Ishita Raithatha

Drama Action Crime

4  

Ishita Raithatha

Drama Action Crime

મયુરીનું આશાકિરણ - ૧૧

મયુરીનું આશાકિરણ - ૧૧

3 mins
230


વિભા: સર, આપને બધાને અહીં બધાએ જોયેલા છે, હું અંજુને બેભાન કરીને, અહીં રાખેલ ડેડ બોડી વચ્ચે રાખી દઈશ જેથી આપને બધી ખબર પડે.

જયદીપસર: મારી પાસે એક નાનકડી ચિપ છે જે હું તેના વાળમાં ભરાવી દઈશ જેથી આપને બધી વાતની જાણ રહે.

વિભા: ઠીક છે સર, અંજુ હમણાં આવી જશે તમે રેડી રહેજો, હું તેને બધું સમજાવી દઈશ.

    (આ બાજુ વિનોદભાઈના ઘરે, મયુરી પર ગન રાખીને જે બે વ્યક્તિ ઊભા હતા તેને ભીનીબહેનને પણ પકડી લીધા, અને કૃણાલને કહે છે કે, તું અમારા કામમાં આડો ના આવીશ, નહીંતર અમે આ બંનેને મારી નાખીશું.)

કૃણાલ: હું તમને નહીં જવા દવ, હું તમને મારી નાખીશ.

    (એટલામાં ત્યાં સૂલુ તેના ટોફી સાથે આવે છે, ટોફી પણ મયુરીનો વફાદાર હતો, માટે તેને શોધતો શોધતો વિનોદભાઈના ઘરે પહોંચી ગયો, ટોફી એ બંને વ્યક્તિ પર હુમલો કરે છે અને સૂલુને લખોટીથી રમવું બહુ ગમે માટે તે હંમેશા પોતાની સાથે જ રાખતી, તે લખોટી સૂલુ તે લોકો ઉપર નાંખે છે. તે વ્યક્તિ કૃણાલ પર ગોળી ચલાવે છે પરંતુ તે ભીનીબહેનને લાગે છે.)

કૃણાલ: ભીની બહેન તમે ચિંતા ના કરો, હું છું ને.

ભીનીબહેન: સાહેબ, તમે મારી ચિંતા ના કરો, આ લોકોને પકડો અને મયુરી બહેનને બચાવો. મારા કરતાં તમારા જેવા લોકોની અહીં જરૂર છે. એટલું બોલતાં સાથેજ ભીનીબહેનની આંખ વિચાય જાય છેને તે દુનિયા છોડીને જતા રહે છે.

સૂલુ મારા દીદી કહીને મયુરી પકડીને રડે છે

    (કૃણાલ મયુરીને છોડે છે અને બંને ગળે મળીને ખૂબ રડે છે.)

મયુરી: મને ખબર હતી કે તું મને છોડાવવા જરૂર આવીશ.

કૃણાલ: હવે વધુ વાતો ના કર, અને કોઈ આવે તે પહેલાં અહીંથી નીકળી જઈએ અને સૂલુને આશા કિરણ પર છોડીને ડૉક્ટરશેઠની હોસ્પિટલ પર જઈએ.

મયુરી: હોસ્પિટલ ? ડૉક્ટરશેઠ ? તને કેવી રીતે ખબર પડી ?

કૃણાલ: અહીંથી નીકળીને બધું જાણવું, વળી પેલા બે વ્યક્તિ ભાગીને ગયા છે, તે કોઈને જાણ કરે અને આપણે અહીં બંધ થઈ જાય તે પહેલા હાલ જલ્દી.

મયુરી: હા, જલ્દી હાલ.

   ( બંને પહેલાં સૂલુને મૂકવા જાય છે અને પછી હોસ્પિટલ જાય છે, ત્યારે મયુરી વાત કરે છે.)

મયુરી: હું અને અંકિતા ક્રિસ્ટલ મોલ ગયા હતા, તારા માટે ગિફ્ટ લેવા, ત્યાં પાર્કિંગ એરિયામાં વિનોદભાઈના બોડીગાર્ડ જોયા, તે લોકો અંકિતા ને ઓળખતા હતા માટે અમને અંદર જવા દીધા, નહીંતર ત્યાં કોઈને જવા નહોતું મળતું. અમને કંઈક ગડબડ લાગી, અમે જોયું કે ત્યાં વિનોદભાઈ અને ડૉક્ટર શેઠ અને બીજા ચારપાંચ લોકો હતા, અને એક છોકરી મોઢા પર માસ્ક પહેરી ને સાથે હતી.

કૃણાલ: પછી ?

મયુરી: તે લોકો વિનોદભાઈ અને ડૉક્ટરશેઠ સાથે એક ડીલ કરતા હતા, આ દસ કરોડ ના હીરા છે, અમે તમને આપીએ અને તેના બદલે તમે અમને તમે રાજકોટના ૨૦ નાગરિક જે જુવાન છોકરાવ હોય તે આપો.

કૃણાલ: શું ? 

મયુરી: હા, તે છોકરાવ ને તે લોકો આતંકવાદી બનાવવા માગતા હતાં. ડૉક્ટરશેઠ એ આ વાતનો વિરોધ કર્યો, ત્યારે તે લોકો અને વિનોદભાઈ એ ડૉક્ટરશેઠને ધમકી આપી કે જો તે સાથ નહીં આપે તો તેને પણ મારી નાંખશે. પછી તે લોકોનો મુખ્ય માણસ અલીભાઈ બોલ્યો.

કૃણાલ: આ અલીભાઈ આતંકવાદી છે તે જ હતો ?

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama