માથા સાટે
માથા સાટે


"જરા બહાર આવશો મિયાં ?" નમાજ અદા કરી એક ખૂણામાં ઉભેલા રિયાઝના કાને આ અવાજ અથડાયો. રિયાઝએ વ્યક્તિની પાછળ બહાર ગયો.
"તમે આ મુલ્કના નથી લાગતા.દુશ્મન દેશના છો? તમારા નમાઝ અદા કરવાના અંદાઝ પર થી હું સમજી ગયો. "
રિયાઝ એક બેખૌફ માણસ દેશ માટે એક મિશન પાર કરવા તેને દુશ્મન દેશની ધરતી પર પગ મુક્યો માથા સાટે કામ કરવામાં માને.
"હા બોલો છું. પણ હજી મેં કઈ કર્યું નથી કે તમે મને ખોટો ઠેરવી શકો . " રિયાઝે ખૂબ જ નીડરતાથી જવાબ આપ્યો. વાત પણ સાચી હતી.
"હા મેં ક્યાં તમને કઈ કીધું.ચાલો બેસો મારે વાત કરાવી છે તમને હું પણ એ દેશમાંથી જ છું અહીં જાસૂસી કરવા આવ્યો છું."એ અજણ્યા વ્યક્તિએ આવી અનેક વાતો કરી રિયાઝનો વિશ્વાસ જીતી લીધો.ધીરે ધીરે રિયાઝ અને એ વ્યકતિની મિત્રતા વધતી ગઈ.
રિયાઝે થોડા સમયમાં જ દુશ્મન દેશમાં વિકસી રહેલા મિક ગેસ યોજના વિશે સંપૂર્ણ જાણકારી મેળવી લીધી અને મહત્વના કાગળિયા પણ મેળવી લીધા.તેના હવે વતન પરત આવતા પહેલા પોતાના એ અજાણ્યા મિત્રના કહેવા પર તેને મળવા ગયો ચિનાબ નદીને કિનારે પરંતુ આ વખતે આ મિત્રનો સૂર બદલાયેલો હતો .
"તો રિયાઝ હવે તો તમે અમારા કિંમતી કાગળિયા સેરવી લીધા છે. હવે તો તમે ગુનેગાર છો ને ?"
"મિત્ર પરંતુ તું આમ કેમ કહે છે?"
"તમારા દેશના લોકોની આજ તો મુસીબત છે દરેક વ્યક્તિ પર ખૂબ જ ઝડપથી વિશ્વાસ મૂકી દો છો. આ મિક ગેસની યોજના એક વાર કાર્યરત થઇ જાય પછી યાદ તો છે ને ભોપાલ ગેસ દુર્ઘટના તમારા દેશની- ફરીથી એવો જ કાળો કેર અમે વર્તાવશું. હું કોઈ તમારા દેશનો જાસૂસ નથી આ જ મારૂ વતન છે. હું તો તમારી સાથે ખોટી મિત્રતા કરી તમારી પાસેથી બધી માહિતી મેળવતો હતો. હવે તમારા દેશની આંતરરાષ્ટ્રીય બેઇજ્જતી થશે. "
"મને પણ ખ્યાલ હતો જ ભલે અમે ભારતીયો ભોળા છે પરંતુ દુશ્મનને પારખવામાં કાચા નથી. મેં તમને જે માહિતી આપી એ તમામ ખોટી હતી અને હું જે માહિતી મેળવવા આવ્યો હતો એ તો મેં બહુ પહેલા જ મોકલી દીધી છે મારા દેશ." રિયાઝે એ જ નીડરતા સાથે વળતો જવાબ આપ્યો.
"કઈ નહી રિયાઝ મિયાં તમને પકડીને અમે તમારા દેશ પાસેથી અમારા કામ કરાવીશું." અટ્ટહાસ્ય સાથે એ વ્યક્તિએ રિયાઝને જવાબ આપ્યો.
"તમે ભૂલી ગયા કે હું એક ભારતીય સૈનિક છું.માથાસાટે દેશની રક્ષા માટે હંમેશા અમે તત્પર રહીએ છે ."રિયાઝની આ બેખૌફ અદા હવે એ વ્યક્તિ ને અકલાવવા લાગી. ત્યાં સુધીમાં તો દુશ્મન દેશના અનેક સૈનિકોએ રિયાઝને ઘેરી લીધો માત્ર ચિનાબ જ પાછળ રહી.
"મારો ઘેરો કરવાથી કઈ નહિ થાય. મેં મારૂ કાર્ય તો પહેલા જ સંપૂર્ણ કરી દીધું અને હું એ પણ જાણું છું કે તમે મને પકડીને મારા દેશને બ્લેકમેલ કરશો મારી રિહાઈ માટે. પરંતુ હું તમારા હાથ એમ જ નહીં આવ મારી દેશમાંથી વહેતી ચિનાબ હજી મારી સાથે છે મારા દેશના પવિત્ર પાણીમાં જ હું મારા પ્રાણ ત્યાગી દઈશ."આ કહેવા સાથે જ રિયાઝે ચિનાબમાં મોતની ડૂબકી લગાવી દીધી સાથે જ દુશ્મન દેશના એ કાગળિયાં પણ ડૂબી ગયા. દેશની રક્ષા માટે સાચે જ રિયાઝ માથાસાટે પોતાની રમત રમી ગયો.
"મેજર જનાબ અબ ?"
"અબ કુછ નહીં.યે હિન્દુસ્તાની લોગ કભી બીકતે હી નહીં. હમારે જરૂરી કાગજાત ભી બેહ ગયે ઇસકે સાથ. અબ હમારા વો ગેસ પ્લાન્ટ કભી નહીં ચલ પાયેગા."