"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૭૯
"પ્રેમની યાદોનાં ખાબોચિયાં" ૭૯
અહીં લખેલ વાર્તામાં બધા પાત્રો કાલ્પનિક છે, બધી વાતો પણ કાલ્પનિક છે. આ વાર્તાનો કોઈના પણ ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પછી વર્તમાનકાળ સાથે કોઈપણ રીતે સંબંધ નથી. આ વાર્તામાં બધો સમય કાલ્પનિક છે, બધી જગા પણ કાલ્પનિક છે. આ એક કાલ્પનિક ધારાવાહિક વાર્તા છે.
તો વાચક મિત્રો આગળ જોઈએ કે શું આરતી અને વિક્રમના લગ્ન થશે? શું પૂજા અને એકતા લગ્ન રોકવી શકશે? શું વિધિ બહેન સાચે આરતી ની પરિસ્થિતિ સમજે છે?" આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
અત્યાર સુધીની વાર્તા
પંડિતજી:"આ મારા આસિસ્ટન્ટ તમારી સાથે આવશે વિક્રમ જી, તમારે પહેલાં સુધ્ધ થવું પડશે અને પછીજ લગ્ન માટે તૈયાર થવું પડશે અને આ શહેરો પહેરીને આવજો, જો લગ્ન પહેલાં તમારું મોઢું તમારી પત્ની જોશે તો તમારું મૃત્યુ થઈ જશે તમારી કુંડલી માં લખ્યું છે."
વનરાજ ભાઈ:"એવું ન બોલો પંડિત જી, વિક્રમ તું પંડિત જી કહે એમજ કરજે અને જલ્દી આવજે."
હવે આગળની વાર્તા
ભાગ - ૭૯
વિક્રમ પંડિતજી ના આસિસ્ટન્ટ ની સાથે રેડી થવા જાય છે. આ બાજુ આરતી પણ રેડી થઈને આવી જાય છે, આરતી લગ્નના કપડાં માં ખુબ સુંદર લાગતી હતી પરંતુ આરતી ખૂબ ઉદાસ હતી, આરતીની આંખોમાં પાણી હતું, ઘરના બધા લોકો આરતીને કહેતાં હતાં કે તું લગ્ન ના કરતી, પરંતુ આરતીને પોતાના બંને ભાઈને છોડાવવા ના હતા માટે આરતી મજબૂરીમાં લગ્ન કરતી હતી.
આરતીની મોટી મોટી આંખોમાં કાજલ ની સાથે આંશુ હતાં જેના લીધે અને ઉજાગરા ના લીધે આરતીની આંખો સોજેલી હતી. આરતી સચિનના વિચાર કરતી હતી એટલાં માં વિક્રમ પણ રેડી થઈને આવી જાય છે. વનરાજ ખૂબ ખુશ થાય છે. સારું ચોઘડ્યું શરૂ થઈ ગયું હતું માટે પંડિતજી વિક્રમ ને જલ્દી મંડપમાં આરતીની બાજુમાં બેસવા કહે છે. પંડિતજી વિક્રમ ના કુટુંબ માં ઘણા સમય પૂજા કરવા આવતાં હતાં અને એમની કીધેલી વાતોથી વિક્રમને બિઝનેસ માં ઘણો ફાયદો થયો હતો માટે પંડિતજી જેમ કહેતાં વિક્રમ અને વનરાજ ભાઈ એ ફોલો કરતાં.
વિક્રમ આરતીની બાજુમાં આવીને બેસે છે ત્યારે પૂજા કહે છે, "હવે તો મમ્મીજી અને પપ્પાજી ને કન્યાદાન આપવા માટે છોડો." વનરાજ વિપુલ ભાઈ અને માયા બહેન ને છોડે તો છે પરંતુ ઘરના બીજા લોકો પર વનરાજ ના બોડીગાર્ડ ગન રાખીને ઊભા રહે છે જેથી લગ્નમાં કોઈ તકલીફ ના થાય. લગ્નની વિધિ શરૂ થાય છે આરતી કે ઘરના કોઈ લોકો ખુશ નહોતાં. પૂજા અને આરતી ઈશારામાં કંઇક વાતો કરતાં હતાં જેના પર અમી બહેન નાં બાળકો પ્રિયા અને પ્રેમ સિવાય કોઈનું ધ્યાન નહોતું.
પ્રેમ:(પૂજા પાસે જાય છે.)"ભાભી તમને કંઈ હેલ્પ જોતી હોય તો કહેજો, હું અને પ્રિયા રેડી જ છે તમારી અને એકતા ભાભી ની હેલ્પ કરવા, પણ પ્લીઝ આરતી દિદીના લગ્ન આ વિક્રમ સાથે થાય છે તે અટકાવો."
પૂજા:(પ્રેમના માથા પર હાથ ફેરવે છે.)"શું વાત છે અમારો પ્રેમ આટલો મોટો થઈ ગયો કે આટલું વધુ વિચારવા લાગ્યો."
પ્રેમ:"પ્લીઝ આ લગ્ન અટકાવો."
પૂજા:"ના આ લગ્ન તો અત્યારે જ થવા જોઈએ, આ લગ્ન અટકવા નો જોઈએ."
પ્રેમ:"શું વાત કરો છો! આરતી દીદી તો તમારી બેસ્ટી છે તો તમે એને દુઃખી થતાં કેવીરીતે જોઈ શકો છો?"
પૂજા:"મારી બેસ્ટી છે માટે જ કહું છું આ લગ્ન થવા દે."
પ્રેમ:"શું તમે પણ આ વિક્રમ ની વાત માં આવી ગયા? કરણ ભાઈ અને અર્જુન ભાઈને છોડાવવા માટે આરતી દીદી ની જિંદગી બગાડવાની?"
પ્રિયા:(પૂજા અને પ્રેમ પાસે આવે છે.)"પ્રેમ શાંતિ રાખ, બંને ભાભી ના ચહેરા પર ઉદાસી નથી માટે કંઇક તો કર્યું હશે તું વિશ્વાસ રાખ."
પૂજા:"શું વાત છે પ્રેમ કરતાં તો પ્રિયા મોટી થઈ ગઈ લાગે છે."
પ્રિયા:"કરણ ભાઈ અને અર્જુન ભાઈ ને પણ છોડાવવા જરૂરી છે, એ લોકો આવી જશે પછી આ વિક્રમ થી આરતી દીદી ને છોડાવી લેશે બરાબર ને?"
પૂજા:"હમ્ હવે સમજ્યા ને તમે લોકો, આ લગ્ન થશે પછીજ તમારા બંને ભાઈ આવશે, માટે આ લગ્ન થવા દો."
પ્રેમ:"પણ પછી વિક્રમ આરતી દીદી નો પીછો નહીં છોડે તો આપડે શું કરશું?"
પૂજા:"અત્યારે આ સમયે અમને જે બરાબર લાગ્યું તે કર્યું બાકી મારું એક કામ કરશો?"
પ્રિયા:"હા, બોલોને ભાભી."
પૂજા:"લગ્ન શરૂ થવા જઈ રહ્યા છે તો તમે બંને ઓલા વનરાજ ભાઈ પાસેથી આપડા કોઈનો ફોન લઈને વિડ્યો ઉતારશો?"
પ્રેમ:"હા હું ફોન લઈ આવી દવ છું, પછી પ્રિયા આપડે બંને બંને બાજુથી વિડ્યો ઉતરશું."
પ્રિયા:"ઠીક છે."
પ્રેમ:(વનરાજ પાસે જાય છે.)"અંકલ મારે પણ વિડ્યો ઉતારવો માટે ફોન આપોને પ્લીઝ."
પ્રિયા:"મારે ફોટા પાડવા માટે મને પણ ફોન જોઈએ છે આપોને."
વનરાજ ભાઈ:"તમે લોકોએ મને શું મૂર્ખ સમજ્યો છે?"
પ્રેમ:"ના ના અમારે તો અમારી દીદી ના લગ્ન ની યાદી રાખવી છે."
વનરાજ ભાઈ:"હું તમને તમારો ફોન આપીશ પરંતુ તમારી સાથે એક એક બોડી ગાર્ડ રહેશે જે ધ્યાન રાખશે કે તમે લોકો કોઈને ફોન કે મેસેજ તો નથી કરતાં ને."
પ્રિયા:"હા પાકું અમે ફોટો અને વિડ્યો જ બનાવશું બાકી કંઈ નઈ કરીએ."
વનરાજ ભાઈ પ્રેમ અને પ્રિયા ને એકએક ફોન આપે છે અને સાથે બોડી ગાર્ડ ને ધ્યાન રાખવા પણ કહે છે. લગ્ન ની વિધિ શરૂ થાય છે વનરાજ ભાઈ અને વિક્રમ સિવાય કોઈ ખુશ નહોતું. વિધિ બહેન પણ પૂજા અને એકતાની સામે જોઇને ઇશારાથી હાથ જોડીને માફી માંગતા હતાં કે હું કંઈ મદદ ના કરી શકી. એકતા અને પૂજાએ પણ ઈશારામાં કંઈ વાંધો નહીં કહ્યું.
આરતીએ એકવાર પણ વિક્રમ સામે જોયું નહોતું જ્યારે વિક્રમ તો શહેરો પહેર્યો હતો છતાં પણ આરતી સામે જોઇને એની ખૂબસૂરતી નિહાળવા ની કોશિશ કરતો હતો પરંતુ આરતી વિક્રમથી બીજી બાજુ મોઢું ફેરવીને બેઠી હતી જેનાથી વિક્રમને ખૂબ ગુસ્સો આવતો હતો માટે વિક્રમે આરતીને બંને શોલ્ડર પાસેથી પકડીને સીધી બેસાડી અને આરતીનો હાથ પકડી રાખ્યો. વનરાજ ભાઈ આ બધું જોતાં હતાં અને ખુશ થતાં હતાં.
વિક્રમે આરતીનો હાથ પકડ્યો તો આરતી ઊભી થવા ગઈ ત્યારે વિક્રમે આરતીની નજીક જઈને કંઇક કહ્યું જેનાથી આરતી વિક્રમના સામે જોતાં જોતાં પાછી બેસી ગઈ અને પંડિતજી એ કહ્યું તે મુજબ લગ્નની વિધિ પણ કરવા લાગી. કન્યા દાન થઈ ગયું ફેરા ફરાય ગયા અને વિક્રમે આરતીને માથામાં સેથો પણ પૂર્યો અને લગ્ન સમપન થયા. વનરાજ ભાઈ ખુશી ખુશી આવીને વિક્રમ ને પોતાના વકીલ ને અંદર બોલાવે છે અને વિક્રમ અને આરતીને મેરેજ રજીસ્ટર પર પણ સહી કરવા કહે છે.
વિક્રમ અને આરતી બંને બધાની હાજરી માં અને વકીલ ની હાજરીમાં તે મેરેજ રજીસ્ટર પર સહી કરે છે. આ બધું હજુ પણ પ્રેમ અને પ્રિયા બંને વિડ્યો ઉતારતા હતાં. વિક્રમ અને આરતી બંને સહી કરે છે અને વિક્રમ આરતીને ટાઇટ હગ કરે છે,વનરાજ ભાઈ પણ વિક્રમ ના શોલ્ડર પર હાથ રાખે છે અને વિક્રમ નો શહેરો બાંધેલો હતો તે ઉતારે છે જે જોઈને વનરાજ ભાઈને ચક્કર આવી જાય છે. પ્રિય અને પ્રેમ વિક્રમ અને આરતીનો ચહેરો સાથે દેખાઈ એ રીતે વિડ્યો અને ફોટો લે છે પછી વિડ્યો બંધ કરે છે અને છેલ્લો ફોટો પણ મેરેજ રજીસ્ટર નો લઈને ફોન બંધ કરે છે.
તો વાચક મિત્રો શું લાગે છે? વનરાજ ભાઈને ચક્કર શા માટે આવી ગયા હશે? આરતીએ પોતાના ભાઈઓ માટે પોતાની જીવનભર ની ખુશી નું બલિદાન આપ્યું તો શું હવે આરતી ખુશ રહી શકશે? શું જ્યારે કરણ અને અર્જુનને ખબર પડશે તો તે લોકો આરતીને દુઃખી થવા દેશે?આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા અને અનેક ટ્વીસ્ટ જાણવા માટે વાંચતા રહો મારી ધારાવાહિક અને તમારા કિંમતી અને અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપજો.
ક્રમશ:....
-ઈશિતા રાયઠઠ્ઠા.
