Nayana Charaniya

Abstract Others

2  

Nayana Charaniya

Abstract Others

મિત્રતા શીખવી તો કૃષ્ણ પાસેથી

મિત્રતા શીખવી તો કૃષ્ણ પાસેથી

2 mins
34


શ્રાવણ માસ આવતા જ જાણે તહેવારોની અને મેળાની મોજ. શ્રાવણ માસ એટલે તો જાણે ભક્તિભાવ અને મંદિરોમાં જામતી ભીડો. લોકો અને ભગવાન જાણે કેમ આ સમય દરમિયાન જ ના જાગતા હોય ! આમ, તો હિન્દુ મંદિરોમાં તહેવારોનું વિશેષ મહત્વ છે જ, પરંતુ કેટલાક ખાસ દિવસો કે મહિનામાં એમાં વધારો થઈ જતો હોય છે. લોકમેળાના કરને જ આજે ટેક્નોલોજીના કારણે અલગ થઈ જતા લોકો એક સાથે મળી રહે છે અને ભીડને કારણે મોબાઈલનું નેટવર્ક જતું રહે છે ! એમાં પણ આપણે અહી સાતમ આઠમના મેળાનું વિશેષ મહત્વ છે. નંદના લાલ એવા કાનાનું જન્મ અને એનો ઉત્સવ એટલે જન્માષ્ટમી.

આ મહિનામાં વ્રત - ઉપવાસનું પણ વિશેષ મહત્વ હોય છે. શ્રી કૃષ્ણના જન્મોત્સવની સાથે સાથે લગ્નોત્સવનું પણ આ દિવસે ખાસ મહત્વ હોય છે. શાળા મહાશાળા કે શેરીએ શેરીએ હવે તો મટુકી ફોડનો કાર્યક્રમ પણ વિશેષ મહત્વ ધરાવે છે. કૃષ્ણ છે એટલે જ શ્વાસની છે આવન જાવન, આ ખોળિયું ગોકુળિયું અને હૃદય જાણે વૃંદાવન બની જાય છે. પ્રેમનું પ્રતિક અને નિઃસ્વાર્થ પ્રેમ એટલે જ રાધા કૃષ્ણ ! જેમાં પ્રથમ નામ પણ રાધાનું અને એ આપ્યું પણ કાનાએ જ. એટલે જ તો કહેવાય છે, 'દરેક સાંજ સુહાની નથી હોતી, દરેક ચાહતની પાછળ કહાની નથી હોતી, કેટલીક અસર તો છે પ્રેમની નહીતર ગોરી રાધા પણ સાવલા શ્યામની દિવાની ન હોત .' 

 કૃષ્ણ બાળપણ, યુવાવસ્થાના પરાક્રમો કે રાજ્યવહીવટ ઘણું જ શીખવાડી જાય છે. સાચી મિત્રતા કે સાચો પ્રેમ શીખવો હોય તો કૃષ્ણની પાસે જ. આજે ધનવાન તો એ લોકો છે જેમની પાસે કૃષ્ણ સુદામા જેવા મિત્રો છે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract