HEMILKUMAR PATEL

Drama Crime Thriller

4.5  

HEMILKUMAR PATEL

Drama Crime Thriller

મિશન ચેલેન્જ (અમદાવાદ એટેક)

મિશન ચેલેન્જ (અમદાવાદ એટેક)

16 mins
22.7K


લડાઈ તો જ્યારે ભારત આઝાદ થયો ત્યારે પણ હતી અને અત્યારે પણ છે. એ લડાઈ ના બંધ થઇ હતી કે ના થશે. પંદર ઓગસ્ટ ઓગણીસોં સુડતાલિસના રોજ આઝાદ થયો આ દેશ પણ એક અંદરની વાત લઈને મોહમ્મદ અલી જીણાએ મુસ્લિમ માટે અલગ દેશની માંગ પહેલાથી કરેલી. તેમાં ગુજરાતનું જૂનાગઢ, હૈદરાબાદ, કાશમીર વગેરે જેવા રાજ્યોને પાકિસ્તાનમાં ભેળવી દેવાની માંગ હતી પરંતુ ત્યાંની પ્રજા ભારતમાં રહેવા માંગતી હતી. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ પોતે રજવાડાને એક કર્યા ભારતમાં રહેવા માટે. આ ભાગલાથી હિંદુ અને મુસ્લિમમાં એક મોટો ભાગ પડ્યો જે ભાગ આવનાર સમયનો સૌથી મોટી લડાઈની ચેતવણી હતી. મુસ્લિમમાં જે હિન્દૂ મુસ્લિમ હતા તેમનાથી ભારતને કંઈ ડર જેવું નહોતું. પાકિસ્તાન જમાત મુસ્લિમથી ડર હતો. હિન્દમાં રહેલ ભારતીય મુસ્લિમ એક થઈને રહ્યા હતા. અહીંયા તો બંને એક થઈને રહ્યા તો સાચું અને રાત્રે જમણવાર કોઈ દિવસ જોડે રાખતા તેની કહાની મિશન ચેલેન્જ સાથે તે કડી જોડાઈ રહેલ છે. 

          અત્યાર સુધીમાં ઘણા આતંકવાદી હુમલાને ટીવી પર જોયા છે, ઇતિહાસની ચોપડીમાં વાંચ્યા છે પણ એક હુમલો જે કોઈ ઇતિહાસની ચોપડીમાં લખેલો નથી કે પછી તેના પાછળનું રહસ્ય અત્યાર સુધીમાં શોધવું પણ કાઠું પડયું છે. 

26 જુલાઈ 2008 અમદાવાદ આતંકવાદી હુમલો. 

         હુમલો મોટો હતો, પણ છપ્પન જણા ભોગ બન્યા હતા. અમદાવાદમાં બાપુનગર, નરોડા, નિકોલ, સિવિલ હોસ્પિટલ, કાલુપુર એમ ઘણાય એરિયા બૉમ્બ બ્લાસ્ટમાં લઇ લીધા હતા. ખરેખર આ અમદાવાદ માટે હેરાન કરે તેવી વાત હતી. ગુજરાતમાં કોઈ જગ્યાએ રહેનાર લોકો માટે અમદાવાદ એક ધંધા માટેનું સીટી, ભારતનું માન્ચેસ્ટર કહેવાય તેના માટે દર્દ નાયક દિવસ કહેવાયો.  અમદાવાદમાં લોહીની લાઈનો દેખાવા માંડી, કાદવની જગ્યાએ માંસ ભરેલું નઝર આવવા લાગ્યુ, કોઈના હાથ ધડમાંથી અલગ પડી ગયા તો કોઈનું માથું છૂટું પડી ગયું તો કોઈ કોઈનો જીવ બચવા ગયો તે શહીદ થઇ ગયા. બાપુનગરમાં સૌથી વધારે ભયાનક સ્થિતિ હતી ત્યાંથી ઘવાયા લોકોને એમ્બ્યુલન્સમાં લઇ જવાયા ત્યારે એમ્બ્યુલન્સમાં બૉમ્બ મૂકીને બ્લાસ્ટ કરેલો. બીજી જગ્યાએથી સિવિલ હોસ્પિટલ લઇ જવાયા તો ત્યાં હોસ્પિટલમાં બૉમ્બ મુકેલો. મતલબ એટલો ભયાનક રૂપ ધારણ કરેલો હુમલો અમદાવાદ માટે એક શરમની વાત બની ગયી કે સૌથી સલામત જગ્યા કંઈ? કદાચ જે ઘરે બેઠા રહ્યા તે સલામત જગ્યા. લોકોના ઘરે ટીવી ચાલુ થતા સમાચારની પહેલી લાઈનથી લઈને આખુ હુમલા વિશે બતાવવામાં આવ્યું હતું. એક જ લાગતું બધાને કે આપણી સામે લોકો મરી રહ્યા છે. કેટલાય લોકો પોતાના સગા વહાલાને ફોન કરતા અને સમાચાર લેતા કોઈ પોતાનું તો હુમલામાં ઘવાયુ તો નથીને. બસ આ દિવસ આવો ભયંકર નીકળ્યો અને બીજા દિવસે એક વાત બધાના ચહેરા પર આવી ગયી તે છે “ડર”. જે આતંકવાદી ઇચ્છતા હતા તે શક્ય બનીને સામે આવી ગયું. કોઈએ અપેક્ષા પણ નહોતી રાખી તે હાલત થઇ હતી. કોઈના છોકરાઓ આખી રાત ભૂખ્યા તરસ્યા ટ્યૂશન ક્લાસમાં બેઠા રહ્યા તેમના પરિવારના લોકો પણ પહોંચી શક્ય નહોતા. તો કોઈની સામે બૉમ્બ બ્લાસ્ટ જોઈને ઘરે પાછા આવ્યા હતા. અમદાવાદ ભડકે બળ્યું હતું આ દિવસે. 

            આ હુમલા પર એક વાર્તા લઈને આવ્યો છું. નરોડા વિસ્તારમાં એક સોસાયટીમાં બે જોડે ઘર છે તેમાં એક ઘરમાં હિન્દૂ પરિવાર અને બીજા ઘરમાં મુસ્લિમ પરિવાર રહેતો હતો. તેમાં મુસ્લિમ પરિવારમાં એક દિકરો અને દીકરી સાથે તેના મમ્મી પપ્પા અને હિન્દૂ પરિવારમાં એક દિકરો તેના મમ્મી પપ્પા. 

(હિન્દૂ પરિવાર: દિકરાનું નામ મિતેષ, તેમના પપ્પાનું નામ પિયુષ અને તેની મમ્મીનું નામ આશાબેન, 

મુસ્લિમ પરિવાર: દિકરાનું નામ એહસાન, દીકરીનું નામ નાઝીમાં, અને તેમાં મમ્મી પપ્પાનું નામ રેશ્મા અને ઇકબાલ.)

                 એ પરિવાર બંને ખુશી થી જીવન ગાળતા હતા, મઝાથી જીવતા હતા પણ આ દિવસ લોહીની હોળી રમવી પડી.

26 જુલાઈ 2019

        અગિયાર વરસ પછી, અમદાવાદના ગામડા વિસ્તારમાં એક ઘર છે. તેમાં વિશથી પચીસ જણા લોહીલુહાણ પડ્યા છે. ઘણા ખરા હલવાની કોશિશ કરે છે. હાડકાને હલાવી દુખતું શરીરને સીધું કરી એકબીજાની સામું બધા જોવે છે. અધમૂઈ અવસ્થામાં ઘણા લોકો એક બીજા પરિવાર ગોળી મારે છે. અને નવાઈની વાત એ છે બધા આર્મી ઓફિસર છે. કોઈ બહારનું માણસ નથી. અમુક લોકો મારી ગયા છે ને જે જીવતા છે તે એકબીજાને મારતા હોય, તેવું વાતાવરણ ઉભું થયું છે. કંઈ મારામારી ચાલુ થઇ તે અજાણ વાત છે. આ શું કોઈ અચાનક હુમલો કે પછી જાણી જોઈને થયેલો નક્કી સમય છે? તેનાથી વાત બહુજ અજાણ વાત છે. ચાલો છોડો આ વાતને. 

26 જુલાઈ 2008 અમદાવાદ એટેક. 

સમય: સાંજના 4 વાગે

          બંને પરિવારના સભ્યો ઘર આંગણે બેઠા છે, દિકરા દીકરીની ઉંમર સત્તર અઢાર વરસની છે એમતો યુવાન પાણી છે છતાં કંઈકને કંઈક વાતો કરી રમીને સમય પસાર કરે છે. અત્યારે ક્રિકેટ રમતા હોય છે અને વાતો થાય છે. 

મિતેષ બોલ્યો. “એ ભાઈ, મારો દાવ તમે બંને જણાએ કાપી લીધો.”

એહસાન બોલ્યો. “ગપ્પુ નહીઁ મારો, મારી બેન પછી મારો દાવ પાણી.”

નાઝીમાં બોલી. “દાવ પાણી કરશો નહીઁ, મારે રમવું નહોતું તો પણ જબરદસ્તી તમે લઈને આવ્યા મને.”

ત્યાં તરત મિતેષના પપ્પા પિયુષ આવીને બોલ્યા. “એહસાન, તારા પપ્પાને બોલાવ તો આપણે કાલે વાત થઇ હતી ખરીદી કરવા જવાની અને આખો દિવસ બહાર ફરવાની.

નાઝીમાં બોલી. “હા અબ્બુ તૈયાર થઇ ગયા છે, અમ્મી તો આશામાસી બંને જણા સોસાયટીની ગેટ બહાર ઉભા છે તૈયારી કરીને અમે ભૂલી નથી ગયા, કાકા. અબ્બુએ મોકલ્યા છે તે આવી ગયા જોવો.”

મિતેષ બોલ્યો. “હા ચાલો તો મોડું નથી કરવું આપણે.”

ઇકબાલ બહાર આવીને બોલ્યો. “હા ચાલો તૈયારી કરી લો. એ બધી વસ્તુ મુકી દો ચાલો.”

મિતેષ બોલ્યો. “નાઝીમાં આજે ગુસ્સે લાગે છે.”

ઇકબાલ બોલ્યો. “એ તો એને માથું દુ:ખતું હતું, અને પરાણે રમવા લઇ ગયા. દવા આપી દીધી હવે ચાલો જઇયે.”

         બંને પરિવાર બહુજ ખુશ દેખાય છે અને બંને પરિવાર ભગવાન અને અલ્લાહમેં ભેદ રાખતા નહોતા. મંદિર મસ્જિદ બંનેમાં જતા. હવે સમય આવ્યો બહુજ કઠિન. આ લોકો ત્યાંથી નીકળીને સૌથી પહેલા બાપુનગર હવેલી પહોંચ્યા. હવેલીની રચના જોવા માટે તે અંદર પણ ગયા, તે હતું મંદિર જે ઘણાય લોકો જોવા આવતા હતા. પિયુષએ ગાડી હવેલીની સામેના મોલમાં પાર્ક કરી હતી. પછી આ બંને પરિવાર હવેલીમાં ગયા. પિયુષ મોબાઈલ ભૂલી ગયો હતો અને તે લેવા માટે મિતેષને મોકલ્યો. મિતેષ ગયો ફોન લેવા.

             નથી જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે તો પણ મિતેષ તો માણસ હતો, બધા જ માણસ હતા અને આ કેવા ભગવાનનો બનાવેલ સમય કે ના જાણ્યું કયા પાપોની સજા મળી આ સમયે. મિતેષ ગાડીમાંથી જેવો ફોન કાઢી ગાડી બંધ કરી હવેલી તરફ જવા નીકળે છે તરત જ હવેલીમાં પહેલો બૉમ્બ બ્લાસ્ટ થાય છે. બાપુનગર પહેલા જ લેવાય ગયું હતું. મિતેષ એકલો બહાર હતો, લાલ ચોળ આંખો થઇ ગયી એની. તેને હજુ ખબર જ ના પડી એ તેની સામે શું થઇ રહ્યું છે? એમજ સમજી રહ્યો છે કે મારી સામું એક ભયાનક સપનું ચાલી રહ્યું છે પણ હકીકત માનવી તો પડશે. મિતેષ હૃદય પરિવાર જોર રાખી રોતો પણ નથી કે હવેલીને દુર થી જોઈ રહ્યો છે. મિતેષની ડાબી બાજુ દુર એક શાકની લારી ઉભી છે બધા આજુબાજુ ઉભા રહીને જોતા હતા, ત્યાં શાકની લારીની નીચે ના જાણે કોને બૉમ્બ મુક્યો હશે તે બ્લાસ્ટ થયો. મિતેષને તે બૉમ્બના થોડાક કણો અડ્યા અને હાથમાંથી લોહી નીકળવા લાગ્યુ. તે જોવા મંડ્યો કે છે શું આ કાણા પડ્યા છે તો હશે કંઈક. તે હાથને ખંખેરી એ વસ્તુ નીકાળે છે જે એને વાગી છે. તો તે વસ્તુ નીકળીએ લોખંડના છરા હતા. મતલબ આ કોઈ આર ડી એક્સ બૉમ્બ નહીઁ પણ કોઈ ઇલેક્ટ્રિક એન્જિનિરીંગવાળાએ બનાવેલ સ્ટીલ પ્રેસર બૉમ્બ હતો. ત્યાં આજુબાજુ જોતા એક ભાઈ સાઇકલ પર એક થેલી મૂકીને ભાગ્યો. તો મિતેષ તેનો પીછો કરવા માંડ્યો. એક અઢાર વરસના છોકરાએ લડાઈ હાથમાં લેવાનું વિચાર્યું. તે પીછો કરતા થોડે દૂર ગયો તો સાયકલમાં બ્લાસ્ટ થયો. તે આગળ ગયો ત્યારે તેની બાજુમાં એક ગલી પડતી હતી તે જગ્યાએ બે માણસો વાત કરતા હતા.

એક બોલ્યો. “બચી ગયા બધા.”

બીજો બોલ્યો. “હા, સર. થોડાક મોડા પડ્યા આપણે.”

એક બોલ્યો. “બ્લાસ્ટ સમય કરતા વહેલા કરવો પડ્યો.”

              આટલી વાત સાંભળી મિતેષ તે લાઈનમાં જાય છે.

મિતેષ ગુસ્સામાં બોલ્યો. “ખુશ થઇ ગયા તમે બંને. મઝા આવી ગયી આ બધુજ જોઈને?”

બીજો માણસ બોલ્યો. “કોણ છે ભાઈ તું? ખબર છે કંઈ તને, કોની જોડે વાત કરે?”

ત્યાં પહેલો માણસ તેને રોકે છે અને ઇસારામાં બોલવાની ના પાડે છે.

મિતેષ બોલ્યો. “હમણાં પાંચ મિનિટ પહેલા મારું આખુ પરિવાર હવેલીના બ્લાસ્ટમાં ભડથું થયી ગયા. મરી ગયા બધા. તમારા જેવા લોકોના લીધે કોઈ શાંતિથી હરિ ફરિ સકતા પણ નથી. વધારે લપ કરવા માંગતો નથી. તારા બંનેના ચહેરા મેં યાર રાખ્યા છે. હવે હું મિતેષ, આગળના દસ વરસમાં બધીજ પ્રકારની ટ્રેનિંગ લઈને તારી સામું આવીશ અને ફેસ ટુ ફેસ તારી સામું આવીને બદલો લઈશ. કોઈ પાછળથી વાર નહીઁ અને અને આની પાછળના જેટલાં પણ લોકો હશે તે બધાને હું મારી નાખીશ. આજે મારું મિશન છે અને આજ મારી ચેલેન્જ. તારી સામું આ મિશનની ચેલેન્જ કરી રહ્યો છું. તારી જોડે સમય છે હું એકલો છું હમણાં મને મારી શકે છે તું પણ જ્યારે દસ વરસ પછી આવીશ ત્યારે મોકો પણ નહીઁ આપું. મારતો હોય તો મારી નાખ.”

એક બોલ્યો. “ના ના. હું તને અત્યારે નહીઁ મારું. તને મારવાની મઝા દસ વરસ પછી જ આવશે. તારી ચેલેન્જ મંજૂર છે.”

        મિતેષ આટલુ બોલીને ત્યાંથી જતો રહ્યો, આતંકવાદીએ કંઈજ કહ્યું નહીઁ. તેવા સમયે ત્યાં સાત બ્લાસ્ટ બાપુનગર અને તેનાથી પણ વધારે થયાં. હવે આ અંધકાર દિવસ અમદાવાદ માટે જાણીતો થયો. મિતેષ ઘરે રહીને આ સમાચાર જોતો અને તેના મમ્મી પપ્પા મળ્યા કે નહીઁ તેની તપાસ કરતો. આ વાત સાથે મિતેષના દિવસો વીતવા લાગ્યા. પછી 26/11નો એટેક થયો, ત્યારે મિતેષ નાની ઉંમરમાં બધું તપાસ કરતો રહ્યો. 

             આ નાનો છોકરો અઢાર વર્ષને કંઈ દુનિયાદારીનું ભાન પડે નહીઁ અને તે આવા સમયે પહોંચ્યો મુંબઈ. તેને આ દિવસ પણ આંખની સામું જોયો. બધીજ બાજુ જોઈને જ્યાં જ્યાં એટેક થયો તે જગ્યાએ જઈને તપાસ કરવા લાગ્યો. કોઈને કહેતો નહીઁ, અને થોડા સમાચાર મળ્યા કે આ બધા દરિયો પાર કરીને આવ્યા, તો આ જાતે જ હોડી લઈને તે રસ્તે નીકળી ગયો. અને થોડા મહિનામાં જે રીતે આતંકવાદી અહીં આવ્યા હતા તે રીતે મિતેષ અલ્તાફ નામ ધારણ કરી ત્યાં પહોંચ્યો. હવે વાત કે પરિવારની જરૂર હતી તો તે ખોટું આઈ ડી બતાવીને પહોંચી ગયો. ત્યાં ચાની કીટલી પર નોકરી કરવા લાગ્યો અને બધુંજ નક્કી કરતો કે આ બધું કરનાર ગેંગ કોણઃ છે? તો તેને એક ગેંગ મળી જેનું નામ ઇસ્માઇલભાઈમાં નામથી જાણવા મળતું. તો આ ડાઇરેક્ટ ત્યાં ઇસ્માઇલભાઈના એરિયામાં જતો રહ્યો જે નાનો છોકરો હતો. ત્યાં જઈને બધા જોડે વાત કરી છેલ્લે ઇસ્માઇલ જોડે પહોંચી ગયો. 

“બહાર સે બાતે મિલતીથી, ઉસસે જ્યાદા આપ નિકલે!” હિન્દીમાં સંવાદ મિતેષ જેનું નામ અલ્તાફ અને ઇસ્માઇલ જોડે. 

“તુમ કુછ કરના ચાહતે હો!”

“પુરી ઝીંદગી ઐસે હી ચાય બેચા, હોટેલ મે કામ કિયા. અબ જન્નત કે લિયે કરના ચાહતા હું.”

“તુજે ક્યાં માલુમ હે,, હમારે બારેમે?”

“26 તારીખ હી માલુમ હૈ.”

“તો તુમ મુકમલ હો કર અલાહ કે દરબારમે જન્નત પાના ચાહતે હો. મિલેગી જન્નત.”

              આવી રીતે પછી તેની જોડે જોડાયો, બે વર્ષ વીતી ગયા. ફૂલ ટ્રેનિંગ કરાવ્યો ઇસ્માઇલ. છેલ્લે પછી ત્રણ વર્ષની ટ્રેનિંગ બાદ તેને એટેક માટે તૈયાર કરવામાં આવ્યો. આ વખતે આખુ ગુજરાતને શિકાર બનાવવામાં આવેલ હતું. તો તેને નક્કી કર્યું કે હવે સમય પાછો ગુજરાત આવાનો થયો. કરાચી બંધરથી કંડલા બંધર જવાનુ હતું ફરીને. તો આને પહેલા જ પોલીસને કંડલા બંધર પહોંચાડી દીધી. અને જે હોડીમાં આવતા હતા બધા તે મિતેષે બધાને મારી રાખ્યા. અને ઇસ્માઇલને ત્યાં ટાઈમ બૉમ્બ મૂકીને આવેલો તો તે આખી ગેંગને ઉડાવી દીધી. તે ભારતમાં ગુજરાત પહોંચ્યો. ત્યારબાદ તેને કોર્ટમાં લઇ ગયા અને પછી તેને કોર્ટમાં કહેવામાં આવ્યું કે પોલીસને પકડાવી ડે તો કોઈ પ્રોબ્લેમ હતો? 

“હા હતો પ્રોબ્લેમ, જજ સર. હું ત્યાં પાંચ વર્ષ પહેલા અમદાવાદ હતો ત્યારે એટેક થયો પછી એ આતંકવાદીને શોધવામાં આવ્યા.. જો કંઈ બની રહ્યું તો તેને શોધો ના બને ત્યાં સુધી કંઈ નહીઁ કરવાનું. મને ત્યાં ખબર છે કે કાંડ થવાનો તો સુ તે થવાની રાહ જોવાત? પોલીસને પ્રુફ આપવા રહેત! નહીઁ મારી જોડે જે હતું તે ઠોકીને મારી નાખ્યાં. મારો ભાઈ પણ મુસ્લિમ છે સર, આ લોકો મુસ્લિમના નામે હિન્દૂ વાસીને મારે છે. નાનો છોકરો હોય તેને શું ભાન પડે? તેને જન્મથી જ હિન્દૂ વિરુદ્ધ ભડકાવી દેવામાં આવે એટલે તેને પ્રેમની ભાષા જ ના ખબર પડે. સમજવા જઈએ તો માને નહીઁ. તો પછી આખુ એમનું બેઝ જ પતાવી આવી ગયો. આ લોકોને હિન્દૂ મુસ્લિમમાં મુસ્લિમ કહીને ભડકાવે છે અને મારા માટે હિન્દૂ મુસ્લિમ અલગ નથી, બસ મારી સામું એક ઇન્ડિયા છે જેમાં હિન્દૂ મુસ્લિમ શીખ કે પછી કોઈ પણ હોય આ ધરતી પર રહેનાર બધા જ ઇન્ડિયન છે. અને આટલુ કર્યા છતાં તમે મને સજા આપો તો હું એ પબ્લિકને કહેવા ઈચ્છું છું. કે તે આતંકવાદી આતંક ફેલાવે, નિર્દોષ પ્રજા મરે પછી એક્સન લેવાનો! કે પછી ખબર છે કે આવું કરવાનાં ત્યારેજ એક્સન લેવાનો? જો મારી વાત સાચી લાગે તો ફરી ભારતમાતા માટે મને એક બીજું બલિદાન આપવા દો.”

       મિતેષના પક્ષમાં રહી ફેસલો આવ્યો અને તેને રો એજન્ટ બનાવામાં આવ્યો. 

         દિલ્લીમાં રો ઓફિસે મિતેષને બોલવામાં આવ્યો ત્યારે તેને ગુજરાત માટે નક્કી કરેલ હતો. તેનું સ્વાગત કરવામાં આવ્યું અને તેને ભાસણ આપવા બોલાવ્યો. 

તે મિતેષ બધાને સમજાવતા બોલ્યો, ‘હું મિતેષ. બાળપણ તો ઘર જોડે વીત્યું મારું પણ સમજવાની ઉંમરે મારું ઘર જ મારાથી દુર જતું રહ્યું. મારી જોડે રહેવા માટે બસ એક ઘર હતું તેમાં રહેનાર માણસો ના રહ્યા. એવી હાલતમાં મે દિવસો કાઢ્યા. પછી તે નવેમ્બરે તાજ એટેક થયો ત્યારે હું પાકિસ્તાનમાં ઘૂસવામાં સફળ થયો. બાકી પછીનું બધું તમને ખબર છે. અમુક લોકોને એમજ લાગતું હોય કે મારા જેવા કેટલાય પરિવારના માણસો ત્યાં મર્યા હશે. કેટલાય અનાથ થયાં હશે, કેટલાય છોકરા વિનાના થયાં હશે, કેટલાયના રોજીરોટી કમાવનાર એક માણસ ત્યાં શહીદ થયાં હશે, કેટલાય નિર્દોષ મર્યા હશે. હવે વાત એ છે કે અત્યાર સુધીમાં એક જ વાત આવીને અટકી રહી મારા મગજમાં. એ વાત એમ છે કે જુર્મ થાય પછી ખબર પડે, હું જુર્મ પહેલા ખબર પાડવા ઈચ્છું છું કે આવું થવાનુઁ છે. આ સાબિત રો કરી શકે, કેમ કે તેમને એ ટ્રેનિંગ આપવામાં આવેલી હોય છે. આવી ટ્રેનિંગ સાથે રો ઓફિસર મગજ દોડાવી ક્રાઇમ કરવાવાળાને બીજા દેશમાં જઈને પકડતા હોય છે. આ બધી વાત મુવીમાં દેખાય સારી પણ ખરેખર વાત એ છે, આ કરવું મુશ્કેલ જ નહીઁ નામુમકીન હોય છે. આજ નામુમકીનને હું મુમકીન કરીને આવી ગયો છું. મે ત્યાં ટ્રેનિંગ શીખી અને એમને મને ત્યાંના દેશદ્રોહીને મારવાનું શીખવાડ્યું. હું કહું છું પાકિસ્તાનના નિર્દોષ પ્રજા માટે કોઈ દેશદ્રોહી નથી. જે છે તે આઈ એસ આઈ ચલાવી, એટેક શીખવાડી અને ભારત વિશે ભડકાવી તે પ્રજાને મારતા હોય છે. હવે એક વાત છે ધ્યાનથી સાંભળજો. તે વાત એવી છે કે ‘નિર્દોષ પ્રજાને કેમ મારવામાં આવે છે?’ કેમ કે અહીંયાના આર્મી કમાન્ડર, રો ઓફિસર, પોલીસ કે પછી કોઈ પણ દેશની સેવા કરતો હશે તેને મારવાની આમનામાં તાકાત જ નથી. તો આ પ્રજાને મારીને ડરાવે છે. પ્રજાની અંદર એ ડર રહેવો જોઈએ નહીઁ. આપણા જેવાને મારતા એ લોકો ગભરાય છે એટલા માટે કેમ કે આપણા જેવા ઉભા તેને ચીરી નાખીયે. બચાવ કરવો અને બચાવ કરતા શહીદ થવું દેશ માટે તે સૌથી ગર્વની વાત કરવામાં આવી છે. આટલી વાત કરીશ વધારે નહીઁ. આપણને આપણી ખૂબીથી આ કામ માટે સિલેક્ટ કરેલા છે, તો ભારતમાંનું નામ ક્યારેય ડૂબવા નહીઁ દઈએ. જય હિન્દ.’

             એટલામાં તાળિયોનો ગડગડાટ થાય છે. હવે થયું એવુ તે સ્ટેજ પરથી નીચે ઉતારતો હોય ત્યારે એક માણસ દરવાજા જોડે મોઢા પર સાલ બાંધીને ઉભો હતો. તે મિતેષ જોવે છે. તે જેમ જેમ દરવાજા જોડે જાય છે તે માણસનું મોઢું જોવાની કોશિશ કરતો હતો મિતેષ, પરંતુ જોઈ શકતો નથી. તે પછી અચાનક દોડવા માંડે છે, તો મિતેષ પીછો કરે છે. દિલ્લી એટલે કે ભારતની જમીન પર પહેલું કામ મિતેષનું ચાલુ થયું આ અંજાણ્યા માણસને પકડવાનું કામ. 

          તે માણસની પાછળ મિતેષ દોડ્યો, તે બહુજ ઝડપથી દોડતો હતો. મિતેષ તેની નજીક પહોંચ્યો અને સાલ તેના મોઢા પરથી ખેંચી લીધી. છતાં તેનું મોઢું આગળની બાજુ હોવાથી જોઈ ના શક્યો મિતેષ. છેવટે નીચે ગાડી પડી હતી તે માણસની, તે ગાડી લઈને ભાગ્યો. પાછળ મિતેષ પણ ગાડી લઈને ભાગ્યો. બહુજ પીછો કર્યા પછી તે માણસના મદદ કરનાર તેના માણસો આવ્યા. તેને મિતેષનો મામૂલી એક્સીડેન્ટ કર્યો જેનાથી થોડુંક એવુ વાગ્યું તેને. તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યાં રોઓફિસના ચીફ કમાન્ડર લલિતભાઈ આવ્યા. 

(લલિત અને મિતેષનો સંવાદ)

“વધારે વાગ્યું તો નથી ને?”

“વાગેત જ નહીઁ, કેમ કે જાણી જોઈને નાનો એક્સીડેન્ટ કર્યો હતો.”

“એવુ કંઈ રીતે નક્કી થયું, કે આ નાની વાત હશે?”

“હું જ્યારે ભાગ્યો, ત્યારે દસથી પંદર સેકન્ડ પછી બધા ઓફિસર મારી પાછળ આવ્યા હતા. આટલો સમયનો ફેર હતો. હવે વાત એવી છે તેને બચવા સાત ગાડીમાં અલગ અલગ માણસો આવ્યા હતા જેમની પાસે બંધૂક પણ હતી, મારી જોડે એમાંથી કશુ જ નહીઁ. એ ઇચ્છતા હોત તો મને મારી શકેત, છતાં મને માર્યો નહીઁ પણ ગાડીના ટાયર પર ગોળી ચલાવી. હું વચ્ચે એકદમ સલવાઇ ગયો હતો છતાં એ મને માર્યા વગર ભાગી ગયા.”

“એ બચાવા કેમ ઇચ્છતા હશે?”

“કદાચ મને એક મેસેજ પણ આપતાં હોય, આતંકવાદી જ હશે આપણી પણ નજર રાખતા હશે. વાત એવી છે મેસેજ એવો હોઈ શકે કે મે એમનું આખુ કામ બગાડી આવ્યો અહીં, તો એ આપણું કામ બગાડે તે હું મારી આંખે જોવું. ચોખ્ખી ચેલેન્જ આપવા ઇચ્છતા હશે કે બચાવીને જો હવે દેશને. અમે મને ચેલેન્જ બહુજ પસંદ છે. મને મારી ના નાખ્યો એ એની સૌથી મોટી ભૂલ.”

           લલિતભાઈ ત્યાંથી જતો રહ્યો અને ત્યારપછી મિતેષે ફોન કર્યો કોઈને અને પછી કહ્યું, “બસ, આવી રીતે આગળ વધો મઝા આવશે. જો કે હજુ થોડી ગાડીની સ્પીડ ઓછી રાખી હોત તો પકડાઈ જાત તું. કંઈ વાંધો નહીઁ આગળથી ધ્યાન રાખજે.” ફોન મૂકી દીધો પછી મનમાં મિતેષ વિચારતો હતો. 

“હવે, ભારતમાં લાગશે કે આટલુ બધું મે પૂરું કર્યું કામ તેનો જવાબ આપવા આતંકવાદી આવી રહ્યા હશે તો આખી ફોર્સ તે લોકોને શોધમાં પડશે. ત્યારે કોઈ આતંકવાદી રિસ્ક નહીઁ લે. એનાથી મારે ઊંધુ જવું પડશે. કેમ કે આ એક્સીડેન્ટથી લોકોને એવુજ લાગ્યુ છે કે આંતકવાદીએ કરાવ્યો હશે. જો કે મે જ પૈસા આપીને કરાવ્યો છે એક્સીડેન્ટ. હવે શોધો કોણે એક્સીડેન્ટ કર્યો. હું આતંકવાદી સંગઠનને જડમૂળમાંથી ઉખાડી નાખીસ, વાઢી નાખીસ સંગઠનને.”

આ સમાચાર ન્યુઝમાં આવવા લાગ્યા ત્યારે મિતેષ ખુશ થયો. અને શરૂઆતમાં બૉમ્બ બ્લાસ્ટ વખતે જે આતંકવાદી તેને મળ્યો હતો અને ચેલેન્જ લગાવી હતી તે કોલકાતામાં બેઠો હતો ઘરે, એ માણસે આ ન્યુઝ જોઈને ખુશ થયો. 

    ત્યારે આ બાજુ દિલ્હીમાં થોડા દિવસ જતા મિતેષને સરખું થઇ ગયું અને તે ઓફિસે પાછો આવ્યો. 

(લલિત અને મિતેષનો સંવાદ)

“કંઈ ખબર પડી કોણ હતો તે માણસ?” 

“હા, જયારે અમદાવાદમાં બ્લાસ્ટ થયો હતો ત્યારે જે માણસને મે ચેલેન્જ આપી હતી તે.”

“નામ એનું કંઈ?”

“મહોમદ મુસ્તફા.”

“એના વિશે કોઈ જાણકારી?”

“નામ બાકી તે છે ભૂત. કેમ કે ભૂતની જેમ ગાયબ થઇ જાય છે. છતાં હું શોધી લઈશ. મને કોલકાતા જવાની પરમિશન આપો.”

“કેમ તારે કોલકાતા જાવુ છે?”

“મિશન મારું, કામ મારું, હું એકલો જ જાણતો હોઈશ બધું.”

“ઓકે, જા તું અહીંનું બધું હું સાચવી લઈશ. પાછો એક્સીડેન્ટ ના કરતો.”

“નહીઁ થાય વિશ્વાસ રાખો.”

          ત્યાંથી મિતેષ જતો રહ્યો. કોલકાતા જવાની તૈયારી એને કરી જે ઘરે કપડાં લેવા આવ્યો હતો. થયું એવુ કે તેના પાડોશીમાં બધા બ્લાસ્ટમાં મરી ગાયબ હતા, તો પણ તે મિતેષ એહસાન અને નાઝિમાના ફોટા પરથી માળા હટાવી દે છે. 

          હવે માળા હટાવી કેમ બ્લાસ્ટમાં તો તે મરી ગયા હતા, તો જીવતા કેમ? તે મિતેષ કોલકાતા જવા રવાના થાય છે ત્યારે બધું વિચારી રહ્યો હતો કે એ દિવસે શું થયું હતું. ‘હતું એવુ કે મુસ્તફાને ચેલેન્જ આપી જયારે પાછો હવેલી બાજુ આવ્યો હતો તે એટલે તેના આ બંને ભાઈ બહેન બહાર ઉભા રહીને રોતા હતા. મિતેષ તે જોઈને ચોકી ગયો, તે લોકો અંદર હતા તો બહાર આવી બચ્યા કેમ? તો થયું હતું એવુ કે હવેલીમાં બધું જોતા જોતા એહસાનને વોશરૂમ જવું હતું તો તે બહાર આવ્યો હતો, એહસાનનો ફોન તેના પપ્પા જોડે હતો તો તેને નાઝિમાને આપી એહસાનને આપવાનું કહ્યું. એટલે તે પણ બહાર આવી ગયી અને બંને જણ બચી ગયા.’ 

         આંઠ કલાકે કોલકાતા પહોંચ્યો સીધો મુસ્તફાના ઘરે, અને મુસ્તફાને ગળે મળ્યો મિતેષ. આવું કંઈ રીતે? જીવના દુશ્મન આજે ગળે મળી રહ્યા છે આવું કેમ? એવુ શું થયું હતું મે મિતેષે મુસ્તફાને મારવાની ધમકી આપી હતી ભવિષ્યમાં આવીને, તો આતો ગળે મળી રહ્યા છે? આવું કંઈ રીતે થયું. 

હકીકત બીજી જ કંઈક હતી. હતું એવુ કે જયારે મિતેષ પાકિસ્તાન ગયો હતો ત્યારે ઇસ્માઇલની લેબમાં આ મુસ્તફાનો ફોટો જોયો હતો અને તે આઈબીમાં કામ કરતો હતો, દેશ માટે કામ કરતો હતો.

એ દિવસે બ્લાસ્ટ થયો હતો અને તેના ભાઈ બહેન બચ્યા હતા તેને ફોન કરીને મિતેષે મુસ્તફાને શોધવાનું કહ્યું હતું. જયારે મળ્યો ત્યારે તેને કહ્યું હજુ કે એટેકના દિવસે મુસ્તફા એવુ બોલ્યો હતો કે 'બચી ગયો.' એનો મતલબ એવો હતો કે આતંકવાદી બચી ગયો તેનાથી વહેલા એટેક થઇ ગયો. પછી અત્યારે આ બંને જણા મળી ગયા અને હવે બીજો પ્લાન બનતા હતા. 

"હવે શું પ્લાન છે?" મુસ્તફાએ કહ્યું. 

"મિશન પૂરું કરવાનો સમય આવી ગયો છે. આપણને શોધવામાં આવી રહ્યા છે." મિતેષે કહ્યું. 

"તો હવે શું?" એહસાને કહ્યું. 

"અમદાવાદની ધરતી પર મારીશ હું. તું એક કામ કરી એહસાન મારો ફોટો લઈને રો ઓફિસની સાઈટ પર લખ કે અમદાવાદ હું જઈ રહ્યો છું ઘરે મારા. એક વિડિઓ પણ બનાવ મુસ્તફાએ મને મારવા માટે એક્સીડેન્ટ કરવાનો પ્લાન કરી ઓફિસની બહાર નીકળ્યો હતો. એનો મતલબ રો ઓફિસવાળા તેવું સમજશે કે અમદાવાદમાં ક્યાંક મુસ્તફાને શોધવા ગયો હશે. મુસ્તફા નામ જ આપવાનું, ફોટો નહીઁ આપવાનો. બીજું બધું હું સાચવી લઈશ. બધા અલગ અલગ ગાડીમાં અમદાવાદ નીકળો. સાઈટ હેક કરીને આતંકવાદીનો ભારતમાં રહેનાર કિંગ આવી રહ્યો છે. બીજી વાત કોલકાતા આવતો હતો એટલે મે ત્રણ ગાડી બદલી એટલે બચ્યો નહીંતો હું મરી જાત." અમદાવાદ નીકળતા મિતેષે કહ્યું. 

આ લોકો અમદાવાદ જવા નીકળ્યા અને ત્યાં તેના ઘરે પહેલાથી આતંકવાદી આવી ગયો તે હતો લલિત રો ઓફિસને સાંભળનાર આતંકવાદી ચહેરો. જેનું નામ લલિત નહીઁ હનીફ કરાચીવાળા નામ હતું. ઘરે બધાજ બેઠા હતા જોઈને મિતેષે વાત કરવાનું શરૂ કર્યું. 

"ઓહહ હનીફ ભાઈ."

"તને ખબર હતી હું હનીફ છું એમને!"

"ખબર તો મને એટલી જ હતી કે રો ઓફિસમાં કોઈ ગદ્દાર છે જે ઇસ્માઇલને આખો પ્લાન પહોંચાડે છે. મને નામ ખબર હતી ચહેરો નહીઁ એટલે એક્સીડેન્ટનો પ્લાન બનાવ્યો મે જયા મુસ્તફા આગળ ભાગતો હતો મારી. મારો ભાઈ એહસાનને તારી પાછળ લગાવ્યો હતો તો તું ગાડી લઈને મને બચવાની જગ્યાએ આવવાને બદલે તું કોઈ ગુમસુમ વધારે સિક્યુરિટી વાળી જગ્યાએ ગયો જયારે બધા આતંકવાદી હતા. ત્યાં તું ગયો એટલે તારી પાછળ એહસાન પણ આવ્યો હતો અને તારી આખી ઓફિસ જોઈ લીધી એહસાને. પછી શું તું ચેક કરતો હતો કોણે મને મારવાની કોશિશ કરી હશે, તે વિડિઓ કોલિંગમાં કોન્ફરન્સ લઈને અલગ અલગ જગ્યાના સ્લીપર સેલના માણસો એહસાને જોઈ લીધા અને તેનો વિડિઓ એન એસ જી, રો, આઈબી, ડીઆરડીઓ બધી જ જગ્યાએ મોકલી દીધો. અત્યારે તે લોકો પકડાઈ પણ ગયા હશે અને તું અમદાવાદ મારા કહેવા પર મને મારવા આવી ગયો. તને એટલી ખબર ના પડે કે મુસ્તફા નામ બહાર ક્યારનું હતું તું એને શોધવાની જગ્યાએ મને શોધતો હતો? આજ તારીખ ભૂલ." 

"ભૂલ થઇ ગઈ તો સુધારી દઈએ!" આશ્ચર્યમાં આવતા કહ્યું હનીફે. 

પછી ફાયરિંગ અને મારામારી શરૂઆત થઇ ગયી. ઘણાય લોકોને વાગ્યું અહીંયા તો બસ આ ચાર માણસો લડતા હતા. મુસ્તફા અહીં શહીદ થયો અને હનીફને મારી નાખ્યો. 

મિશન ઓવર. 

આ તાકાત મિતેષની ઘણી કામમાં આવી. દેશવાસી આવાજ રો, આઈબી અને કેટલીય છૂપાયેલી દેશની એજન્સી પર ગર્વ કરે છે. 


Rate this content
Log in

Similar gujarati story from Drama