વિયોગની વેદના
વિયોગની વેદના
વતનમાં જવાની ઉત્તેજના જ્યાં વિતાવેલું બચપણ એવું અમારું નાનકડું ગામ. સુંદર સવારનાં શ્રેષ્ઠ સોનેરી કિરણોની ચાદર પથરાયેલી હતી. એવી સુંદર સવારમાં અમારી કેટલીક યાદો
પણ સમાયેલી હતી. બસ મનમાં જરૂર એક આસ હતી એ જરૂર મળવાં આવશે. અને એ સપનું ખરેખર સપનું ન રહ્યું પણ સપનું સાકાર થયું.
એ સુંદર સમયનાં સથવારે ગામની જ ગલીઓમા પોતાની અંગત મિત્ર ની સાથે મિલન થતાં અને એકમેકના પરિવાર સાથે પોતાના પ્રેમની પ્રિતભેર વાતો કરતાં સમય ક્યાં વિસરતો ગયો ખબર પણ ન પડી.
સાથે રહી અને એકમેકના ફોટો પાડી હયાતી મા મળ્યાંની યાદ જીવંત બનાવી લીધી હતી. ખરેખર સપનું સાકાર થયાંનો એ અદ્ભૂત અહેસાસ અકલ્પનીય અવર્ણનીય અત્યંત આનંદમય બની ગયો હતો. સમયની મર્યાદા સાથે એજ ગામમાં રહેવાનું થોડા સમય જ હતું.
અંતે એક દિવસ એકમેકમાં છૂટા પડવાનો સમય પાકી ગયો હતો. એવી હૃદયસ્પર્શ મિત્ર સાથે આમ મુલાકાત થશે અને ક્ષણિકમાં વિયોગમાં પલટાઈ જશે એ ખબર તો હતી છતાં પણ મન મક્કમ રાખી એ દિવસ ને પસાર કરતો હતો.
જ્યારે પોતાના વતનમાં ગામની શેરીમાં હૃદયસ્પર્શ મિત્ર સાથે શ્રેષ્ઠ સમયના સથવારે ગલીઓમાં ફરેલાં એ દિવસો થી યાદોની ચાદર પથરાયેલી જોવા મળતી હતી. જ્યાંરે મિલન થતાંની એ અંતિમ ઘડીએ વિદાય આપતાં તેની નજર મારા પરથી ક્ષણિક પણ હટતી નહોતી.
બસ એ જ્યાં સુધી આવજો કહેતી જતી હતી અને હાથ ઊંચો કરતી ગાલ પર ખંજન થતું એનું બેહદ સુંદર મૂખડું આજે પણ નજર સામેથી હટતું નથી. પરત વળતાં હૃદયગમ્ય મિત્રની યાદોનાં સ્મરણોને વાગોળતાં આજે પણ હું વિરહની વેદનાનો વિયોગમાં વલોપાત કરતાં વલોવાઉ છું.
