મયુરીનું આશાકિરણ - ૪
મયુરીનું આશાકિરણ - ૪
કિંજલ: મમ્મી, મીણબત્તી લઇ આવ, હું બારણું ઉઘાડું છું. (કિંજલ બારણું ખોલીને ને જેવી આગળ વધે છે કે તેના પગમાં કંઇક આવે છેને તે પડી જાય છે. સુધાબહેન મીણબત્તી લાવે છે, ત્યાં લાઈટ પણ આવી જાય છે. ત્યાં નીચે એક લાશ હોઈ છે, એ જોઈને બંને જોરથી રાડો પાડીને વરુણભાઈને બોલાવે છે. વરુણભાઈ અને કૃણાલ જલ્દીથી ત્યાં આવે છે. આ બધું જોઈને સુધાબહેન બેભાન થઇ જાય છે.)
કૃણાલ : કિંજલ, આપડે પહેલાં મમ્મીને અંદર લઇ જાય. (કૃણાલ સુધાબહેનને અંદર મુકીને બહાર આવે છે.)
વરુણભાઈ: આપણે પોલીસને જાણ કરવી જોઈએ.
કૃણાલ: હા, પરંતુ પહેલાં આપણે આ લાશને અંદર લઇ જાય. (બને લાશને અંદર લઇ જાય છે.) અને હિંમત કરીને કપડું ઉપાડે છે તો લાશનું મોઢું તો આખું લોહીથી ભરેલું હતું, કપડા પણ ફાટેલા હતા. અને સાથે એક પર્સ પણ હતું.)
કિંજલ: આ તો દીદીનું પર્સ છે, અને દીદીઆ જ કપડા સવારે પહેરીને નીકળી હતી. (આ સાંભળીને વરુણભાઈ ખૂબ રડે છે.)
કૃણાલ: પપ્પા, તમે રાડો નહીં, હું આર્મી ઓફિસર છું. મને એકવાર ચેક કરવા દો, મને પૂરો વિશ્વાસ છે કે આ
મયુરી નથી. કૃણાલ આખી બોડી ચેક કરે છે, તેનું ધ્યાન પોતે પહેરાવેલી વિટી પર જાય છે, કૃણાલ યાદ કરે છે કે, મે જ્યારે આ વીટી મયુરી ને પહેરાવી હતી ત્યારે મયુરી ખૂબ ખુશ હતી. અને કહેતી પણ હતી કે આ વિટી અને આ આંગળી પરનું તલ મારા દિલની સવથી નજીક છે. પરંતુ આ આંગળીમાં તો કોઈ તલ નથી.
(કૃણાલ તરત પોલીસને ફોન કરે છે.)
વરુણભાઈ: (રડતારડતા બોલે છે) હવે હું કોના લગ્ન કરીશ ? હવે હું કોનું કન્યા દાન કરીશ ?
કૃણાલ : પપ્પા તમે ચિંતાના કરો, આ મયુરીની લાશ નથી. મયુરીની આંગળી પર તલ હતું, જે આ લાશની આંગળી પર નથી. મને પૂરેપૂરી ખાત્રી છે કે આ મયુરી નથી. તમે લગ્નની તૈયારી ચાલુ રાખો, હું તમને વચન આપુ છું કે હું મયુરીને ગોતી લઈશ,અને નક્કી કરેલા દિવસે જ લગ્ન થશે.
(એટલામાં ત્યાં પોલીસ આવી જાય છે. પોલીસ ઓફિસર જયદીપ કૃણાલને ઓળખતા હોય છે. માટે કૃણાલ તેને બધી વાત કરે છે.)
કૃણાલ : જયદીપસર, આપણે પહેલાં નીચે વોચમેનને પૂછીએ, કે લાઈટ ગઈ તે પહેલાં કોણ કોણ આવ્યું હતું ? અને લાઈટ આવી પછી કોણ કોણ ફ્લેટની બહાર ગયું ?
જયદીપસર: ઓક સર, ચાલો.
(કૃણાલ અને બધા પોલીસ મેન નીચે જાય, અને આ બાજુ વરુણભાઈ અને સુધા બહેન ખૂબ રડતા હોય
છે ને કિંજલ તે લોકોને સંભાળે છે.)
ક્રમશ:..
