STORYMIRROR

NAVIN PATEL

Inspirational

3  

NAVIN PATEL

Inspirational

ફૌજી બનવાનુ સપનું

ફૌજી બનવાનુ સપનું

2 mins
208

નાનું ગામ સૌ સુખીથી રહેતાં પરિવાર એમાં હરીભાઈ તેમનાં પત્ની મંજુબેન સાથે એકનો એક દીકરો ભાવીન જે ભણવા માં ઠીક ઠીક હતો. પણ નાનપણથી લાઠી, પથ્થર, બંદુકથી રમવાનો ખુબ શોખ હતો.

પપ્પા હરીભાઈને મનમાં સપનું હતું કે હું દીકરા ભાવીનને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરાવી કોઈ અમલદાર કલેકટર બનાવી સપનું સાકાર કરુ. પણ ખેર ભાવીનને ફક્ત રમત ગમત સાથે ગામમાં આફત આવતી તકલીફો સામે ચાલી જજુમવાંનો શોખ અને આફતો સામે લડી વિજય પણ થતો.

હરીભાઈને આ વાત નહોતી ગમતી બસ મનમાં એકજ આશ દીકરો ભાવીન અમલદાર બને અને ગામની સેવા કરે. સમય જતાં પિતા હરીભાઈને ખબર ન પડે એમ દેશ વતન માટે આર્મીમાં ભરતી થવાનુ ફોર્મ ભરી અને આર્મીમાં પસંદગી પણ પામી લીધી.

હરીભાઈને આ વાત જાણતાં દુઃખ તો થયું કારણ કે એકનો એક પુત્ર આર્મી જોઈન્ટ કરી છે. મનમાં જોમ હૈયે હામને તનથી મજબૂત એવો ભાવીને સઘળી આર્મીની પરિક્ષાઓ પાસ કરી આર્મીનો મેજરસાહેબ બની ગયો. આ બાજુ હરીભાઇને દીકરો જવાન થતાં સાથે આર્મીના ઉચ્ચ હોદ્દા પર હોવાથી મનોમન ખુબ ગર્વ થતું અને દીકરાના માટે દીકરીના પિતા માંગા લઈને આવવા લાગ્યા હતાં. અંતે સુશીલ એવી સંસ્કારી કન્યા મળતાં ગીતા સાથે પવિત્ર લગ્નગ્રંથિથી જોડાઈ ગયા.

વતન પ્રત્યેની ભાવીનની લાગણીઓ જોઈ વહુ ગીતા સાથે પિતા હરીભાઈ માતા મંજુબેન પરિવારને ખુબ ગર્વ થતો. થોડાં સમયની છુટ્ટી મળતાં જ વતનમાં પત્ની ગીતા પરિવાર સાથે રજાની મજા માળતાં હતાં. ત્યાં દુશ્મન દેશોએ ચડાઈ કરતાં ફરજ પર હાજર થવાનું ફરમાન થયું. પત્ની ગીતાને સારા દિવસો જતા હતાં એ સમયે હરીભાઈ પરિવાર સાથે ગામ આખાએ કપાળે તિલક અક્ષત લગાવી શોર્યવંતિ વિદાય આપી. દેશનો જવાન અને વતન માટે લડવૈયો એવો ભાવીન અનેક આંતકવાદી ને ઠાર કરતાં પોતે દેશ માટે બલિદાન આપી દીધું.

આ વાત જ્યારે ગામમાં અને હરીભાઈ સાથે પત્ની ગીતાને જાણ થતાં જાણે પરિવાર પર માથે આભ ફાટ્યું ન હોય. એવો માતમ આખા ગામમાં છવાઈ ગયો. પિતા હરીભાઈને દુઃખ તો ખુબ થયું એકનો એક દીકરો શહિદ થયો એનો પણ મનમાં ખુબ ગર્વ થયું કે દીકરો ભાવીન મારા દેશ વતન માટે બલિદાન આપી મારી છાતી ગર્વભેર ઉચી કરી દીધી..

આખું ગામ સ્મશાને અગ્નીદાહ આપી સલામી આપી. થોડાં સમય જતાં જ ભાવીનના ઘરે પુત્રરત્નનો જન્મ થયો.

દાદા એવા હરીભાઈ અને મંજુબેન સાથે ગીતા એ નક્કી પણ કરી દિધું કે પૌત્રનું નામ ભાવીન રાખી કુદરતનો અપાર ઉપકાર માની આજે પણ વીરવંતા પુત્રને યાદ કરી જીવન જીવી રહ્યા છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational