મુખોટું
મુખોટું
અંતરમનની "વ્યથા" વ્યક્ત કરવી અને વ્યક્ત થવી ખુબજ કઠીણ છે. અને સાચેજ એને જીવવું બહુંજ અઘરું છે." મુખોટું " ઓળખવું કેટલું મુશ્કેલ છે, જે અનુભવ થયા પછી ઝીરવવું એટલુંજ કપરું છે કે પોતાનાં મન માં કાઈ અલગ અને વર્તનમાં કાઈક જુદું જ, અને શબ્દો થકી ઝરતું કાઈક ત્રીજું જ..
મીઠું મીઠું બોલી કોઈ ક્યારે ઠગી જાય છે સાચેજ ખબર નથી પડતી, એની લાગણી ને દુભાવવી, એને એ હદ સુધી છેતરવું કે એનાં મન માં ક્યારેય વિચાર સુધ્ધાં ન હોય કે મારી સાથે આવું અને આ વ્યક્તિ કરી શકે ? બસ, એ વિચારું તો વિચારોનાં વમળોમાં ફર્યા કરતું હોય છે.ચાલો જોઈએ છેતરપીંડીનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ ...
દિવ્યા અને સ્નેહા બંને નાનપણ ની ખાસ મિત્રો, પાક્કી બહેનપણી જેમણે એકબીજા વગર જરાય ન ચાલે. ક્યાંય જવામાટે એકબીજાની જરૂર તો પડે જ એમ, દિવ્યા સ્વભાવે થોડી ઢીલી હતી, લાગણીશીલ અને ડાહી, એની સામે સ્નેહા જૂઠું બોલતાં પણ ન ખચકાતી, કોઈનું પણ અપમાન કરી દેતી ધીરે ધીરે બંને સખીઓ મોટી થાય છે હવે કોલેજમાં પ્રવેશ્યાં છે, બંને સખી ખૂબજ ખુશ અને એક્સાઈટેડ હતાં.
નવી દુનિયાની શરૂઆત થવાં જઈ રહી છે, તેનો ઉત્સાહ સાથે જ થોડો ડર, દિવ્યા ખૂબ સુંદર ગાતી હતી, એને ગાવાનો શોખ પહેલાં થી જ, સ્નેહા ને તો એવીકોઈ ખાસ આવડત નહોતી.
પરંતુ, અહીંયાં થી ત્યાં કરવામાં ખૂબ હોંશિયાર હતી.એક દિવસ કોલેજના પ્રાંગણ માં એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે કે પોતાનાં ટેલેન્ટ ને તમે લોકો સુધી પહોંચાડો, બસ પછી શું..?
પ્રોગ્રામ માં દરેકે પોતાની અંદરની આવડત ને નિખાર આપવાનું સોપાન મળ્યું હતું. દિવ્યા ને પણ ખૂબ મન થઈ જાય છે, અને સાચેજ એ સ્ટેજ પર પોતે એક સુંદર ગીતની પ્રસ્તુતિ કરે છે, અને આખા કોલેજને મંત્ર મુગ્ધ કરી દે છે.. દિવ્યા પોતાની માટેની વાગેલી તાળીઓથી ખુશ ખુશ થઈ જાય છે. પરંતુ, સનેહા ને એટલી ખુશી નથી થતી.
કહેવા માટે પાક્કી મિત્રો, અને પોતાની ફ્રેન્ડની ખુશીમાં લોકલાજે જૂઠાણું હાસ્ય પ્રસરાવી દે છે... દિવ્યા ને ખબર નથી પડતી કે જે તેની નાનપણની મિત્ર છે કે એનાં હાસ્ય પાછળ પોતાનું વેર અને નાપસંદગી જતાવી રહી હોય છે. કે જે પોતાની મિત્રથી જ વિઘ્નસંતોષી વેળા કરે છે. પરંતુ, જ્યારે આવડત નો આપણી અંદર અભાવ હોય ત્યારે દુનિયામાં કેટલીયે હોટ આપણને ઓછી જ લાગે. એટલે કોણ, ક્યારે, કેવીરીતે, ક્યાં ગેમ રમી જાય અને આપણે દિવસે બસ ઝોકાં ખાતાં રહી જઈએ એવી વાત છે.ફરી એક વખત ક્લાસ માં પણ આવીજ પરિસ્થિતિ ઉદભવે છે,
સિંગિંગ નો પ્રોગ્રામ રાખેલો હોય છે. દિવ્યા ખુબજ ઉત્સાહમાં હોય છે, સામેજ સ્નેહા બેઠી હોય છે કે ક્યારે દિવ્યાનો વારો આવે અને હું જઈને કઈક એવું અડપલું કરી આવું કે બહું આને શોખ છે ને જ્યાં ને ત્યાં ગાવા બેસી જતી હોય છે.. સ્નેહા એ આ વાત ને જ ખોટી લીધેલી હોય છે.. કે મને કોઈ બાબત માં, કે કોઈ વિષયમાં રૂચિ ન હોય તો એનો મતલબ એ નથી કે બીજાં કોઈ ને ન હોય, દરેકની પોતાની કોઈ અલગ ચોઈસ છે, આગવી ઓળખ છે.. અને દિવ્યાનો વારો આવે છે કે સ્નેહા ત્યાં પડેલાં એક માસ્કમાંથી એક ફેસ માસ્ક ઉપાડે છે અને સ્ટેજ પાછળ જઈને દિવ્યાના રેકોર્ડ વાડી સીડી તોડી નાખે છે.
અને દિવ્યા ઊભી રહી સ્ટેજ પર લોકો સામે જાણે એક સ્ટેચ્યુ બની ઊભી રહી જાય છે, આમ તેમ બોલતી ટીકા થકી દિવ્યા તૂટી જાય છે, આજે પોતે હાસ્ય નો વિષય બનવા પર એને મન મા ઘા થઈ જાય છે. ત્યાંથી ચાલી નીકળે છે ઉદાસ થઈ, અને એને જતાં જોઈ સ્નેહા માસ્ક ઉતારી એ બનેલી ઘટનાં નો આનંદ લેતી હોય છે.. અને સાચેજ આ એક "નગ્ન સત્ય" હકીકત છે, કે કોણ ક્યારે પોતાનો રંગ બદલે એ કોઈ નથી જાણતું હોતું.
અને દરેક પોતાની ખુશી પર ખુશ થવાં વાડા આપણાં જ હોય એવું જરૂરી તો નથી ને ? અને મનુષ્ય તો કાચિંડા થી પણ ગયેલો છે, કે ક્યારે પોતાનો અસલી રંગ બતાવી દે એ કોઈ જાણતું નથી.
ડબલ ફેસ, બે મોઢા વાળું વ્યક્તિત્વ કહેવાય આવાં માણસો ને, અને ઓળખ કરવી પણ એટલીજ અઘરી છે.
"ચહેરે પે એક ઓર ચહેરા", જેને તમે કયારેય ઓળખી નથી શકતા. અને જેવી રીતે દિવ્યાનું કાઈ સારું થવું, સ્નેહા માટે ન ગમતી વાત હતી, એવીજ રીતે માણસોનાં "રંગ" ઓળખવા મુશ્કેલ નહી અશક્ય વાત છે.
એક મોઢા પાછળ ન જાણે કેટલાય મોં છૂપાયેલા છે !..કોઈને સમજવાંની જલ્દી ન કરશો, અને પોતાની જાત સમજાવવાની કોશિષ ન કરશો. દરેક સારી દેખાતી વસ્તું સારી જ હોય એ જરૂરી નથી. ક્યારેક ખોટા વ્યક્તિ પર રાખેલો આંધળો વિશ્વાસ દગો કરી જાય છે.
