જન્મદિવસ
જન્મદિવસ
સૂરજના પહેલાં સોનેરી કિરણો જેમ ચમકે એમ રેખા અને નંદનનું લગ્નજીવન ચમકતું હતું. નંદનનો મોટા શહેરોમાં મધ્યે સ્થિત ખુબ સરસ ધંધો વહેપાર ચાલતો હતો. નંદનનો નાની ઉંમરમાં જ પપ્પાનો ધંધો સંભાળતા નામના કમાઈ લીધી હતી. અઠવાડિયામાં બંને એકસાથે લોંગ ડ્રાઈવ પર જતાં અને એમનાં વચ્ચે અપાર પ્રેમ વરસતો જોઈ સોસાયટી કે ફળિયાની બહાર નિકળે એટલે રૂપાળી જોડી એવી રેખા સાથે નંદનને જોતાં સૌનાં મોંઢામાંથી આહહ્ સાથે વાહહહ નિકળતાં ઘડીભર સ્તબ્ધ થઈ જતાં.
રેખા અને નંદનને બે ફૂલ સ્વરૂપ દીકરાની જોડ હતી તથા મમ્મી પપ્પા સાથે શાંતિથી જીવન પસાર થતું હતું. ત્યાં તો અચાનક એક દિવસ રેખાનાં જીવનમાં સોનાનો સૂરજ આથમી ગયો. વહેપાર ધંધામાં આગળ પડતો આર્થિક સ્થિતિ મજબૂત હતી એ જોઈ નંદન પર અફસાના નામે મુસ્લિમ સ્ત્રી મિત્રએ કાંઈક મેલું મંત્રેલ ખવડાવતાં નંદન પોતાની પ્રેમાળ પત્ની રેખા તથા બે દીકરા પરિવાર ને સાવ ભૂલી ગયો.
બસ નંદનને દિવસ હોય કે રાત બસ મુસ્લિમ મિત્ર અફસાના જ દેખાય. રેખા સાથે પરિવારે નંદનને પરત લાવવા ખુબ મહેનત કરતાં કેટકેટલાં ભુવા જાગરિયા ધુણાવ્યાં પણ અંતે સફળતા ન મળી.
એ રેખા પર આભ ફાટી પડતાં ઘોઝારો દિવસ એટલે નંદનનો જન્મ દિવસ હતો. જે આજે રેખા પોતાના બે ફૂલ સ્વરૂપ દીકરાની સાથે જીવન વિતાવી રહી છે. આજે રેખા કોઈ જન્મદિવસ નથી ઉજવતી અને બે દીકરા સાસુ સસરાની સાથે અતિત ભૂલી વર્તમાન સમય અનુસાર જીવી રહી છે.
