STORYMIRROR

Ishita Chintan Raithatha

Romance Tragedy

4  

Ishita Chintan Raithatha

Romance Tragedy

"વસંતની વેળાએ" ભાગ - ૪

"વસંતની વેળાએ" ભાગ - ૪

5 mins
290

          "વસંતની વેળાએ"

             ભાગ - ૪


સીમા:"તમે! અહીં?"

માણેક:"હા હું, કેમ તમે કોઈ બીજાની રાહ જોતાં હતાં?"

સીમા:"ના એવી વાત નથી, તમે હોલમાં બેસો, હું થોડીવારમાં વસંતને લઈને આવું છું."

માણેક:"મોડું થાય છે, ઘરે બધાં રાહ જોતાં હશે માટે હું તમારી મદદ કરવાં લાગુ જેથી વાર નો લાગે. કારણકે આજે તો ઘરે જઈશ તો વસંતની વેળાએ."(માણેક વસંતનો હાથ પકડીને કહે છે.)

સીમા:"વસંતની વેળાએ?"

માણેક:"હા એટલેકે વસંતની સાથેજ જઈશ. આખા ગામના લોકો એ આશા સાથે બેઠા છેકે એમના સરપંચની દીકરી આવીને ફરીથી ગામમાં ખુશીઓ લાવશે."

વસંત:(પોતાનો હાથ માણેક ના હાથમાંથી છોડાવીને કહે છે.)"હું કેવીરીતે સાંભળીશ આખા ગામને?"

માણેક:"તું ચિંતા શા માટે કરે છે? હું છું ને તારો જીવન સાથી, હંમેશા તારી સાથેજ છું."

વસંત:"પરંતુ મને કંઈ યાદ નથી આવતું."

માણેક:(વસંતના માથા ઉપર હાથ ફેરવીને કહે છે.)"તું મારી સાથે આપડા ગામે તો ચાલ તને બધું યાદ આવી જશે."

વસંત:"સાંભળ માણેક, મને થોડો સમય જોઈએ છે."

માણેક:"સમય! છે ને આપડી પાસે હજી પંદર દિવસનો સમય છે, ત્યાં સુધીમાં તો તને ગામના છોકરાઓ જ બધું યાદ કરાવી દેશે."

વસંત:"શું આજે મારે આવવું જરૂરી છે?"

માણેક:"હું આજે પંચાયત માં તારા બાપુજીના ફોટા ઉપર હાથ રાખીને કસમ ખાઈને આવ્યો છું કે હું વસંતની સાથેજ આવીશ. આખું ગામ તારા સ્વાગત ની તૈયારી માં લાગી ગયું છે."

વસંત:"આ બધું થોડું જલ્દી નથી થઈ રહ્યું?"

માણેક:"જલ્દી? તને તો હજી પણ વહેલાં લગ્ન કરવા હતાં, આ તો ગોરબાપા એ શ્રેષ્ઠ મુહૂર્ત આ કીધું માટે તારા બાપુએ આ તારીખ રાખી હતી."

સીમા:"શું વસંતને કંઈ યાદ નથી અને વસંત તારી સાથે કમ્ફર્ટેબલ નથી તો પણ આ મુહૂર્ત માં લગ્ન કરવા જરૂરી છે?"

માણેક:"હા જરૂરી છે."

સીમા:"આ કેવી જીદ છે?"

માણેક:"આ જીદ નથી, જો આવતાં પંદર દિવસમાં અમારા બંનેના લગ્ન નહીં થાય તો પછી અમારા લગ્ન થવાં અશક્ય છે."

સીમા:"શું અર્થ વગરની વાતો કરે છે!"

માણેક:"અર્થ વગરની વાતો નથી, ગોરબાપાએ અમારા બંનેની કુંડળી જોઈને કહ્યું હતું."

સીમા:"આ તો ખોટી વાત છે, એવી તે કઈ રીતે કોઈના ભવિષ્યની આટલી ખબર પડી શકે?"

માણેક:"તો તમે ચાલો સાથે, આખા ગામને તમે સમજાવી દેજો, બધાની આશાને તમે પૂરી કરી દેજો."

વસંત:"તું હોલમાં જા હું આવું છું."

        માણેક વસંતની વાત માનીને હોલમાં જાય છે. વસંત અને સીમા પણ ચુપચાપ પેકિંગ કરવા લાગે છે. આ બાજુ આલોક બગીચામાં હિંડોળા ઉપર બેઠોબેઠો વસંત અને પોતે સાથે વિતાવેલા સમયને આંખો બંધ કરીને વાગોળતો હતો એટલામાં પાછળથી માણેકનો અવાજ આવે છે અને આલોકનું ધ્યાન ભંગ થઈ છે.

માણેક:"ડોક્ટર સાહેબ અમે નીકળીએ તમે અમારા લગ્નમાં જરૂર આવજો."

આલોક:(પાછળ ફરીને જોવે છે.)"વસંત તૈયાર છે?"

માણેક:"હા હમણાં આવેજ છે."

આલોક:"ઠીક છે."

માણેક:"તમારી આટલા સમય ની ફી શું છે એ જો તમે કહી દો તો હું આપતો જાવ. મારી વસંતને તમે ઠીક કરી એ બદલ તમે જે પણ કંઈ માંગશો એ ઓછું જ છે."

આલોક:"મારી ફી!"

વસંત:(એટલામાં વસંત પાછળથી આવે છે.)"હું તૈયાર છું જવા માટે."

માણેક:(વસંતનો હાથ પકડીને કહે છે.)"અરે વસંત તુજ સમજાવ આ આલોકને કે એમની જે પણ કંઈ ફી થઈ હોય તે લઈલે."

વસંત:"હા આલોક કહી દે શું ફી આપવાની છે?"

આલોક:"તું પણ મારી ફી પૂછે છે? હું જે પણ માંગીશ એ આપી શકીશ માણેક?"

માણેક:"હા હા એકવાર કહીને તો જોવો, જો અત્યારે મારી પાસે એટલા રૂપિયા હાજર માં નહીં હોય તો હું તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી આપીશ. ફક્ત વસંતને છોડીને જે પણ કંઈ માંગવું હોય તે માંગજો."(આટલું કહીને માણેક હસવા લાગે છે અને આલોક અને વસંત એકબીજાની સામે જોવા લાગે છે.)

માણેક:"અરે હું મજાક કરું છું."

સીમા:"શું મજાકને હકીકતમાં ફેરવી નો શકાય?"

આલોક:"દીદી!"

માણેક:"ચાલો વસંત આપડે નીકળીએ."

          વસંત માણેકની પાછળ પાછળ ચાલવા લાગે છે ત્યારે માણેક કારમાં બેસી જાય છે જ્યારે વસંત ત્યાં ઊભી હતી કે માણેક વસંત માટે કારનો દરવાજો ખોલશે પરંતુ એવું ન બન્યું. એટલામાં આલોક આવીને વસંત માટે કારનો દરવાજો ખોલવા જતો હતો કે વસંતે આલોકને હાથ પકડી લીધો.

વસંત:"ડોક્ટર સાહેબ તમે મારા ઉપર ઘણા ઉપકાર કર્યા છે, હવે મારા માટે વધારે કરવાની જરૂર નથી."

આલોક:(વસંતની આંખોમાં જોઈને કહે છે.)"તો પછી મારો હાથ શા માટે પકડ્યો છે?"

વસંત:"જીવનભર પકડવો હતો પરંતુ સંજોગો ને કારણે અત્યારે મારા માટે તમે દરવાજો ના ખોલો એટલે હાથ પકડ્યો છે."

આલોક:"તું મને ક્યારથી તમે કહેવા લાગી? અને એવુંજ છે તો પછી હજુ સુધી શા માટે હાથ પકડી રાખ્યો છે?"

        આલોકની વાત સાંભળીને વસંત તરત આલોકનો હાથ છોડી દે છે. આલોક આંખમાં પાણી સાથે વસંત માટે દરવાજો ખોલે છે અને વસંત પણ આંખોમાં પાણી સાથે કારમાં બેસી જાય છે. સીમાને આશા હતીકે વસંત રોકાઈ જશે અને આલોક પણ વસંતને રોકી લેશે પરંતુ એવું ન બન્યું અને વસંત કારમાં બેઠકે તરત માણેકે કાર ચલાવવાનું શરૂ કરી દીધું. વસંત કારના સાઈડ મીરર માંથી આલોકને જ જોતી હતી, આલોક પણ દેખાય ત્યાં સુધી વસંતને જોયા કરતો હતો.

પોલીસ ઓફિસર:(આલોકના શોલ્ડર પર હાથ રાખીને કહે છે.)"આલોક હવે હું પણ નીકળું?"

આલોક:(પિતાની આંખોમાં ના આંસુ સાફ કરીને પાછળ ફરે છે.)"હા હા સર જરૂર તમે નીકળો. તમારી ખૂબખૂબ આભાર કે તમારી મહેનત ના કારણે વસંતને એની સાચી ઓળખાણ મળી ગઈ."

સીમા:"હા પરંતુ પ્રેમ તો અધૂરો રહી ગયો ને."

પોલીસ ઓફિસર:"શું કીધું તમે?"

આલોક:"અરે કંઈ નહીં સર, તમતમારે આરામથી નીકળો."

પોલીસ ઓફિસર:"ઠીક છે આલોક, ક્યારેય પણ મારી જરૂર હોય તો મને બિન્દાસ યાદ કરજે."

આલોક:"જરૂર સર."

સીમા:"અરે આલોક આ એક બેગ માણેક અંદર ભૂલી ગયો છે."

પોલીસ ઓફિસર:"અરે ના ના આ તો મારી બેગ છે."

         પોલીસ ઓફિસર સીમાના હાથમાંથી બેગ લેવા ગયા કે બેગ સીમાના હાથમાંથી પડી જાય છેને ખુલી જાય છે. ખૂલેલી બેગ જોઈને સીમા અને આલોકની આંખો ચાર થઈ જાય છે. બેગ આખી રૂપિયાથી ભરેલી હતી. પોલીસ ઓફિસર ઉતાવળમાં તરત બેગમાં જેમતેમ રૂપિયા નાખીને બેગ બંધ કરી દે છેને જલ્દી જલ્દી પોતાની કારમાં બેસીને નીકળી જાય છે.

આલોક:"આ બેગ તો માણેક આવ્યો ત્યારે માણેક ના હાથમાં હતીને?"

સીમા:"તો પછી સર એ આ બેગ પોતાની છે એવું શા માટે કહ્યું?"

આલોક:"શું માણેક પાસેથી પોલીસ ઓફિસરે રૂપિયા લીધા હશે?"

સીમા:"આપડે વસંતને મોકલીને કંઈ ભૂલતો નથી કરીને?"

આલોક:"પેપર તો બધા બરાબર હતાં અને મેં માણેક ના ગામના પોલીસ સ્ટેશન માં પણ તપાસ કરી હતી તો ત્યાંથી પણ વસંતની વધી વાત સાચી જાણવા મળી હતી. અને ત્યારેજ મને ખબર પડીકે વસંત અને માણેકની સગાઈ થઈ ગઈ હતી માટેજ હું વસંતને રોકતો નહોતો, કારણકે વસંત તો માણેકની હતી મારી નહીં."

સીમા:"હા પરંતુ એ ભૂતકાળની વાત હતી, વર્તમાનની પરિસ્થિતિ અલગ છે."

આલોક:"એ જે હોય દીદી, મારા અને વસંતના લેખ સાથે લખાયેલા નથી. હું એટલુંજ ઈચ્છું છું કે વસંત ખુશ રહે."

સીમા:"વસંતની ખુશી તારી સાથેજ છે, હજી પણ સમય છે વસંતની વેળાએ જતો રહે, જા મારા ભાઈ જા."

આલોક:"પછી જ્યારે વસંતની યાદ શક્તિ પાછી આવી જશે અને વસંતને માણેકને છોડવાનો અફસોસ થશે ત્યારે શું કરશું? અત્યારે ફક્ત એ વિચારવાનું છે કે માણેકે પોલીસ ઓફિસરને આટલા બધા રૂપિયા શા માટે આપ્યા?"


ક્રમશ:..  

-ઈશિતા રાયઠઠ્ઠા.


Rate this content
Log in

Similar gujarati story from Romance