STORYMIRROR

Prakruti Shah 'Preet'

Abstract Inspirational

4  

Prakruti Shah 'Preet'

Abstract Inspirational

માપા

માપા

1 min
406

શાળામાં માતૃત્વ દિવસ પર યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓએ માતૃત્વ વિશે સુંદર રજૂઆત કરી. છેલ્લો વારો હતો નિનાદનો.

એણે શરૂઆતમાં કીધેલ એક વાક્ય સૌનાં દિલમાં ઉતરી ગયું, "મારી મમ્મી એક પુરુષ છે. હું એને માપા કહીને બોલાવું છે. એના ખોળામાં મમ્મીનું વાત્સલ્ય છે અને પપ્પાનો ખમતીધર ખભો છે. મારા માટે માપા મારું સર્વસ્વ છે." નાનપણમાં માતાને ગુમાવ્યાની વેદના છતાં તેના માપા એ કરેલ ઉછેરમાં માતૃત્વ અને પિતૃત્વનો અનોખો સંગમ હતો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract