મારાં વ્હાલમજી
મારાં વ્હાલમજી
આશા ઘરનું કામકાજ પરવારીને ઓફિસ જતાં રાજીવને કહ્યું કે આજે અમારાં સંસ્થાના આદરણીય શ્રી ઈલા બેનનો બર્થડે છે તો એમનાં ઘરે પાર્ટીમાં જવાનું છે તો આપ મને બજારમાં ઉતારીને ઓફિસ જજો જેથી હું એમનાં માટે સારી ગિફ્ટ ખરીદી ને ઘરે આવીને તૈયાર થઈ પાર્ટીમાં જઈ શકું.
રાજીવ કહે ચલ .
આશા રાજીવ સાથે બજારમાં પહોંચી એણે રાજીવને કહ્યું બસ મને અહીં ઉતારી દો .
રાજીવ કહે તું શાંતિ રાખ હું તારી સાથે ગિફ્ટ ખરીદી આપીને તને ઘરે ઉતારી આવીશ પછી ઓફિસ જઈશ.
આશા :- પણ તમારે મોડું થશે તો.!
રાજીવ :- બોસ નું પણ એક કામ છે એ પતાવીને જઈશ એટલે વાંધો નથી.
આમ વાતો કરતાં એક મોટી ગિફ્ટ શોપ પાસે રાજીવે એકટીવા ઉભું રાખ્યું.
બન્ને ઉતરીને શોપ માં ગયાં.
રાજીવે રસ લઈને આશા ને એક સુંદર ગિફ્ટ ખરીદી આપી અને સરસ પેકિંગ કરાવી આપ્યું અને ખરીદીનું બીલ પણ પોતે ચુકવી દીધું અને આશા ને ઘરે મૂકીને એ ઓફિસ ગયો.
આ બાજુ આશા ખુશખુશાલ થઈ ને મસ્ત મજાની તૈયાર થઈ અને પાર્ટીમાં પહોચી.
કેક કટિંગ પછી બધાંએ ગિફ્ટ આપી.
આશાએ પણ ગિફ્ટ આપી.
ઇલાબેને બધાંનો આભાર માન્યો પછી જમ્યા અને પછી જાહેરાત કરી કે જેની સૌથી સારી ગિફ્ટ હશે એને હું મારી આ સંસ્થામાં ઉપપ્રમુખની પદવી એનાયત કરીશ.
એક પછી એક ગિફ્ટ ખોલીને જોયું અને આશાની ગિફટ બધાયથી અલગ અને અનોખી હતી એ જોઈને બધીજ બહેનો બોલી ઊઠી વાહ વાહ શું સુંદર ગિફ્ટ છે..
ઈલાબેને ખુબ વખાણ કર્યા અને ઉપ પ્રમુખ ની પદવી એનાયત કરી.
ને ભેટી પડ્યા ને પદવીનો પત્ર આપ્યો.
આશા તો ખુશી ખુશી ઘરે આવી અને કયારે સાંજ પડે ને વ્હાલમજી આવે એની આતુરતાથી રાહ જોઈ રહી ને વહાલમજી નું ભાવતો નાસ્તો બનાવી ને ચા મૂકીને રાહ જોઈ રહી.
એટલામાં જ એકટીવાનો અવાજ આવ્યો.
આશા એ દોડતાં દોડતાં જઈને દરવાજો ખોલ્યો ને રાજીવ ને જોઈને ભેટી પડીને હરખાઈ ને બોલી મારાં વ્હાલમજી તમારો ખુબ ખુબ આભાર તમે ગિફ્ટ પસંદ કરી આપી એ થકી જ મને ઉપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે..
રાજીવ આ સાંભળીને ખુશ થઈ ગયો.
આશા વહાલમજીની સાથે ગરમાગરમ નાસ્તો ને ચા માણી રહ્યાં.
