"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૮૧
"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૮૧
અહીં લખેલ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાનકાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક ધારાવાહિક વાર્તા છે.
તો વાચક મિત્રો આગળ જોઈએ કે શું જયા બહેન સચિન અને આરતી ના લગ્નને સ્વીકારશે નહીં? શું આરતી ને સચિન સાથે જવા નહીં દે? શું સચિન એકલો જ ઘરે પાછો જશે? આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
અત્યાર સુધીની વાર્તા
પોલીસ ઓફિસર વિક્રમ અને વનરાજ ને લઈને જાય છે પછી વિધિ બહેન પણ બધાની માફી માંગીને ત્યાંથી નીકળે છે. હવે બધા શાંતિથી હોલમાં સોફા પર બેસે છે. બધાના ચહેરા પર ખુશી હતી. આરતી પણ ખુશ હતી.
સચિન:"તો હવે આરતી તું મારી સાથે આવીશ કે આમ અચાનક લગ્ન થાય તો તું હજુ રેડી નથી? જો તને ટાઇમ જોતો હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી."
જયા બહેન:"પરંતુ મને પ્રોબ્લેમ છે."
માયા બહેન:"મમ્મી જી, શું પ્રોબ્લેમ છે?"
હવે આગળની વાર્તા
ભાગ - ૮૧
જયા બહેન:"અરે બધા આમ શું મારી સામે જોવો છો? લગ્ન પછી તો દીકરી ની વિદાય તો કરવાની જ હોય ને, એમાં કંઈ તૈયારી ના હોય તો કંઈ વાંધો નહીં, મારું કહેવાનું એમ છે."
માયા બહેન:"શું મામ્મીજી, તમે પણ અમને બધાને ડરાવી દીધા."
સચિન:"તો તો આરતી રેડી થઈ જા દિલ્હી આવવા માટે."
આરતી:"પણ દાદી આટલું જલ્દી?"
જયા બહેન:"જો તને જવું હોય તો આજે જવાનું બાકી ક્યારેય નહીં."
સચિન:(આવીને જયા બહેન ને હગ કરે છે.)"વાહ દાદીમાં વાહ, હવે તું શું કરીશ આરતી?"
આરતી:"ઠીક છે આવું છું પણ હા થોડીવાર લાગશે."
સચિન:"આરામથી પેકિંગ કરીલે, આપડી ફ્લાઇટ સાંજની છે."
વિપુલ ભાઈ:"સારું સચિન કુમાર તો અમને તમારી સેવા કરવાનો મોકો મળશે."
સચિન:"અરે અંકલ સેવા, એવું બધું ના બોલો."
વિપુલ ભાઈ:"બેટા તમે અમારા જમાઈ છો, મને પપ્પા કહેશો તો વધુ ગમશે."
સચિન:"ઠીક છે હું ટ્રાય કરીશ."
બધા ખુશી ખુશી જમે છે અને સાંજે સચિન અને આરતીને મૂકવા કરણ અને અર્જુન બંને એરપોર્ટ જાય છે. રાત્રે સચિન અને આરતી સચિનના ઘરે પહોંચી જાય છે ત્યારે સચિને સર્વેન્ટ ને કહીને આરતીના સ્વાગત ની તૈયારી કરવી લીધી હતી અને પોતાનો રૂમ પણ શણગારી રાખવા કહ્યું હતું. આરતી નું સ્વાગત ખૂબ સરસ રીતે સચિન કરાવે છે અને બધા સર્વેન્ટ રજા આપી દે છે, હવે ઘરમાં ફક્ત સચિન અને આરતી બંને એકલાં જ હતાં.
સચિન આરતીને તેડીને પોતાના રૂમમાં લઈ જાય છે. આરતી માટે તો આ બધું એક સપનું હતું. સચિન ત્યાં આરતીને બેડ પર બેસાડી છે અને આરતીને ટાઇટ હગ કરે છે, આરતિંપં જાણે સચિનના રંગમાં રંગાઈ ગઈ હતી. સચિન પોતાને રોકી શકતો નથી અને આરતીની પણ કંઇક એવીજ હાલત હતી. સચિન અને આરતી બંને એકબીજાને દિલ ખોલીને પ્રેમ કરે છે અને આ રાત બંને માટે જીવનની સવથી સારી રાત બની જાય છે.
વાર્તા સાત મહિના આગળ વધે છે.
આજે સવારથી પૂજાની તબિયત થોડી બરાબર નહોતી માટે પૂજાને હોસ્પિટલ લઈ જાય છે. ડૉક્ટર પૂજાને ચેક કરે છે અને કહે છે કે પૂજાને આજે અહીં એડમીટ કરી દો, થોડીવારમાં જો નોર્મલ ડિલિવરી નહીં થાય તો પછી પૂજાનું ઓપરેશન કરવું પડશે. કરણ અને અર્જુન બંને ડોક્ટરને જે યોગ્ય લાગે તે કરવા કહે છે. આ વાતની જાણ આરતી અને સચિનને પણ થાય છે માટે એ લોકો પણ એ સમયે મુંબઈ આવવા નીકળી જાય છે.
ડોક્ટર સાંજ સુધી રાહ જોવે છે પરંતુ પૂજાની તબિયત બગડતી હતી માટે ડૉક્ટર પૂજાને ઓપરેશન થિયેટર માં લઇ જાય છે, આરતી અને સચિન પણ ત્યારે ત્યાં પહોંચી ગયા હતાં માટે આરતી પણ પૂજા સાથે ઓપરેશન થિયેટરમાં જાય છે. આખું જોષી પરિવાર બહાર રાહ જોતું હોય છે કે ક્યારે સારા સમાચાર આવે. થોડીવારમાં આરતી પોતાના હાથમાં એક સુંદર બાળકને લઈને "નંદ ઘેર આનંદ ભયો." ગાતિ ગાતી આવે છે.
આરતીના હાથમાં પોતાના કુટુંબ નો વારસ જોઈને જયા બહેન ની આંખો હરખથી છલકાઈ જાય છે. બધાની ખુશીનો પાર નથી રહેતો, કરણ પણ પોતાનાં હાથમાં જ્યારે પોતાના દીકરાને લે છે ત્યારે હરખ ના લીધે રડી પડે છે. અર્જુન અને એકતા બધાને મીઠાઈ ખવડાવે છે. ઘરના બધા લોકો વારાફરથી બાળકને રમાડે છે. થોડીવારમાં પૂજા પણ બહાર આવે છે. કરણ બાળકને લઈને પૂજા પાસે જાય છે અને પુજાની બાજુમાં બાળકને સુવડાવીને કહે છે,
કરણ:"થેંક્યું પૂજા, તે મને જીવનની સવથી મોટી ખુશી આપી છે."
પૂજા:"હવે તમારે મારી સાથે આપડા દીકરાને પણ સાચવવો પડશે."
આરતી:"બેસ્ટી આ કનો તો મારા જેવોજ દેખાઈ છે."
સચિન:"તો તો આવી બન્યું બિચારા કરણ ભાઈ કેમ સાચવશે?"(આટલું કહીને સચિન આરતીને એક નોટી સ્માઈલ આપે છે.)
અર્જુન:"સાચી વાત છે સચિનની."
આરતી:(બંનેને મારે છે.)"તમે બંને અહીંથી બહાર જતાં રહો."
નર્સ:"ખાલી એ બંને નહીં તમે બધા બહાર જાવ, પૂજા બહેન ને આરામ કરવાની જરૂર છે."
નર્સની વાત માનીને બધા બહાર જતાં રહે છે અને જ્યારે ડોક્ટર પુજાને ચેક કરે છે અને બધું બરાબર છે કહે છે પછી બધા પૂજા અને બાળક ને લઈને ઘરે આવે છે. આરતી અને એકતાને આખું ઘર વાઈટ અને બ્લુ બલૂન થી ડેકોરેટ કર્યું હતું. કરણ અને પૂજાના દીકરાનું નામ "વંશ" રાખવામાં આવે છે. પૂજા વંશને લઈને રૂમમાં સુવડવવા જાય છે ત્યારે કરણ પણ જાય છે અને પૂજા અને કરણ એકબીજાને હગ કરે છે અને વંશ ને પણ હગ કરે છે.
કરણ પૂજાને પોતાના ફોન માં ન્યૂઝ નો વિડીઓ દેખાડે છે જેમાં કરણે પૂજાના મમ્મી પપ્પા ને જેને ફસાવ્યા હતાં અને એ લોકોનું નામ બદનામ કર્યું હતું તે લોકોને ગોતીને સજા આપવી હતી. પૂજાના મમ્મી અને પપ્પા નું એક્સિડન્ટ નહોતું થયું એ લોકોનું મર્ડર થયું હતું એ પણ કરણે સોધી કાઢ્યું હતું અને એ લોકોને ફાંસી ની સજા પણ અપાવી હતી. કરણે પૂજાના મમ્મી અને પપ્પા ને નિર્દોષ સાબિત કરી દીધા હતાં. આ બધું જોઈને પૂજાની આંખોમાંથી આંશુ વહેવા લાગે છે અને પૂજા કરણ નો આભાર માને છે.
ધીરે ધીરે વંશ મોટો થતો જાય છે. વંશ ને છ વર્ષ થઈ ગયા હતાં. જયા બહેન બહાર ગાર્ડનમાં બેઠા હતાં અને જોષી ફેમિલી નો આલ્બમ જોતાં હતાં અને ભૂતકાળ યાદ કરતાં હતાં. આજે જયા બહેન ખુશ હતાં, કરણ અને પૂજા ને ત્યાં દીકરો હતો, કરણ અને પૂજા પણ એકબીજા સાથે ખુશ હતાં. અર્જુને હોસ્પિટલ પણ ખૂબ સારી રીતે સંભાળી હતી, એકતા પણ કરણ ને બિઝનેસ માં હેલ્પ કરતી હતી અને સાથે સાથે અર્જુનની હોસ્પિટલ નું મેનેજમેન્ટ પણ કરતી હતી.
અર્જુન અને એકતા પણ એકબીજા સાથે ખુશ હતા અને અર્જુન અને એકતાને દીકરો અને દીકરી જુડવા હતા જે ત્રણ વર્ષના થઈ ગયા હતાં. આરતી અને સચિન નું પણ લગ્ન જીવન સારું હતું અને આરતી ને ત્યાં પણ એક સુંદર દીકરી હતી જે એક વર્ષની થઈ હતી. પ્રેમ અને પ્રિયા પણ પોતાના આગળના ભણતર માટે અમેરિકા ગયા હતાં.
જયા બહેન આ બધું યાદ કરતાં હતાં ત્યારે ત્યાં વરસાદના છાંટા આવે છે અને જયા બહેન જ્યાં હીંચકા ઉપર બેઠા હતાં ત્યાં નીચે વરસાદના પાણીનું ખાબિચ્યું ભરાઈ છે, જયા બહેન એ ખાબોચ્યાં માં જોતાં હતાં તો એમાં જયા બહેનને કરણ અને પૂજાનું પ્રતિબિંબ દેખાય છે. જયા બહેન એ બંનેને જોઈને ખુશ હતાં અને પૂજા અને કરણ કંઈ કહે તે પહેલાં હસતાં હસતાં પોતાની આંખો બંધ કરે છે અને અંતિમ શ્વાસ લે છે અને ત્યાં હીંચકા પર ઢળી જાય છે અને ખુશી ખુશી પોતાની લીલી વાળી મૂકીને સ્વર્ગે સિધાવી જાય છે.
તો વાચક મિત્રો આમ મારી ધારાવાહિક "પ્રેમની યાદોનાં ખાબોચ્યાં" ને હું વિરામ આપુ છું. આશા છે કે તમને લોકોને મારી ધારાવાહિક વાંચવી ગમે હશે, તમારો સાથે અને સહકાર આગળ પણ મને આપતાં રહેજો જેથી હું હજુ પણ વધારે વાર્તા લખી શકું. આ ધારાવાહિક વાંચીને તમારો કિંમતી અભિપ્રાય જરૂરથી આપજો. મારી કાલ્પનિક ધારાવાહિક વાંચવા બદલ આભાર.
-ઈશિતા રાયઠઠ્ઠા.

