રુપિયો હાથનો મેલ
રુપિયો હાથનો મેલ
1 min
117
દિવસ હોય કે રાત
બસ કરવી છે અનેરી વાત
આજકાલ માનવ બનતો જાય છે ભોટ
જમાનો એવો આવ્યો છે
રૂપિયા મેળવવા મૂકે આંધળી દોટ
મહેનત કરતાં પણ મળે એક ટાણું ભાણું
નિતીઅનિતી ના રચે કોઈ અજીબોગરીબ ખેલ
ત્યાં તો કેટલાક રૂપિયાની હોય રેલમછલ
કહેવાય છે રૂપિયો હાથનો મેલ
કોઈની જોઈ સુખ સાહ્યબી ભોગવતાં
સાથે ખોઈ બેસે પોતાનો તાલમેલ
એ મેલને રાખી મનમાં ખુમારી ભરી ઘમંડ
ત્યાં તો રાજ રજવાડું જતાં ખોઈબેસે પોતાના રાજમહેલ
