STORYMIRROR

NAVIN PATEL

Others

3  

NAVIN PATEL

Others

સ્ત્રી જન્મતાં જ પરીક્ષા

સ્ત્રી જન્મતાં જ પરીક્ષા

2 mins
156

હે ઈશ્વર તને હું કરું છું જરૂર અરજ હું સમજું છું કે ઈશ્વર તું સમજીશ તારી જરુર ફરજ. નામે હું નમિતા મારી આપવીતી કહેતાં ઘણું દુઃખ થાય છે.

મારા માતાપિતાની હું લાડલી દીકરી અને બે પ્યારા ભાઈ સરસ જીવન જીવતાં પપ્પા ખેતીકામ કરતાં અને આવી પડતી મુશ્કેલીઓનો સામનો કરતાં રહેતાં પણ સુખેથી રહેતાં એવો અમારો નાનકડો પરિવાર હતો. પિતાજી ખેતીકામ કરતાં ને આર્થિક પરિસ્થિતિ સારી નહીં પણ સામાન્ય જીવન જીવતાં.

સમય થતાં અને અમો ત્રણ ભાઈબહેન મોટાં થતાં ગયાં ને ભગવાન કસોટી કરતાં રહેતાં પણ પિતાજી મનથી મજબૂત મનોબળ મક્કમ હતાં એટલે ખબર નહોતી પડવાં દેતાં. મારાં હાથ પીળા કરવાનો સમય થયો આજુબાજુના ગામથી માંગા પણ આવવાં ચાલું થયાં.

એમાં એક નજીકનાં પણ બહાર વસતાં પરિવાર સાથે મારી સગાઈ થઈ. હું પણ આ લગ્નનાં પવિત્ર બંધનથી ખુબ ખુશ હતી. સમય સાથે મારા ગામડાં ગામના વડીલોનાં આશીર્વાદ સાથે લગ્ન થઈ ગયાં.

પરણ્યાંનાં થોડાં દિવસો તો જાણે સ્વર્ગમાં વિહારતી હોઉં એવું લાગતું. ધીમે ધીમે ખબર પડતાં જીવન રથનાં બે પૈડાં સમાન અમો એકબીજાને પરીક્ષા આપતાં રહ્યાં પણ મારું જીવન તો જન્મથીજ પરીક્ષાની ઊંચી ઈમારત ચણીને આવ્યું હતું. એમાં મારા અંતરના અજવાળે બે ફૂલો સમાન સંતાનની મા બનવાનું સપનું પણ સાકાર થયું ગયું. પણ જીવનમાં આવી પડતી ચડાવ ઉતારની પરીક્ષાનું કોઈ સુખદ પરિણામ નહોતું મળ્યું. પતિના વ્યસનીપણું કામચોરવૃતિ ને જુગાર રમવાની લતે મારી જીવતરની ટ્રેન થંભાવી દીધી હતી.

હવે હું કઠોર જીવનની વેદનાં પિતાને કહું તો પણ માવતર પરિવાર દુઃખી થાય. પણ સત્યને જરુર કસોટી કરતાં સાથે પરીક્ષા આપવી પડતી હોય છે એમ મે પણ મારા પતિ સાથે છૂટાછેડા લેવાં પડ્યાં.

આજે હું જીવનમાં આવેલી દરેક કસોટીની પરીક્ષામાં નિષ્ફળ જતાં ભાન ભૂલેલો પોતાનો વર, છોડી ચાલ્યો જાય ઘર પરિવાર, પણ કદી ન પુરો થાય ધરતીનો છેડો ઘર.

એવાં પિતાનાં ઘરે બે ફૂલ સમાન સંતાનની હું લાચાર મા બની સહનશીલતાની ચાદરથી વિંટળાઈ રહી ને લોકમુખેથી અણગમ્ય વાતોની પરીક્ષા આપી જીવન જીવું છું.

હું છું એક નારી,

નથી કરી ક્યાંય તારીમારી

નથી આજે પણ હિંમત હારી,

મનથી છું મકકમ આવશે કોઇ મુશ્કેલીભરી પરીક્ષા તો હિંમતભેર કરીશ સામનો દુનિયા જોઈ રહેશે સારી.

આડે કોઈ આવશે તો પડીશ હું ભારી.

એવી છું હું નવરૂપ કહેવાઉ સન્નારી.


Rate this content
Log in