મન
મન
આ એક દરેકમાં રહેતા વ્યક્તિની વાત છે. મન નામનો માનવી દરેક પાસે હોય છે. જે કેટલીય વાતો એની સાથે કરે છે. આ મન કેવું ? નથી એનું કોઈ કદ,રંગ,રૂપ છતાંય તરવરાટ કરાવે આ મન.
મન સાથે કેટલીય વાતો કરતા હશો. કદાચ આપણે એ જાણતા પણ નહી હોય, તમને કલ્પના જ નથી મન તમારા મનના હજારો સવાલ ના જવાબ જુદી રીતે આપે છે. કયારેક કેટલાક જવાબથી રડાવે, હસાવે, ગંભીર, ગભરાટ કે પછી પ્રફુલ્લિત કરે. આ બધુ મન નામનો આ માનવી કરાવે. જે કશુ સચોટ નથી હોતું.
આ મન તમને કયારેય શાંતિથી નહિ બેસવા દે. દેવપુજા સ્થાનમાં પણ હજુ પુજા ચાલુ કરીયે ત્યાં પણ શરૂ થઈ જાય. આપણે એને કહીયે અહીં થોડી વાર તો જપી જા.પણ એ કોનુ સાંભળે.
એતો થોડી વારે ટકોરા મારે. આ મન નામનો માનવ એ અકલ્પીય કલાકાર છે.
હા, હું એટલું જરૂર કહીશ કે તમારે એને જીતવો હોય તો, તેની સાથે જેટલા હિંચકા ખાશો એટલા
વધારે ચક્કર આવશે. તમામ વિચારો તમારે જેને પણ રજૂ કરવા છે તેને કરી દો. એટલે મનની બહાર નીકળી જશો,જે થશે તે પરિણામની ચિંતા વગર સારુ કે ખરાબ એ હું નથી જાણતી પણ પરિણામ મળશે. જેનાથી તમે હાશકારો જરૂર લાગશે. મન પણ થોડી વાર ટાઢું પડશે. મન ને કંઈક ગમતું આપો. .તો તે શાંત થઈ જાય. એટલે કોઇ એ કીધુ છે મન હોય તો માળવે જવાય.
મન ની ઉલઝનોથી ઉલજાયા વગર જે કરવું હોય તે કરી લો. જે પણ પરિણામ આવે,. પણ જવાબ મળી જશે. ......શાંતિ લાગશે.