્ન થશે? શું પૂજા અને એકતા લગ્ન રોકવી શકશે? શું વિધિ બહેન સાચે આરતી ની પરિસ્થિતિ સમજે છે?" આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
ક્રમશ:....
-ઈશિતા રાયઠઠ્ઠા.
