Ishita Raithatha

Drama Action Crime

4  

Ishita Raithatha

Drama Action Crime

મયુરીનું આશાકિરણ - ૧૦

મયુરીનું આશાકિરણ - ૧૦

3 mins
214


કૃણાલ: (જયદીપસરને ફોન કરે છે) સર તમે બીજી હોસ્પિટલમાં તપાસ કરીને જણાવોને કે ત્યાં દાખલ પેશન્ટની શું હાલત છે ? અને તે લોકોના લોહીમાં કંઈ જેરી વાયરસ ભળી ગયો છે ખરા. 

(જયદીપસર તપાસ કરીને તરત ફોન કરે છે.)

જયદીપસર: ના, કૃણાલ ત્યાં દાખલ પેશન્ટમાંથી કોઇનાપણ લોહીમાં જહેર ભળી નથી ગયું. અને એ લોકોને સારું હોવાના લીધે રજા પણ મળી ગઈ છે.

(એટલામાં ત્યાં વિભા કહે છે .)

વિભા : જેટલા પણ લોકોને મૃત જાહેર કર્યા છે, એ લોકો મને તો મૃત નથી લાગતાં.

(કૃણાલ અને વિભા વાત કરતા હોય છે ત્યાં ડૉક્ટર શેઠનો અવાજ આવે છે, સી ઇસ નો મોર. આ અવાજ સાંભળીને તરત કૃણાલને મયુરીના ફોનનું રેકોર્ડિંગ યાદ આવે છે. તે સમજી જાય છે કે એ અવાજ પણ ડોક્ટર શેઠનો જ હતો. એટલામાં કૃણાલને કોઈનો ફોન આવે છે. પણ કોઈ બોલતું નથી. કૃણાલ ફોન રાખવા જાય છે કે બે જણ વાત કરતા હોય એવો અવાજ આવ્યો, કંઈ એવી વાત હતી કે, 'તને કીધું છે ને કે કોઈને ફોન નહીં કરવાનો મૂકી દે, ત્યાં બીજો અવાજ આવ્યો કે મારો કૃણાલ આવશે અને તમને બધાને જેલ ભેગા કરશે. આટલી વાત પછી ફોન કપાઈ જાય છે.)

કૃણાલ: આતો મારી મયુરીનો અવાજ છે !

વિભા: કૃણાલ આ લોકો જીવે જ છે.

(પરંતુ કૃણાલનું ધ્યાન વિભાની વાતમાં નહોતું.)

કૃણાલ: પહેલાં તું આ મારા ફોનમાં છેલ્લો ફોન હતો તેનું રેકોર્ડીંગ સાંભળ. (કૃણાલ રેકોર્ડિંગ સંભળાવે છે.)

વિભા: આતો મયુરીનો અવાજ છે.

કૃણાલ: હા, મયુરી જીવિત છે જ, મારો વિશ્વાસ સાચો પડ્યો.

(કૃણાલ તે નંબર જયદીપસરને આપે છે ને તપાસ કરવા કહે છે કે એ નંબર કોનો છે. થોડીવાર પછી જયદીપસરનો ફોન આવે છે.)

જયદીપસર: કૃણાલ તે નંબર વિનોદભાઈના ઘરનો છે.

કૃણાલ: શું ? એ નંબર વિનોદભાઈના ઘરનો છે ! હવે મને  સમજાઈ ગયું કે ડૉક્ટરશેઠ અને વિનોદભાઈ બંને મળેલા જ છે, હું વિનોદભાઈના ઘરે જાવ છું, જયદીપસર મે અહીં વિભા અને આરોહીને રહેવા કહ્યું છે, તમે પણ અહીં આવો અને બધાનું ધ્યાન રાખજો. વિભા તું વિનોદભાઈને વાતમાંથી વાતમાં અંકિતા વિશે પૂછજે.

બધા કૃણાલ ની વાત થી સહમત થાય છે, પછી કૃણાલ વિનોદભાઈના ઘરે જાય છે ત્યાં સિક્યુરિટી બહુ કડક હોય છે, પરંતુ ભીનીબહેનની મદદથી તે અંદર જતો રહે છે, અને બધા રૂમમાં મયુરીને ગોતવાનું શરૂ કરે છે.

ભીનીબહેન: સાહેબ, અહીં એક રૂમ છે જ્યાં અમને બધાને  જવાની મનાય છે. કદાચ ત્યાં કંઈ મળે ?

કૃણાલ : ક્યાં છે તે રૂમ? જલ્દી ચાલો.

ભીનીબહેન: હાલો સાહેબ.

તે રૂમ પાસે પહોંચે છે તો ત્યાં રૂમમાં તાળું હોય છે, પરંતુ કૃણાલ તરત પોતાની ગનથી તાળું તોડી નાખે છે. અને અંદર જય ને જોવે છે તો ત્યાં મયુરીને બાંધી હોય છે અને તેના માથે ગન રાખીને બે જણ ઊભા હોય છે.)

(અહીં, આ બાજુ વિભા ને આશાનો ફોન આવે છે)

આશા: સૂલુ ખોવાય ગઈ છે.

વિભા: શું ? પરંતુ એ બહાર શા કારણે ગઈ હતી ?

આશા: અને એનો ડોગી ટોફી પણ મળતો નથી, જરૂર તે ટોફીને લઈને મયુરીને ગોતવા ગઈ હશે.

વિભા: તું એક કામ કર, અંજુને અહીં મોકલ.

આશા: ઠીક છે, તમે તમારું ધ્યાન રાખજો.

જયદીપસર: અંજુને શા કારણે અહીં બોલાવી ?

વિભા: સર, એની પાછળ મારી એક ચાલ છે.

જયદીપસર: તમે શું કરવાના છો ?

ક્રમશ:...


Rate this content
Log in

Similar gujarati story from Drama