STORYMIRROR

NAVIN PATEL

Classics Others

4  

NAVIN PATEL

Classics Others

મિલન

મિલન

2 mins
399

સમય હતો સંધ્યાનો એકાંતની પળોમાં પોતાના કિંમતી સમય સાથે વિચારના વમળમાં વિહારતો હતો. એ સમય આજે કેમ ભુલાય. સામેથી કલ્પના પણ ન કરી શકો એવો સુંદર કોયલનાદનો મીઠો ટહુકાર કરતો અવાજ સંભળાયો "હેલો હું તમારી ફેશબુક મિત્ર છું અને નામ મંગુ છે."

થોડીવાર વિચારોના વાદળ વચ્ચે ઘેરાઈ ગયો હતો. જમાનો ખુબ જ બદલાઈ ગયો છે અને આવાં સમયે એક સુંદર સંસ્કારથી છલોછલ ઉભરાઈ જતી નારનો અવાજ સાંભળી હિંમત એકઠી કરી તરત જ વળતો જવાબ આપવા તંદુરસ્ત થઈ ગયો.

ક્ષણિક એ દિવસ વાત થઈ અને પછી મળીએ એવું આમંત્રણ આપી ફોન  કટ થતાં થોડી ક્ષણો તો એમજ લાગ્યું કે સ્વર્ગ સાથે સદંતર સંબંધ કપાઈ ગયો હોય એવો આભાષ થયો. થોડા દિવસ થયાં હશે અને એજ મેસેન્જર પર ફોનની રીગ વાગી સામેથી અવાજ એજ હતો જે પ્રથમ વખતે મારા કાનમાં અથડાયો હતો. સુંદર વિચારો સાથે મીઠો સુરીલો અવાજ સાંભળી પરિવાર કેમ છે હાલહવાલ પુછવાં જરુર હ્રદય હરખાઈ જતું. સબંધમાં પવિત્રતા છલકાતી હતી બંને વચ્ચે રોજબરોજ સમયના સથવારે વાત થતી.

ઓચિંતા એક દિવસ રામુના ઘરે ડોરબેલ વાગે છે સામે બનવા જોગ રામુ દરવાજો ખોલતાં જ એક સુંદર સ્ત્રી સુસજ્જ નેવી બ્લ્યુ કલરની સાડીમાં ભારતીય નારીના અદભૂત દર્શન થતાં હતાં. રામુને કલ્પના પણ નહોતી કે આ મંગુ એનાજ સ્કૂલ કોલેજમાં એકજ પાટલી બેન્ચીશ પર સાથે બેસીને ભણેલી મિત્ર હતી. રામુ એમની પત્ની ભક્તિ એ મંગુનું ઉમળકાભેર સ્વાગત કર્યું.

રામુ એ જીવનમાં કદી નહોતુ વિચાર્યુ કે નિશાળમાં સાથે ભણતી મંગળા સાથે આજે આમ ઓચિંતા જ મિલન થશે. બચપણમાં વિતાવેલ દિવસોને વાગોળતાં રહ્યા અને હસતાં હસતાં મજાક મસ્તીનાં દિવસોને યાદ કરતાં રહ્યા.. મંગુ એ રામુ સાથે વાત કરતાં કહે હું મોબાઈલમાં ફેશબુક પર તમને જોઈ મિત્રતાની રીકવેટ મોકલી અને રામુ તમે જેવી સ્વીકારી એટલે તરતજ મારા ફેશબુક પર દર્શન પીકચર બદલી નાખ્યું જેથી રામુ તમો મને ઓળખી ન શકો.

ખેર રામુ હું તારી પરીક્ષા લેતી હતી યાર તું ખુબ મક્કમ જ રહ્મો અને હજુ પણ નથી બદલાયો નથી એટલે મે હિંમત કરી તને મળવાનું મન થયું. મંગુ કહે "હું ઈશ્વરનો ઉપકાર માનું છું કે જીવનમાં એકવખત રામુની સાથે મિલન થાય. ભગવાન મારી પ્રાર્થના સાંભળી અમો બંનેનુ મિલન કરાવી એ દિવસને હું અને મંગળા કદી નહી ભુલીએ."


Rate this content
Log in

Similar gujarati story from Classics