"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૮૦
"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૮૦
અહીં લખેલ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાનકાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક ધારાવાહિક વાર્તા છે.
તો વાચક મિત્રો આગળ જોઈએ કે વનરાજ ભાઈને ચક્કર શા માટે આવી ગયા હશે? આરતીએ પોતાના ભાઈઓ માટે પોતાની જીવનભર ની ખુશી નું બલિદાન આપ્યું તો શું હવે આરતી ખુશ રહી શકશે? શું જ્યારે કરણ અને અર્જુનને ખબર પડશે તો તે લોકો આરતીને દુઃખી થવા દેશે?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
અત્યાર સુધીની વાર્તા
વિક્રમ અને આરતી બંને બધાની હાજરી માં અને વકીલ ની હાજરીમાં તે મેરેજ રજીસ્ટર પર સહી કરે છે. આ બધું હજુ પણ પ્રેમ અને પ્રિયા બંને વિડ્યો ઉતારતા હતાં. વિક્રમ અને આરતી બંને સહી કરે છે અને વિક્રમ આરતીને ટાઇટ હગ કરે છે,વનરાજ ભાઈ પણ વિક્રમ ના શોલ્ડર પર હાથ રાખે છે અને વિક્રમ નો શહેરો બાંધેલો હતો તે ઉતારે છે જે જોઈને વનરાજ ભાઈને ચક્કર આવી જાય છે. પ્રિય અને પ્રેમ વિક્રમ અને આરતીનો ચહેરો સાથે દેખાઈ એ રીતે વિડ્યો અને ફોટો લે છે પછી વિડ્યો બંધ કરે છે અને છેલ્લો ફોટો પણ મેરેજ રજીસ્ટર નો લઈને ફોન બંધ કરે છે.
હવે આગળની વાર્તા
ભાગ - ૮૦
બધા કંઈ સમજે તે પહેલાં ઘરના દરવાજા ખુલી છે અને કરણ અને અર્જુન અંદર આવે છે અને સાથે સાથે પોલીસ પણ આવે છે. બધાનું ધ્યાન દુલ્હા પર જાય છે તો તે વિક્રમ નહોતો, પરંતુ સચિન હતો. સચિન, કરણ અને અર્જુનને જોઈને બધાના ચહેરા પર ઘણા પ્રશ્નો થાય છે પરંતુ એનાથી પણ વધુ ખુશી હતીકે આરતીના લગ્ન સચિન સાથે થયાં અને કરણ અને અર્જુન ઘરે આવી ગયા.
પૂજા ઘરમાં બધા લોકોને છોડે છે અને પછી અર્જુનને ઈશારો કરે છે તો અર્જુન અંદર જઈને વિક્રમને લઈને આવે છે, વિક્રમ પણ બેભાન હતો માટે પોલીસ પહેલાં બંનેને પાણી છાંટી ને હોશમાં લાવે છે પછી વનરાજ ભાઈ અને વિક્રમ બંનેને પકડે છે. વનરાજ ભાઈ અને વિક્રમ ખૂબ ગુસ્સામાં હતાં.
વિક્રમ:"કરણ તારી આટલી હિમંત કે તે મને અને મારા ભાઈને પોલીસને પકડવ્યા."
કરણ:"હિંમત તો તે હજુ અમારા આખા પરિવારની જોઈ નથી."
વિક્રમ:"લગ્ન તો આરતી સાથે હું જ કરીશ, આ લગ્ન તો કોઈને ખબર નથી માટે માન્ય નહીં રહે."
અર્જુન:"આ લગ્ન તો આખી દુનિયા એ લાઈવ જોયા છે, પ્રિયા અને પ્રેમ ના લીધે એ લોકો વિડ્યો ઉતરતા હતાં તે લાઈવ હતો અને હવે આ મિડ્યા વાળા તારો આ ફ્રોડ બધાને દેખાડશે જેથી તારી કંપની ના શેર તો ઓછાં જ થઈ જવાના અને તું પણ કંગાળ થઈ જઈશ."
વિક્રમ :"વિક્રમ ને આજ સુધી કોઈ હરાવી નથી શક્યું તો તમે જોષી શું ચીજ છે."
કરણ:"હજુ પણ તને સમજાતું નથી કે તું તારાને તારા પ્લાન માં ફસાઈ ગયો?"
વિક્રમ:"શું હું ફસાઈ ગયો!"
કરણ:"હા, તને થયું કે મને અને અર્જુનને પકડી લઈશ તો તું અમારા પરિવાર સાથે મન થાય તે કરીશ, પરંતુ તું ખોટો હતો કારણકે અમારા ઘરની સ્ત્રીઓ પણ ખૂબ ચતુર અને હોંશિયાર છે."
વિક્રમ:"મેં બધાને બેભાન કરી દીધા હતા અને એકતા એ પણ બાંધી દીધી હતી."
સચિન:"હા પણ તે જ્યારે ભાભીને બાંધ્યા તે પહેલાં ભાભીએ મને ફોન કર્યો હતો અને મે તારી અને ભાભીની વાત સાંભળી લીધી હતી, અને પછી ભાભીનો ફોન બંધ થઈ ગયો માટે હું તરત મુંબઈ ની પહેલી ફ્લાઇટ લઈને આવી ગયો અહીં આવ્યો તે પહેલાં જ મેં મારા અંકલ પોલીસ છે એમને કહીને કરણ ભાઈ અને અર્જુન ભાઈ ક્યાં છે તે શોધવા કહી દીધું હતું."
એકતા:"અમારા જીવમાં જીવ ત્યારે આવ્યો જ્યારે પૂજાએ તમને બારીની બહાર જોયા અને મને ઇશારાથી વિક્રમ ને વાતોમાં ગૂંચવી રાખવા કહ્યું જેથી પૂજા અંદર જઈને પાછળના દરવાજાથી સચિન કુમારને અંદર લઇ આવી શકે."
પૂજા:"હા પછી તો તારા પંડિતજી એ કામ સહેલું કરી દીધું."
પંડિતજી:"હું હંમેશા વિક્રમની સાથે હતો અને વિક્રમની સાથેજ રહીશ, તો મે શું તમારું કામ સહેલું કર્યું?"
પૂજા:"તમે જ તો વિક્રમને શહેરો પહેરવા કહ્યું હતું અને લગ્ન થાય પછીજ પોતાનો ચહેરો દેખાડવા કહ્યું હતું તો અમે એ વાતનો ફાયદો લીધો."
પંડિતજી:"એટલે? અને મારો આસિસ્ટન્ટ ક્યાં?"
પૂજા:"તમારો આસિસ્ટન્ટ તો બિચારો હજુ બેભાન છે અને અમે વિક્રમને પણ બેભાન કરી દિધો અને એની જગ્યાએ સચિન દુલ્હો બનીને આવી ગયો."
વિપુલ ભાઈ:"પરંતુ બેટા અમને તો જાણ કરાઈ."
પૂજા:"જો તમને લોકોને કહેત તો આ વનરાજ ભાઈને ખબર પડી જાત અને માટે એમની સામે લગ્ન થવા પણ જરૂરી હતાં જેથી તમારા બંને દીકરા પણ સાજે સારા પાછા આવી જાય."
સચિન:"હા, પરંતુ મેં લગ્ન પહેલાં જ વિક્રમના ફોન પર જે એનું આય લોક હતું તે વિક્રમની આંખોથી ખોલીને એના માણસોને મેસેજ કરીને કરણ ભાઈ અને અર્જુન ભાઈને અહીં લઈ આવવા કહ્યું હતું."
કરણ:"અમે અહીં આવ્યા ત્યારે બહાર પોલીસ હતી જેને અમને જાણ કરિકે લગ્ન સચિન અને આરતીના થાય છે પરંતુ તમે લોકો હમણાં અંદર ના જતાં બાકી વનરાજ અને વિક્રમ ને પકડી નહીં શકીએ."
એકતા:"જ્યારે મને થયુકે અર્જુન અંદર આવ્યા વગર નહીં રહે તો મે પૂજાને ઈશારો કર્યો કારણકે પૂજા બંધાયેલી નહોતી માટે પૂજાએ ત્યાં જઈને કરણ અને અર્જુન બંનેને ઈશારો કરીને રોકી રાખ્યા."
વિપુલ ભાઈ:"પરંતુ બેટા આરતીને તો જાણ કરી દીધી હોત તો એ બિચારી તો પોતાના લગ્ન માણી શકત."
આરતી:"પપ્પા લગ્ન સમયે હું જ્યારે મોઢું ફેરવીને બેઠી હતી ત્યારે બધાને થયું કે વિક્રમે મને સીધી કરી અને મારો હાથ પકડીને મને બેસાડી મારા કાન માં કંઇક કહ્યું જેનાથી હું ડરીને બેસી ગઈ, પરંતુ એ સચિન હતો એ મને પણ એનો અવાજ સાંભળીને ખબર પડી."
પૂજા:"માટે તો બેસ્ટી લગ્ન માટે શાંતિથી સીધી બેસી ગઈ હતી ."
એકતા:"સવથી મોટું કામ તો આપડા પરિવારના લાડકા પ્રેમ અને પ્રિયા એ કર્યું, આ લગ્ન તો વિડ્યો અને ફોટા લઈને."
કરણ:"પોલીસ ઓફિસર આ લો આ ફાઇલોમાં વિક્રમે બિઝનેસ માંજે ગોટાળા કર્યા છે તેની બધી વિગત છે."
પોલીસ ઓફિસર:"થેંક્યું મિસ્ટર કરણ, તમે ચિંતા ના કરતાં વનરાજ અને વિક્રમ ને ખુબ આકરી સજા અપાવશું."
પોલીસ ઓફિસર વિક્રમ અને વનરાજ ને લઈને જાય છે પછી વિધિ બહેન પણ બધાની માફી માંગીને ત્યાંથી નીકળે છે. હવે બધા શાંતિથી હોલમાં સોફા પર બેસે છે. બધાના ચહેરા પર ખુશી હતી. આરતી પણ ખુશ હતી.
સચિન:"તો હવે આરતી તું મારી સાથે આવીશ કે આમ અચાનક લગ્ન થાય તો તું હજુ રેડી નથી? જો તને ટાઇમ જોતો હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી."
જયા બહેન:"પરંતુ મને પ્રોબ્લેમ છે."
માયા બહેન:"મમ્મી જી, શું પ્રોબ્લેમ છે?"
તો વાચક મિત્રો શું લાગે છે શું જયા બહેન સચિન અને આરતી ના લગ્નને સ્વીકારશે નહીં? શું આરતી ને સચિન સાથે જવા નહીં દે? શું સચિન એકલો જ ઘરે પાછો જશે? આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
ક્રમશ:....
-ઈશિતા રાયઠઠ્ઠા.
