Geeta Thakkar

Classics

2  

Geeta Thakkar

Classics

મોસમનો પહેલો વરસાદ

મોસમનો પહેલો વરસાદ

1 min
73


મોસમનો પહેલો વરસાદ. ધરતી ભૂતકાળમાં સરી પડી. ધોધમાર વરસતાં મોસમનાં પહેલા વરસાદમાં આકાશ સાથેની એ પ્રથમ મુલાકાતની ક્ષણો ધરતીને રોમાંચિત કરી ગઈ.  મોસમનો પહેલો વરસાદ.

આકાશ સાથેના લગ્નની એ યાદગાર પળો, અને પ્રથમ મિલનની મધુર યાદો ધરતીને આનંદમાં તરબોળ કરી ગઈ.

મોસમનો પહેલો વરસાદ.આકાશની કારનો ગમખ્વાર અકસ્માત. આકાશના અવસાનની દુ:ખદ ઘટના, અને વિયોગની વસમી વેદના ધરતીની આંખમાં અશ્રુનો વરસાદ વરસાવી ગઈ.

આજે ફરીથી મોસમનો પહેલો વરસાદ. હોસ્પિટલનાં બિછાના પર સૂતેલી ધરતીએ જોરથી ચીસ પાડી,"નહીંહીંહીંહીં...."


Rate this content
Log in

Similar gujarati story from Classics