Ishita Raithatha

Romance Action

3  

Ishita Raithatha

Romance Action

મયુરીનું આશાકિરણ - ૧૨

મયુરીનું આશાકિરણ - ૧૨

3 mins
209


મયુરી: 'હા, એ આતંકવાદી અલીભાઈ જ હતો. તે બોલ્યો,

અલીભાઈ: 'આ બોક્સમાં ૧૯૦ મોબાઈલ ફોન છે, તમે આ ગરીબ લોકોને આપજો, અને કહેજો કે સરકાર તરફથી ફ્રીમાં મળે છે. અને ચારપાંચ કલાક પછી ચાલુ કરજો. એ લોકો જ્યારે ચાલુ કરશે ત્યારે ફોનમાં બ્લાસ્ટ થશે, પછી તમારા લોકોને ત્યાં હાજર  રાખજો અને એ બધા ઘાયલ લોકોને ડૉક્ટર શેઠને ત્યાં દાખલ કરજો. પછી તેમાં જુવાન છોકરાવને બેભાન રાખજો અને મૃત જાહેર કરીને, બોડી તેના ઘરના લોકોના બદલે અમને આપજો, અમે પછી અહીંથી જતા રહેશું.

મયુરી: આટલી વાત થઈ ત્યાં મારા હાથમાંથી પર્સ પડ્યું અને એ લોકોનું ધ્યાન અમારા પર પડ્યું અને અમને પકડી લીધા. ત્યારે અંકિતા ખૂબ ગુસ્સામાં હતી અને વિનોદભાઈને કહેતી હતી કે મને શરમ આવે છે કે હું તમારી ભત્રીજી છું.

વિનોદભાઈ: 'મારે તને પણ તારા માતા પિતાની જેમ રસ્તામાંથી  કાઢવી પડશે.'

અંકિતા: 'શું ? એટલે તમે મારા માતાપિતાને માર્યા છે ?'

વિનોદભાઈ: 'હા, એ લોકો પણ તારી જેમ નડતર રૂપ હતા.'


અંકિતા: 'હું તમને મારી નાખીશ.'

વિનોદભાઈ: 'એ પહેલાં હું તને મારી નાખીશ.'

(આટલું કહીને વિનોદભાઈ અંકિતને ગોળી મારે છે.)

મયુરી: 'મે મારા ફોનમાં ત્યારે રેકોર્ડિંગ ચાલુ કરી દીધું હતું. ત્યારેજ ડોક્ટરશેઠ બોલ્યા કે 'સી ઇસ નો મોર' પછી તરત મે મારો ફોન લોક કરી દીધી, કારણકે નસીમ એ લોકો સાથે હતી તેનું ધ્યાન મારા પર હતું. વિનોદભાઈ એ મને પણ મારી નાખવા કહ્યું પરંતુ અલીભાઈએ કહ્યું કે 'હું તેમની સાથે જઈશ અને અંકિતાનું મોઢું મારીને બગાડી નાખો અને  મારા બદલે મારા ઘરે તે બોડી મોકલી દો જેથી બધા મને મૃત સમજે.' નસિમે અમારા કપડા અને બધી વસ્તુ બદલી નાખી જેથી બધા અંકિતને જ મયુરી સમજે.

અલીભાઈ: વિનોદભાઈ આ મયુરીને તમારા ઘરે લેતા જાવ

અને સરખી રીતે સાચવજો, આટલી સુંદર છોકરી મેં આજ સુધી ક્યારેય નથી જોય.

વિનોદભાઈ: 'તમે ચિંતા ના કરો.'

(આટલી વારમાં મયુરી અને કૃણાલ હોસ્પિટલ પહોંચી જાય છે, પરંતુ ત્યાં કોઈ ડેડ બોડી કે વિભા કે કોઈ નથી હોતા.કૃણાલ વિભાને ફોન કરે છે.)

કૃણાલ: વિભા, તમે ક્યાં છો ?

વિભા: 'પહેલાં તું કહે કે મયુરી ક્યાં છે ?'

કૃણાલ: 'મયુરી મારી સાથે જ છે, તું કહે.'

વિભા: 'મે અને જયદીપસર એ સાથે મળીને અંજૂને સમજાવીને બેભાન કરીને ડેડ બોડી સાથે મોકલી છે. તેના વાળમાં એક ચિપ પણ રાખી છે જેથી ખબર પાડે કે એ લોકો ક્યાં જાય છે. અને આરોહી ત્યાં દુઃખી માતાપિતા પાસે વાત કરે છે કે તમારા બાળકો મૃત નથી અને એ લોકો સાથે શું થય રહ્યું છે એ અમે થોડીવારમાં જાણી લેશું અને એ લોકોને બચાવી પણ લેશું.'

કૃણાલ: 'ખૂબ સરસ. તો તમે અત્યારે ક્યાં છો ?'

વિભા: 'તમે મેટોડા પાસે એક ખૂબ જૂની અને બંધ ફેક્ટરી છે ત્યાં આવી જાવ, આ લોકો ભાનમાં આવવાની તૈયારીમાં જ છે.'

કૃણાલ: 'હું હમણાં પહોંચી જઈશ, તમે એ લોકો પર ધ્યાન  રાખજો.'

(કૃણાલ ત્યાં બધા પોલીસની સાથે પહોંચી જાય છે, અને બધાને પકડી ને જેલ ભેગા કરી દે છે. પછી કૃણાલ મયુરીને ઘરે લાવે છે, વરૂણભાઈ અને બધા ખૂબ ખુશ થઇ જાય છે. ઘરે પાછા તોરણ બંધાય છે ને લગ્નની તૈયારી શરૂ થાય છે  અને નક્કી કરેલા સમયે જ કૃણાલ અને મયુરીના લગ્ન થાય છે.)

આપણા દેશ જેવી માનવતા એક પણ દેશમાં જોવા ના મળે, અને કોઈ પણ પોતાના રૂપિયાના પાવરથી દેશને કંઇપણ નુકશાન ના કરી શકે. મયુરી અને તેની મિત્રો અને કૃણાલ, જયદીપ સર જેવા લોકોની જેમ બધાએ દેશ અને દેશના લોકોની સેવા કરવી જોઈએ.

સમાપ્ત.


Rate this content
Log in

Similar gujarati story from Romance