પર્યાવરણ સંગ
પર્યાવરણ સંગ
છોડમાં જરૂર હોય રણછોડ
નથી કરતાં માનવ છોડ બચાવવા કદી બાંધછોડ
ભલે ઉભો રહે વિશાળ છત્રછાયા બની તરૂ
પણ કઠીયારો જાણે ત્રાટકે બની વરું
તરૂને સમજી જાણે પોતાની જોરું
પૃથ્વી પરની ધરા પર રહી ઉભા અટલ બની વૃક્ષ
કુદરત થકી ગગન પર અપાયેલી આપત્તી સામે
ઝાડ બની અડીખમ ઉભા રહી બક્ષે જાન
વૃક્ષ બની ઉભો છું એટલે તો બચસે પર્યાવરણ
નહીંતર બનસે આપત્તીઓનું કારણ
કુદરત તરફથી તોળાતી અગણિત આપત્તીઓને
અટકાવી ઝાડ બની નથી કોઈને બનાવતો ભારણ
હુ વૃક્ષ, ઝાડ, છોડ, કે તરૂ બની સ્વરૂપ આપી
અઢળક સંપત્તિ સાથે માનવ તુ કાઢ તારણ
પર્યાવરણ સાથે બચાવવા નથી જોતો તાલ
પણ આવેલ સંકટ સમયે ઉભો રહી બનું છું ઢાલ
ધરા પર લિલુછંમ નૈસર્ગિક ઉપવન બનાવી અનેકો જીવ તારૂ
તોય પણ રહી અટલ અડિખમ ઉભા અને નહી કરૂં તારૂં કે મારું
આજે નૈસર્ગિક પર્યાવરણનો કાઢી નાખતા ખો
ને નોતરે છે અશુદ્ધ વાતાવરણ
જંગલના મંગલને ઉજેડી બનાવી રહ્યા છીએ કાંક્રિટના જંગલો
હે માનવ તું અમને બચાવવા સાથે કર એકજ ધ્યેય
ઉઠો જાગો ને ખંખેરો આળસ પર્યાવરણ બચાવવા
માનવ જીવ દિઠ કરીયે જતન સાથે એક વૃક્ષ અવશ્ય રોપવા
