STORYMIRROR

Geeta Thakkar

Drama

3  

Geeta Thakkar

Drama

પિતા દિન

પિતા દિન

2 mins
215

જન્મ જનની આપે છે પણ જીવન પિતા આપે છે. જન્મ આપવાની પીડા માતા સહે છે પણ દુનિયા પિતા દેખાડે છે. ચાલતાં માતા શીખવાડે છે પણ આંગળી પકડી જીવનની સાચી રાહ પિતા દેખાડે છે. માતાનાં સ્નેહના ઝરણામાંથી સતત ખળખળ અવાજ આવે છે પણ પિતાના વાત્સલ્યનું ઝરણું મૂક પણે અવિરત વહે છે, જે હોઠો પર નહીં પણ આંખોમાં સતત નિતરતું દેખાય છે.

પિતા સંતાનનો જન્મ થાય ત્યારથી રોજ પોતાના બાળકો સાથે બાળદિન મનાવે છે. રોજ એમની નવી નવી જરૂરિયાત પૂરી કરે છે. રોજ નિતનવી ખુશીઓની ભેટ ધરે છે. કેમ છે બેટા ? કહી રોજ માથે હાથ ફેરવી આશિષ વરસાવે છે. પોતે કરકસરથી જીવીને સંતાનની માંગણી પૂરી કરે છે, અને કાયમ પૂછે છે,"કાંઈ જોઈએ છે બેટા ? તો મિત્રો, આપણે પણ વરસમાં ફક્ત એક જ દિવસ નહીં રોજ પિતા દિન મનાવીએ. કેમ છો પપ્પા ? પિતાને લાગણીભર્યા ફક્ત બે શબ્દો રોજ પૂછીએ. પિતાને એમનો જન્મારો સફળ થયેલો લાગશે. પિતાનો આખા જીવનનો થાક ઉતરી જશે.

જો હું પિતા હોઉં તો ? આ પ્રશ્ન આજે જો ખુદને પૂછશું તો જવાબ મેળવતાં મનમાં થોડી અવઢવ જરુર થશે. જે સમર્પણ, ત્યાગ અને સંઘર્ષ આપણા પિતાએ આપણી માટે કર્યો એ આપણે કરી શકશું ? મિત્રો, આપણા પિતાએ આપણી માટે કરેલાં સંઘર્ષ અને સમર્પણનું ઋણ તો આપણે ક્યારેય ન ઉતારી શકીએ પણ આપણે એમને રોજ આપણો થોડો સમય અને સ્નેહ તો જરૂર આપી જ શકીએ. આજથી આપણે આ પ્રણ લેશું તો જ પિતા દિનની ઉજવણી સાર્થક થશે. ખરૂં ને ?


Rate this content
Log in

Similar gujarati story from Drama