Ishita Raithatha

Action Crime

4.6  

Ishita Raithatha

Action Crime

મયુરીનું આશાકિરણ - ૬

મયુરીનું આશાકિરણ - ૬

2 mins
268


    (કૃણાલ ત્યાંથી નીકળી જાય છે, અને પોતાના અને મયુરીના વિચાર કરતો હોય છે. પાર્કિંગમાં પહોંચે છે ત્યારે ત્યાં બે કામવાળા વાતો કરતા હોય છે કે, આ મોલવાળા લોકો પાર્કિંગનું લીસ્ટ તો રાખે છે તો પછી આ પાર્કિંગની ચિઠ્ઠી શા માટે સાચવતા હશે ? આ બધી વાતો કૃણાલ સાંભળે છે.)

કૃણાલ: તમે લોકો અહીં વાહનના પાર્કિંગની ચિઠ્ઠીની વાત કરો છો ?

કામવાળાભાઈ; હા , સાહેબ.

કૃણાલ: આમા, ૧૫ તારીખની પાર્કિંગની ચિઠ્ઠી હશે ?

કામવાળાભાઈ: હા, સાહેબ આમાં છેલ્લા બે થી ત્રણ દિવસની જ ચિઠ્ઠી છે.

કૃણાલ : તો તમે મને આ ચિઠ્ઠીનો કચરો જોવા આપશો ? હું એક મીલીટરી ઓફિસર છું. હું એક આરોપીને ગોતું છું, જેને એક ખૂન પણ કર્યું છે અને એક છોકરીને કિડનેપ પણ કરી છે.

કામવાળાભાઈ: હા, સાહેબ લઈ જાવ, અમારા જેવું કંઈ પણ કામ હોય તો કહેજો.

કૃણાલ: તમે છેલ્લા બે દિવસમાં અહીં કંઈ અલગ જોયું છે ?

 કંઈ એવું જે રોજના થતું હોય ? કોઈનો ઝગડો થયો હોય ? કોઈ છોકરી સાથે બળજબરી કરતું હોય ?

કામવાળાભાઈ: શું ? ખૂન ? કીડનેપ !

કૃણાલ: હા, આ ફોટો જુઓ.. આ છોકરી ગઈકાલે સવારે ઘરેથી નીકળી પછી હજુ સુધી પહોંચી જ નથી.

કામવાળાભાઈ: આ તો મયુરીમેડમનો ફોટો છે.

કૃણાલ: તમે ઓળખો છો !

કામવાળાભાઈ: હા, આ મેડમે જ અમને માનથી જીવતા સિખવ્યું, અમે તો ભીખ માગતા હતાં, ગાંડા જેવા હતાં, પરંતુ મયુરી મેડમ જ અમને આશાકિરણમાં લાવ્યા, અમને સાજા કર્યા, દુનિયા સાથે રહેતા શીખવ્યું, ભીખ માગવાના બદલે અહીં મહેનત કરી કમાઈને જીવતા શીખવ્યું. અને હા સાહેબ, મયુરી મેડમ કાલે અહીં આવ્યા હતાં. સાંજે ચાર પાંચ વાગ્યા આસપાસ જોયા હતાં.

કૃણાલ: મયુરી ને ગોતવામાં મદદ કરશો ?

કામવાળાભાઈ: હા સાહેબ, મયુરીમેડમેજ અમને આ નવું જીવન આપ્યું છે, માટે મયુરીમેડમને ગોતવા માટે અને અમારો જીવ પણ આપવા તૈયાર છીએ.

કૃણાલ : સારું, હું જાવ છું, કામ હશે તો તમને બોલાવીશ. 

(આટલું કહીને કૃણાલ જયદીપસરની ઓફિસ પર જાય છે. ત્યાં આ બધી ચિઠ્ઠી હવાલદારને આપે છે.) 

જયદીપસર: કૃણાલ, આ બધું શું છે ?

કૃણાલ: આ પાર્કિંગની ચિઠ્ઠી છે, એ ચેક કરાવો અને આ લોહીનું સેમ્પલ હું ડૉક્ટરશેઠને ત્યાં લઈને જાવ છું. મને ડૉક્ટર શેઠ ઉપર શંકા છે. તમારા પોલીસ સ્ટેશન પરથી હમેશાં ડૉક્ટર શાહ પાસે જ રિપોર્ટ જતા અને તે વિશ્વાસુ હતાં, પરંતુ આ વખત ડૉક્ટર શાહ ગામમાં હાજર નથી માટે આપણે કોઈ બીજાને આપીએ તે પહેલાં તેનો માણસ અહીં રિપોર્ટ લખાવો છે એવું બહાનું કરીને આવ્યો અને આપણે તેને રિપોર્ટ કરવા આપ્યો. મને કંઈક ગરબડ લાગે છે. માટે એક સેમ્પલ ફોરેન્સિક લેબમાં મોકલ્યું છે અને એક હું ડૉક્ટર શેઠને ત્યાં લઈ જાવ.

      (કૃણાલ જાય છે.)

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Action