મારા કાળજા નો કટકો...
મારા કાળજા નો કટકો...


મીના ના પતિ હરીશ ને કામે થી બહાર જવાનું રહેતું... હરીશ ૧૦ દિવસ માંથી ૪દિવસ તો બહાર જ હોય... એટલે ઘરે મીના અને તેનો દીકરો શિવ બંન્ને એકલા જ રહેતા... પણ આ વખતે ન બનવાનું બન્યું...
મીના રસોડા માં તેના અને શિવ માટે રસોઈ બનાવતી હતી... અને શિવ ને બહાર ટીવી દેખવા બેસાડ્યો હતો...
શિવ ક્યારે ટીવી દેખતા દેખતા બહાર નીકળી ગયો એ મીના ને ખબર જ ના પડી... મીના રસોઈ બનાવતા બનાવતા શિવ ને દેખવા આવી તો મીના ના પગ નીચે થી જમીન જ ખસી ગઈ... મીના નું હૃદય બેસી ગયું... ધબકારા વધી ગયા... અને બોલી ઉઠી હાય!!! મારો ૪ વર્ષ નો મારા કાળજા નો કટકો ક્યાં જતો રહ્યો??? ક્યાં ખોવાઈ ગયો???
મીના શિવ ને શોધતી શોધતી બહાર આવી... અને મીના ની નજર મિત તરફ ગઈ... મિત દરરોજ શિવ ને રમાડવા ગાર્ડન માં લઇ જાય છે અને રોજ એક ચોકલેટ લઇ ને આપે...
મિત રોડ ની બીજી બાજુ ઉભો હતો... અને શિવ રોડ ક્રોસ કરવાની કોશિશ કરી રહ્યો હતો...મીના શિવ ને રોડ ક્રોસ કરતા જોઈને ડઘાઈ ગઈ...
મીના શિવ તરફ આગળ વધે જ છે તો ત્યાં સામે થી ફુલ સ્પીડ માં એક ટ્રક આવતી હતી... ટ્રક ને જોઈ ને મીના ના મનમાં તો હજારો વિચારો એ સ્થાન લઇ લીધું હતું... મીના શુ કરે કઈ સુજતુ જ નહીં... બીજી બાજુ ટ્રક ની સ્પીડ પણ વધે ને શિવ તરફ આવતી...
મીના એ પોતાનું મન શાંત કર્યું અને બુદ્ધિ થી કામ કર્યું... મીના એ શિવ ને પાછળ બુમ ના પડી... તેને ખબર હતી કે જો એ શિવ ને બૂમ પડશે તો શિવ દોડવા લાગશે ને ના થવાનું થઇ જશે...
મીના એ બૂમ ના પડી પણ મીના જાતે જ દોડી ને શિવ ને પાછળ થી તેડી જમણી તરફ પડી... બન્ને ને થોડું વાગ્યું પણ બંન્ને ના જીવ બચી ગયા...
મીના એ શિવ ને તેડી ને ખૂબ જ શિવ પર પપ્પી નો વરસાદ કરી દીધો... એક રાહત નો શ્વાસ લીધો... અને ભગવાન ને અંતર થી ધન્યવાદ કર્યો...
મીના એ છેવટે તેના કાળજા ના કટકા શિવ ને બચાવી લીધો... મીના નો જીવ જ શિવ માં વસે છે...