જુનાં ગોદડાંમાં સચવાયેલી યાદો
જુનાં ગોદડાંમાં સચવાયેલી યાદો
શું કરવું જવું કે ન જવું મનમાં દ્નૃવિધા ટળવળતી હતી. આ બે વર્ષ કોરોના વાઈરસે વતન તો શું ક્યાંય પણ જવાનું ભુલવાડી દીધું હતું. બસ મનમાં એકજ વિટંબણા હતી વતનમાં જવું કે નહીં અંતે મન મક્કમ કરી વતન જવા નક્કી કર્યું.
રવિવાર નો દિવસ હતો જે કવિ સંમેલનમાં હાજરી આપી ત્રણ ત્રણ એવોર્ડ લેવાની ઉત્તેજના હતી એમાં બિજા દિવસે સોમવાર આવતો હતો. રવિવારે ત્રણ એવોર્ડ લઈ સોમવારે સવારે વહેલાં ઊઠી તરતજ તૈયાર થઈ પોતાના ગામમાં જ ઉજ્જૈન પછીનું માહાકાળેશ્ર્વર શિવલિંગ જ્યાં ભસ્મ પૂજા સાથે આરતી થાય છે.
એ પછીનાં શિવલિંગની ભસ્મ પૂજા આરતી આપણા ગામમાં એવાં બોરસદમાં થાય છે
જે શિવલિંગના દર્શન કરી અમો ધન્યતાં અનુભવતાં હતાં અને દર્શન કરી તરતજ ગાડીને સેલ મારી વતન કચ્છ તરફ પ્રયાણ કર્યું હતું. આશરે વતન કચ્છમાં જવાનાં આશરે પાંચસો કિલોમીટરનું અંતર કાપવું હતું. ગુજરાતના રસ્તાઓ સવારે વહેલાં સૂમસામ હતાં અને ઉપરથી ઝરમર વરસાદ ચાલુ હતો. રસ્તાની બંને બાજુ શ્રવણ માસમાં વરસાદને કારણે નૈસર્ગિક સૌંદર્યથી સુંદરતા છલકાઈ ઉભરાઈ આવતી હતી. જ્યાં નજર નાખો હરિયાળી જ દેખાતી હતી એમાં પણ ગાડીમાં જુના ફિલ્મી ગીતો સદાબહાર વાગતાં હતાં.
એક નવીન ઉત્તેજના મનમાં હતી અને બપોર પછી વતન કચ્છ જ્યાં દાદા-દાદી, માતા-પિતાનાં બચપણની યાદોનાં ઝરણાં ખળખળાટ વહેતાં હતાં. ગામમાં પ્રવેશતાં જ ઓટલાં પર બેસતાં ગામનાં વડીલોનાં સ્મરણો યાદ અપાવી જતાં હતાં. એ જમાનો હતો જ્યારે દીકરાઓ પરદેશ કમાવવા જતાં અને દાદા કે પિતા ગામમાં રહી ખેતીવાડી સંભાળતાં હતાં.
આપણા વડીલો જ્યાં ઓટલાં પર બેસી દૂરથી પણ પરખી જતાં કે સામે આવનારી વહુ દીકરી કોની છે. આજે એ ગુગલમાં પણ શોધતાં નથી મળી શકતાં.
છેલ્લા ત્રણ ચાર વર્ષથી વતન કચ્છમાં ગયાં નહોતાં એટલે ઘરની અંદર રજ અને કરોળિયા નાં ઝાળાં જોઈ વર્ષોથી બંધ હોઈ જાણે ખંડેર નો આભાસ કરાવી જતાં હતાં, એમાં બહાર વસતાં અને દાદાદાદી ની મમ્મી પપ્પા ની મહેનતની સાથે યાદોની એક એક પથ્થરથી ચણી બે ઢાળીયા મકાન જોઈ અનેરી યાદ અપાવતી હતી. સામાન્ય સાફસફાઈ કરી અને એક રુમમાં મમ્મી ના ભાગે જે મામા તરફથી લાકડાંનો ચોરસ પટારો મળેલ હતો જેમને મજુ કહેતાં. એજ મજુમાંથી સાંજની પથારી કરવાં માટે પહેલાંનાં સમયમાં આજનાં જમાનામાં હોય એવા ગાદલાં નહોતાં..
જેમાં દાદા દાદી મમ્મી પપ્પાની મીઠી યાદો અપાવતાં જેમાં હું બચપણમાં જે ગોદડું લઈને સૂતો હતો એ ગોદડું મારા હાથમાં આવતાં ન જાણે કેટલાય વિચારોના વમળ ઘુમવા લાગ્યાં હતાં.
ગોદડું હાથમાં આવતાં જ એ દિવસો યાદ અપાવી ગયાં જ્યારે એ દિવસો આખાં ગામ ના દરેક ફળિયામાં તોફાન મસ્તી કરીને સાંજે થાકી જતાં ને એજ પંચરંગી ગોદડાંમાં આળોટતાં ત્યારે મમ્મી કે દાદીમાં પોતાનાં ઢીંચણ પર માથું ટેકવી હાલરડું ગાતાં ને ઘડીભરમાં ઊંઘ આવી જતી.
એ ગોદડાંમાં પપ્પા જ્યાંરે ખંભાત હતાં એ સમયે ઉતરાયણ પર પતંગના દોરા ભેગાં કરેલાં જે ઉતરાયણ પછી પાણીમાં પલાળી અને ધોઈ કલર કાઢી નાખેલાં દોરાનો એક એક ટાંકે ઘરનાં વડીલોની યાદ અપાવતી હતી.
દાદાનું ધોતીયું, પપ્પાની જુની પેન્ટ, મારી કે ભાઈની તૂટેલી ફાટેલી ખાખી ચડ્ડી,બહેનોની ફ્રોક કે મીડી,દાદી અને મમ્મીની જુની સાડી ને એજ ગોદડાં પર કવરની જેમ વિટળેલ પતંગના દોરાથી એકમેકના પરિવારના મજબુત સંબંધથી બંધાયેલા ના સેભા ભરેલ ખરેખર બચપણ યાદ કરાવતાં એ ગોદડાં એ જુની યાદોને તાજી કરાવતાં આંખોમાં આંસુ લાવી દીધા.
