JHANVI KANABAR

Action Crime Thriller

4.5  

JHANVI KANABAR

Action Crime Thriller

મર્ડર

મર્ડર

7 mins
328


રીયા આજ ઓફિસથી વહેલી નીકળી ગઈ. સાત માળની ઓફિસની લિફ્ટમાં ઘૂસતા જ રીયાએ પંખાનું બટન ઓન કર્યું અને બેઝમેન્ટનું બટન દબાવ્યું. વ્હાઈટ હોન્ડાસિટીમાં બેસી રિયાએ કારને ઘર તરફ હકાવી. રેડ એફ.એમ 98.3 પર રોમેન્ટિક સોન્ગસ વાગી રહ્યા હતાં. અચાનક કાર રસ્તા પર સંતુલન ગુમાવી બેઠી. રોડ પરના અન્ય વાહનોને ઓવરટેક કરી પુર સ્પીડમાં જેમતેમ આગળ વધતી હોન્ડાસીટી રોડની સાઈડ પર આવેલ એક મોટા વૃક્ષ સાથે અથડાઈ પડી. સ્ટીયરીંગ પર રીયાનું માથુ લોહીથી ખદબદતું હતું. કારનો આગલો હિસ્સો ડેમેજ થઈ ગયો હતો. આજુબાજુ માણસ ભેગું થઈ ગયું હતું. એમાંના કોઈએ પોલીસને જાણ કરી. થોડા સમયમાં પોલીસ અને એમ્બ્યુલન્સ ત્યાં આવી પહોંચી. રીયાને કારમાંથી કાઢી સ્ટ્રેચર પર લઈ એમ્બ્યુલન્સ હોસ્પિટલ પહોંચી. રીયાના મોબાઈલમાંથી રિસેન્ટ નંબર જે રીયાના પપ્પા શેઠ મુકુંદરાયનો હતો, તે ડાયલ કરી જાણ કરવામાં આવી.

મુકુંદરાય તેમના પત્ની સુવર્ણાબેન સાથે હોસ્પિટલ પહોંચ્યા. રીયાના લોહીથી ખરડાયેલ શરીરને જોઈ મુકુંદરાય છાતી પકડી બાજુમાં પડેલ સોફા પર ફસડાઈ પડ્યા. રીયાને એમરજન્સી રૂમમાં લઈ જવામાં આવી. ડોક્ટર મજમુદારે રીયાનો હાથ પોતાના હાથમાં લીધો અને થોડી પ્રાથમિક તપાસ કરી રીયાને મૃત જાહેર કરી. મુકુંદરાયના પરિવાર પર આભ તૂટી પડ્યું. ત્યાં હાજર કમિશ્નર મોહિત મલ્હોત્રાએ તેમને સાંત્વના આપી થોડી પૂછપરછ શરૂ કરી. તેમની જાણમાં આવ્યું કે, મુકુંદરાય બે ફેક્ટરી, અમદાવાદમાં બે બંગલા અને એ સિવાય એક પ્લોટના માલિક છે. મુકુંદરાયના પહેલા પત્ની મધુબેને રીયાને જન્મ આપ્યો હતો એ પછી કેન્સરની બિમારીથી તેમનું મૃત્યુ થયું હતું. મુકુંદરાયે પોતાના એકલવાયા જીવનને સહારો મળે અને પાંચ વર્ષની નાનકડી રીયાને મમતાભર્યો છાંયો મળી રહે એ માટે સુવર્ણાબેન સાથે લગ્ન કર્યા. રીયા પંદર વર્ષની થઈ ત્યારે વસિયતમાં મુકુંદરાયે રીયાને પોતાની સંપત્તિની વારસદાર બનાવી હતી. એ પછી સુવર્ણાબેને એક દીકરાને જન્મ આપ્યો, જેનું નામ રોહિત. રોહિત હજુ દસ વર્ષનો હતો. કુટુંબ અને રીયા વિશે થોડી જાણકારી મેળવી મિ.મલ્હોત્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા. સાંજ સુધીમાં રિયાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો. રિપોર્ટ્સ જોતાં મિ.મલ્હોત્રા બોલી પડ્યા.. `ધીસ ઈઝ નોટ એન એક્સિડેન્ટ.. ધીસ ઈઝ ધ મર્ડર. બોડીમાં ક્લોરોફોર્મ ડાયોગ્નાઈઝ થયો છે. મને લાગતું જ હતું કારણકે હોસ્પિટલમાં રીયાના નખમાં બ્લડ દેખાતું હતું. એનો મતલબ શ્વાસ રૂંધાતા એણે મર્ડરરને નખ ભર્યા છે.’

પોલીસ કોન્સ્ટેબલ પાંડુ અને એસ.પી રાઠોડને કેસની ડિટેઈલ્સ જોવાનું, ફેમિલિ મેમ્બર્સના કોલ્સ ચેક કરવાનું અને ઘટના સ્થળેથી ફોરેન્સિક રિપોર્ટસ કલેક્ટ કરવાનું સોંપવામાં આવ્યું. પોલીસ કોન્સ્ટેબલે કોલ ડિટેઈલ્સ ચેક કરી. એસ.પી. રાઠોડ ઘટનાસ્થળે પહોંચ્યા અને કાર ચેક કરી. કારમાંથી એક રૂમાલ અને સિલ્વર ચેઈન મળી આવ્યા. કારના જુદી-જુદી સાઈડથી ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા. એક-બે દિવસ પછી મિ.મલ્હોત્રા કેસ ઈન્ચાર્જ તરીકે શેઠ મુકુંદરાયને ઘરે પૂછપરછ કરવા ગયા. વાતાવરણ ગમગીન હતું. મુકુંદરાય ભાંગી પડેલા દેખાતા હતા. સુવર્ણાબેન સ્વસ્થ હતા. રોહિત વારંવાર રીયાદીદીની વાતો કર્યા કરતો હતો. સુવર્ણાબેને સર્વન્ટ ગીતાબેન સાથે મિ.મલ્હોત્રા અને મુકુંદરાય માટે ચા મોકલાવી અને પોતે રોહિતને લઈ રૂમમાં ચાલ્યા ગયા. મિ.મલ્હોત્રાને લાગ્યું કે સુવર્ણાબેન તેમની સામે આવવાનું ટાળે છે.

`મિ. મુકુંદરાય તમને ખાસ જણાવવાનું છે કે, પોસ્ટમોર્ટમની રિપોર્ટ પ્રમાણે રિયાનું મૃત્યુ એક્સિડન્ટ નથી બટ મર્ડર છે.’ મિ. મલ્હોત્રાએ ચાનો કપ ઉઠાવતા કહ્યું.

`વોટ ? મર્ડર ? મારી દીકરીને એવી કઈ દુશ્મનાવટ હશે કે કોઈ એનું મર્ડર કરે !’ મુકુંદરાય આઘાતથી બોલી રહ્યા હતા.

`એ તો બહુ જલ્દી ખબર પડી જશે. તમે મને રિયા વિશે થોડું જણાવો. આઈ મીન એનો શેડ્યુઅલ, એની સૌથી નજીક કોણ હતું ? કોના પ્રત્યે તેને એલર્જી હતી ? વગેરે વગેરે.’ મિ.મલ્હોત્રાએ શેઠજીને ધીમા પાડતા કહ્યું.

થોડીઘણી વાતો કર્યા પછી ઘરના નોકરચાકરોની પણ પૂછપરછ કરવામાં આવી. રીયાના રૂમમાં તેનો કબાટ, લેપટોપ વગેરે મિ.મલ્હોત્રાએ તપાસ્યું. જરૂરી માહિતી પેનડ્રાઈવમાં લઈ તે રૂમમાંથી બહાર નીકળ્યા. બાજુમાં જ રોહિતના રૂમમાંથી અવાજ સાંભળ્યો. `બેટા ! તું હવે મોટો થઈ ગયો. પપ્પાને તારે જ સાચવવાના છે. તું થોડો હોંશિયાર થા અને તારા પપ્પાની જવાબદારી ઓછી કર. રીયાદીદી હવે નથી રહ્યા તો આ સંપત્તિનો તું જ વારસદાર છે. તું જ હવે અમારો ટેકો છે.’ મિ.મલ્હોત્રા સુવર્ણાબેનના બેનના શબ્દો માત્ર સાંભળતા જ નહોતા તેનો મર્મ પણ સમજવાની કોશિશ કરતા હતા. આખરે મિ.મલ્હોત્રાનો શક સુવર્ણાબેન તરફ વધુ પાક્કો થયો. `ગમેતેમ રીયા તેમની સગી દીકરી નહતી. રોહિત પોતાનું લોહી હતું. સંપત્તિ પરના હક જમાવવાના ઝનૂને આવું પગલુ ભરાય એમાં નવાઈ નહિ. પોતે મર્ડર ના કર્યું હોય પણ કોઈ સાથે કરાવી તો શકે જ.’ મનમાં ને મનમાં વિચાર કરતાં મિ.મલ્હોત્રા સીડી ઉતર્યા અને મુકુંદરાયને `ફરી જરૂર પડશે તો આવીશ. આશા છે કે તમે પણ કો-ઓપરેટ કરશો.’ મુકુંદરાયે અસમંજસમાં હકારમાં ડોકુ ધુણાવ્યું.

રીયાનો ફોન મચડતા મિ.મલ્હોત્રાની નજર વોટ્સઅપના મેસેજીસ પર પડી. અંગ્રેજીમાં કરેલા મેસેજીસનો અર્થ આવો કંઈક હતો.....

મોમ – બેટા ! આદિ પર તારો આંધળો વિશ્વાસ તને ભારે પડશે. એની નજર તારી સંપત્તિ પર છે.’

રીયા – મોમ પ્લીઝ ! મારી લાઈફમાં દખલગીરી ન કરો અને સંપત્તિની વાત કરીએ તો તમે પણ તો મારા પપ્પા સાથે સંપત્તિ માટે લગ્ન કર્યા છે.

મોમ – બેટા ! આદિને મળ્યે હજુ તારે એક જ મહિનો થયો છે ને આદિએ તારી પાસે પચાસ લાખ રૂપિયાની ડિમાન્ડ કરી અને તે આપી પણ દીધા.

રીયા – એને બિઝનેસ માટે જોઈતા હતા.

મોમ – હા, તો તેણે આપણી પાસેથી લોન લેવી હતી. આમ તારા પ્રેમનો ફાયદો ઉઠાવવાની શી જરૂર ? આટલી મોટી રકમ માટે તેણે તારા પપ્પા જોડે પણ તો વાત કરવી જોઈતી હતી. તારા પપ્પા કંઈ કહેતા નથી પણ ખરેખર તો તેમને પણ આદિ માટે મનમાં શક જ છે.

રીયા – કેમ ન હોય શક...? તમે છો ને પપ્પાના મનમાં મારા અને આદિ માટે ઝેર ભરવા.

મોમ – ઠીક છે બેટા. તને જેમ ઠીક લાગે તેમ કર. પણ તારુ ધ્યાન રાખજે.

મિ.મલ્હોત્રાએ મેસેજિસ વાંચી તરત જ એસ.પી રાઠોડને આદિ વિશે તપાસ કરવાનું જણાવ્યું. રીયાના મોબાઈલ પરથી આદિનો મોબાઈલ નંબર ટ્રેસ કરવામાં આવ્યો. આદિ બે દિવસ પહેલા જ અમદાવાદ છોડી બરોડા જતો રહ્યો હતો. ફોનથી પૂછપરછ કરતા બની શકે કે આદિ એલર્ટ થઈ જાય અને હાથમાંથી છટકી પણ જાય એટલે રાઠોડ અને કોન્સ્ટેબલ પાંડુ બરોડા જવા નીકળ્યા. આ બાજુ મિ. મલ્હોત્રા મુકુંદરાયના ઘરે પહોંચ્યા મેસેજીસ બાબતે સુવર્ણાબેનની પૂછપરછ કરવા. બહાર લગાવેલા કેમેરા પરથી મિ.મલ્હોત્રાને જોતા નોકર રામુએ દરવાજો ખોલ્યો. મિ.મલ્હોત્રા અંદર પ્રવેશ્યા અને તેમને જોરજોરથી કંઈક ઝઘડવાનો અવાજ સંભળાયો. મિ.મલ્હોત્રા અવાજની દિશામાં ગયા. રૂમનો દરવાજો બંધ હતો. અંદરથી અવાજ આવતો હતો....

`તમારી ઉંમર થઈ ગઈ છે. તબિયત પણ સારી નથી રહેતી એટલે કહુ છું કે, વસિહત કરી નાંખો. રોહિત જ હવે આપણો એક વારસદાર છે.’

`મેં ક્યાં ના પાડી...? પણ રોહિત હજુ નાનો છે અને....’

`એમ ને એમ મિલકત માધવભાઈ પચાવી પાડશે. મને તેમના પર જરા પણ વિશ્વાસ નથી.’

`એ મારો નાનો ભાઈ છે. રોહિત અઢાર વર્ષનો થશે ત્યારે બે ફેક્ટરી તેના નામે કરી દેશે. ફેક્ટરીના અમુક નિર્ણયો લેવા સરળ રહે એ માટે અત્યારે પાવર ઓફ એટર્ની એની રહે એ જ બરાબર છે. રહ્યા આ બે બંગલા અને જમીન. એ તો હું હાલ જ રોહિતને નામે કરી દઈશ.’

`હું જ નકામી ભૂંડી થઉ છું. કરો તમારે જે કરવું હોય એ. પછી રોવા ના બેસતા.’

સુવર્ણાબેન ધમધમ કરતાં સીડી ઉતરી ગયા. મિ. મલ્હોત્રા મુકુંદરાય પાસે રૂમમાં ગયા.

`ખોટુ ના લગાડતા પણ શક કરવો એ તો અમારી ડ્યુટી છે, મિ.મુકુંદરાય. મને તમારા પત્નીનો વ્યવહાર કંઈક શંકાસ્પદ લાગે છે. બની શકે સંપત્તિની લાલચમાં....’

`ના ના... સર ! એ ના બની શકે. સુવર્ણાએ રિયાને સગી માનો પ્રેમ આપ્યો છે. એક સમયે રીયાને પણ તમારી જેમ જ સુવર્ણા પર શક હતો. એ આદિના પ્રેમમાં અંધ હતી. સુવર્ણા તેને ઘણુ સમજાવતી પણ....’

`મારે એ જ બાબતે તમારી સાથે વાત કરવી છે. આ રિયાના મોબાઈલમાં કેટલાક મેસેજીસ જોતા અમને પણ આદિ પર શક જાય છે. ‘

મુકુંદરાય કંઈક વિચારોમાં ખોવાઈ ગયા. નાજુક તબિયતને જોતા મિ.મલ્હોત્રાએ `એની વે. અમે તપાસ કરી જ રહ્યા છે.. અત્યારે હું જાઉ છું. પ્લીઝ ટેક કેર.’ કહી પોલીસ સ્ટેશન તરફ પ્રયાણ કર્યું.

આ બાજુ રાઠોડ અને પાંડુ સાંજ થતાં આદિને બોચીએ ઝાલી પોલીસ સ્ટેશમાં દાખલ થયા. સિલ્વર ચેઈન અને રૂમાલ આદિને બતાવવામાં આવ્યા. પંદર મિનિટ તો તેણે મૌન રાખ્યું પણ પછી બેચાર તમાચા, થોડી ડંડાવાળી અને મુક્કા પડતાં જ પોપટની જેમ બોલવા લાગ્યો.

`હા, મારાથી ભૂલ થઈ ગઈ સાહેબ.. મને રીયા સાથે કોઈ પ્રેમ નહોતો. રીયાની ફ્રેન્ડ સોનિયા મારી કઝીન થાય. એકવાર સોનિયાના ઘરે મેં તેને જોઈ. સોનિયાએ રિયાના ગયા પછી મારી સામે તેની સંપત્તિ વિશે ઘણી વાતો કરી હતી. બે ફેક્ટરી પોતે સેપરેટલી સંભાળતી હતી એ પણ જાણ્યું. એ પછી અવારનવાર હું તેને મળતો. મારી વાતોમાં અને ધીમે ધીમે મારા પ્રેમમાં તે ફસાઈ ગઈ. એક મહિનામાં તો તે સંપૂર્ણપણે મારા વશમાં આવી ગઈ. મેં લાગ જોઈ તેની પાસે બિઝનેસ કરવા પચાસ લાખ રૂપિયા માંગ્યા. તેણે મને રૂપિયા આપ્યા. એક વાર તેના હાથમાં મારો ફોન આવી ગયો અને એમાં મારા બીજા એફેર્સ તેની સામે આવી ગયા. ચૂપચાપ એણે મારી તપાસ કરવા માંડી અને મારી પોલ છતી થઈ ગઈ. તે મારી જોડે ખૂબ ઝઘડી અને બિઝનેસના બહાને પૈસા પડાવા બદલ મારી પર કેસ કરવાની ધમકી આપી. હું ખૂબ જ ગુસ્સામાં હતો. મારુ ભવિષ્ય મને સળિયા પાછળ દેખાતુ હતું એટલે મેં તેને મારવા માટે પ્લાન કર્યો. મર્ડરને એક્સિડન્ટમાં બદલવા માટે તેની કારમાં હું ગોઠવાયો. કારની ચાવી મેં સિક્યોરિટી ગાર્ડ પાસેથી લઈ લીધી. ગાર્ડ મને રિયાના ફ્રેન્ડ તરીકે ઓળખતો હતો એટલે આનાકાની કર્યા વગર ચાવી આપી દીધી. કારમાં ઘૂસી ગાર્ડને ચાવી પાછી આપી દીધી અને કહ્યું કે, `મેડમને કંઈ જ ના કહીશ. સર્પ્રાઈઝ છે.’ રિયા કારમાં ગોઠવાઈ અને કાર પુરપાટ ઘર તરફ દોડાવી. મેં ચાલતી કારે તેને ક્લોરોફોમવાળો રૂમાલ સુંઘાડ્યો. કાર ધીમી પડી ગઈ. થોડી હાથાપાઈ થઈ પણ ગતિ ધીમી હોવાથી કારનું લોક ખોલી હું કૂદી ગયો અને અને...’.

`સાહેબ મને માફ કરી દો... સાહેબ... ભૂલ થઈ ગઈ...’ રોહિત કાકલૂદી કરવા લાગ્યો.

`હવે માંગ્યા કરજે માફી કોર્ટમાં... હુંય જોઉં તને કેવી માફી મળે છે... ?’ એક લાત લગાવી મિ.મલ્હોત્રા રિમાન્ડ રૂમમાં બહાર આવ્યા અને મુકુંદરાય અને સુવર્ણાબેનને ફોન કરી બોલાવ્યા. તેમને સઘળી વાત જણાવી.

વારંવાર સુવર્ણાબેન તરફ શક કરતાં મિ.મલ્હોત્રાને કેસ કોઈ નવી જ દિશામાં લઈ ગયો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Action