Khushbu Shah

Thriller

5.0  

Khushbu Shah

Thriller

મુક્તિ

મુક્તિ

3 mins
504


"સીમા જલ્દી આવ, જો અહીં આ બ્રિજ પર."

"શું મેઘા,શું છે?"

"એવું કહેવાય છે કે આ બ્રિજ પરથી એક પ્રેમી જોડાએ આપઘાત કર્યો હતો,આજે પણ એ લોકોની આત્મા અહીં ભટકે છે."

"ચાલ ત્યારે અહીંથી જલ્દી જતા રહીએ એમ પણ જો પવન કેટલો તીવ્ર થઇ ગયો છે, એ પ્રેમી જોડું અહીં આવી જશે તો ? પણ અહીં આટલા તાળાં કેમ લાગેલા છે દિલના આકારના મેઘા?" 

" તો તે મને આગળ બોલવા જ નહિ દીધું, તે સીમા, એ પ્રેમીઓની આત્મા ખુબ જ પવિત્ર છે અહીં જે પણ લોકો પોતાના પ્રેમીજનને યાદ કરીને તાળું લગાવે છે તે લોકોના પ્રેમની હિફાઝત એ પ્રેમીઓની આત્મા કરે છે."

" તો તું અહીં તાળું લાવી છે?"

"આપણા બન્ને માટે. હું મારા અને રાહુલ માટે લગાવીશ તું તારા અને માનવના પ્રેમ માટે લગાવ."

"પણ પવન બહુ વધી ગયો છે મને હવે ડર લાગે છે,મેઘા."

"અરે એમાં ડરવાનું શું, જો તો ખરી કેટલા લોકોએ લગાવ્યાં તે તાળાં. લે મારા પ્રેમને પણ લાગી ગયું તાળું,યેસ હવે મને રાહુલથી કોઈ દૂર નહિ કરી શકે.લે તારું તાળું."

     જેવું સીમા તાળું લગાવવા માટે આગળ ગઈ, પવનનો વેગ ખૂબ જ વધી ગયો. તે માંડ સંભાળતા-સંભાળતા જાળી પાસે આગળ વધી, પણ પવનની એક જોરદાર લેહેરને કારણે તે થોડી હાલી ગઈ અને તેના હાથમાંથી તાળું પણ પડી ગયું .

"અરે સીમા પવન વધુ છે આજે શું ડર્યા કરે, ચીલ યાર." મેઘા તેને પકડાતાં બોલી.

"હું તારા તાળાંની ઉપર જ લગાવી દેવ છું."સીમા હિંમત કરી આગળ વધી રહી હતી.

    તે જાળી સુધી તો પહોંચી ગઈ પણ પવન એટલો સખત થઇ ગયો હતો કે તે વારંવાર ડગી જતી તેનાથી તાળું મરાતું જ ના હતું. હવે મેઘા પણ ડરવા લાગી હતી, તે સીમાને ના પાડવા લાગી.

"ના,મેઘા જો તાળું નથી લાગી રહ્યું તો એનો મતલબ હું અને માનવ જુદાં પડશું."

 " ઓ પ્રેમીઓ પ્લીઝ મારા અને માનવના પ્રેમને કબૂલ કરો મદદ કરો અમને." સીમા બ્રિજની એ જાળી પકડી બોલવા લાગી. 

   અચાનક તેને મેહસૂસ થયું કે તેના ખભા પર કોઈએ હાથ મુક્યો હોય, તે પાછળ વળી જોવા લાગી, સામે માનવ હતો એને માથામાંથી ખૂબ લોહી નીકળી રહ્યું હતું, સીમા આ જોઈ ડરી ગઈ.

"માનવ,શું થયું તને?"

"ક્યાં? ક્યારે? કેવી રીતે ? તું અહીં કેવી રીતે આવ્યો?" સીમા માનવને એકધારા સવાલો કરી રહી હતી.

"સીમા હવે આ તાળું ન લગાવ હવે એનો કોઈ મતલબ નથી."

"તું શું બોલે છે માનવ?"

" હા સીમા હું તને હવે અંતિમ વાર જોવા અને અંતિમ આલિંગન આપવા આવ્યો છું. મને માફ કરજે હવે હું તારાંથી ખૂબ જ દૂર જઈ રહ્યો છું."

"એટલે?"

"હું હવે જીવિત નથી સીમા." 

  આ સાંભળતાં જ સીમાના હાથમાંથી એ તાળું પડી ગયું.

"મેઘા, માનવને કહે એવો મજાક ન કરે." કહેતા સીમા મેઘા તરફ ફરી.

"સીમા ક્યાં છે માનવ અહીં કોઈ નથી અને તું ક્યારની શું બબડે છે."

"સીમા, મેઘા અમને નહિ જોઈ શકે." સીમા જયારે પાછી માનવ તરફ ફરી તો એને જોયું કે એક પ્રેમી-યુગલ માનવ સાથે હતું અને માનવ જમીન પર ફસડાઈ પડયો હતો.

"સીમા જો તું તાળું બાંધશે તો અમારે માનવને આ દુનિયામાં રોકવો પડશે. એ હવે તમારી દુનિયા છોડી ચુક્યો છે, અને સાચો પ્રેમ પ્રેમીની ખુશીમાં રહેલો છે.જો તું આ તાળું બાંધશે તો મનાવે અતૃપ્ત આત્મા તરીકે ભટકવું પડશે."પેલાં પ્રેમી-યુગલમાંની સ્ત્રી સીમાને સમજાવી રહી હતી. 

   સીમાની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસી રહ્યાં હતા. તેણે એ તાળું ફેંકી દીધું અને માનવ પાસે બેસી બોલી.

" માનવ, હું તને હંમેશા તને ખુશ જોવા માંગુ છું. તને 'મુક્તિ' મળે એ માટે હું કઈ પણ કરીશ તું ચિંતા ન કર."

    અને માનવે સીમાને અંતિમ આલિંગન આપી દીધું, સીમાના હાથ ખાલી થઇ ગયા, તેના હાથમાંથી માનવનો હાથ પણ છૂટી ગયો હતો અને સાથ પણ.

"સીમા, તું આ હવામાં કોને હાથ લહેરાવી રહી છે, આ બધું શું ચાલી રહ્યું છે."

"મેઘા, માનવ મને હંમેશને માટે છોડીને જતો રહ્યો છે. તે એક અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે અને ' મુક્તિ' પણ.", મેઘાને આટલું કહેતા સીમા ચોંધાર આંસુએ રડવા લાગી અને તે તાળાં સામે જોતી રહી, મેઘા પણ અવાક બની સીમાને નિહાળી રહી હતી. 


Rate this content
Log in

Similar gujarati story from Thriller