પ્રેમી દંપતી
પ્રેમી દંપતી
જ્યાં જોઈ એકવાર મળી નજર
ત્યાં તો મળતાં નજર એકમેકમાને કરી કદર
જીવનમાં સાથ રહેવા કરી કરાર
કદી ન થાય એકબીજામાં તકરાર
જ્યાં સપ્તપદીના ફેરા ફરી ચાર
એવાં આપી વચન પ્રેમના સાત જન્મોજન્માર
શ્ર્વાસે શ્ર્વાસ માં વસી છે તું
ચાલશે જીવ ત્યાં સુધી આપીશ સથવાર
બુઢાપામાં પણ હસુ હયાત
એવો પ્રેમનો કરીશું એકરાર
તારોને મારો છે પ્રેમ રહેશે અટલ વચન આપી
બંધાઈશુ પ્રિતભેર જન્મોજન્માર
