PRAVIN MAKWANA

Classics Inspirational

4.5  

PRAVIN MAKWANA

Classics Inspirational

માન્યવર કાંશીરામસાહેબ

માન્યવર કાંશીરામસાહેબ

4 mins
919


માન્યવર કાંશીરામસાહેબ.

બાબા સાહેબ આંબેડકરનું એક જ પુસ્તક વાંચીને સમગ્ર જીવન બહુજન સમાજને શાસક બનાવવા માટે અર્પણ કરી દેનાર મહાન નેતાનો જીવન પરિચય

જન્મ: ગુરુવાર ૧૫ મી માર્ચ, ૧૯૩૪.

જન્મસ્થળ: રોપર પંજાબ.

માતા: બીસન કૌર.

પિતા: સરદાર હરિસિંહ.

બાબા સાહેબ આંબેડકરના એક જ પુસ્તકને વાંચીને પોતાના સમગ્ર જીવનને સમાજને શાસક બનાવવા માટે સમર્પિત કરનારાં, ચંપલ પહેરી સાઈકલ લઈને સમગ્ર ભારતમાં ૧૦૦ દિવસમાં ફરીને બહેન કુમારી માયાવતીજીને સત્માતામાં લાવનારા, રાષ્ટ્રપતિ જેવા પદને છોડીને સમાજનો હાથ પકડીને ચાલનારા, બુદ્ધના રાજધર્મ થી લઈ ધમ્મ સુધી, અશોકના ધમ્મ રૂપી ચક્રથી લઈને, સતાના શિખર સુધી, કબીરના શિક્ષણથી લઈ સમાજ સુધી, મહાત્માજ્યોતિ બા ફૂલેલા શિક્ષણથી લઈ સામાજિક સમાનતા સુધી, ને બાબાસાહેબ આંબેડકરના શિક્ષણ થી લઈ સત્તા સુધી સમાજને લઈ જનાર બાહોશ, નિડર, સમર્પિત, પથદર્શક, સામાજિક સમાનતાના પ્રખર પ્રહેરી, બૌદ્ધ ધમ્મના ચક્રથી લઈ મુઝે અશોક કે સપનો કા ભારત ચાહીએ આવું કહેનાર મહાન નેતાને આજના દિવસ નિમિત્તે સહ અર્પણ.

બાળપણ અને શિક્ષણ:

માન્યવવર કાંશીરામનું બાળપણ તેમના પૈતૃક ગામ ખવાસપુરમાં તથા આનંદપુર સાહેબ રોડ પરના પિતાના ઘરમાં ચાર બહેનો તથા ત્રણ ભાઈઓ વચ્ચે તે સૌથી મોટા હતા ને ત્યાં પસાર થયું. તેમના પિતાએ ખાલસા પંથની દિક્ષા લીધી હતી.

શિક્ષણ :

કાંશીરામનું શિક્ષણ ગામની મલકપુર પ્રાથમિક શાળા તથા રોપર સ્થિત એક ઈસ્લામિક શાળામાં લીધું હતું. જ્યાં તેમને ભેદભાવનો અનુભવ જરા પણ નહોતો થયો. અભ્યાસ ઉપરાંત તેઓ કબડ્ડી તથા કુસ્તીમાં માહીર હતા. નાનપણથી જ તેઓ સ્વાભિમાની હતા પોતાનો ખર્ચ પિતાની માફક જાતે જ કમાઈ લેતા હતા તે માટે તેઓ છૂટક મજૂરી, કોલેજ જતા પહેલાં ભેંસોને નવડાવી તથા ખેતી, ચામડાના પિતાના વ્યવસાયમાં મદદરૂપ થતા હતા. સીઝનમાં કેરીના બગીચાઓમાં પણ કામ કરતા હતા.

વ્યવસાય :

ઈ.સ. ૧૯૫૬માં પબ્લિક કોલેજ રોટરીથી બી એસ સી થઈને કાંશીરામ એ એક વર્ષમાંજ “સર્વે ઓફ ઇન્ડિયા” ગયા હતા. જ્યાં બોન્ડ હોવાથી ત્યાં ટ્રેનિંગ વગર જ નોકરી છોડી દીધી. ડી આર ડીઓની નોકરી તથા ERDL જે વર્તમાન સમયે HEMRL તરીકે ઓળખાય છે. ત્યાં ખંતથી કામ કરી ઘણું મોટું નામ કમાઈ વૈજ્ઞાનિક બનવાનું સપનું જોયું.

ક્રાંતિકારી યુવાન :

આઝાદી પહેલા અને પછીના દાયકામાં એસ સી, એસ ટી તથા અન્ય વંચિત સમાજોની દયનીય હાલત તેમણે જોઈ. તેમના પરના અત્યાચારો જોયા. આ બહુજન લોકો માટે કોઈ શિક્ષણ, રાજનીતિ, ન્યાય કે કોઈ સંતોષકારક વ્યવસ્થા નહોતી. જેથી તેમણે વારંવારની પોતાની ઓફિસમાં થતી ચર્ચા ને વિવાદ જોતા નોકરી છોડી દીધી.

મહારાષ્ટ્રમાંની લેબોરેટરીમાં બુદ્ધ જયંતિ તથા આંબેડકર જયંતિ નિમિત્તે રજા રાખવામાં આવતી હતી. જ્યારે એક સમયે કોઈપણ પ્રકારના નોટિફિકેશન વગર આ બંને રજાઓ રદ કરી અને તિલક જયંતી તથા દિવાળીની એક એક એમ બે રજા ઉમેરી દેવામાં આવી. જેની સામે શ્રી દિના ભાણા ખૂબ લડયા ને સાથે લડત પણ ચલાવી તેમની સાથે મુલાકાત બાદ ઉચ્ચસ્તરીય તપાસ પણ થઈ ને હડતાળ તથા આંદોલન પણ તોડવાની કોશિશ થઈ પરંતુ કાશીરામ સાહેબના કારણે એ તે લડાઈમાં જીત મળી. કાશીરામ તેમની સાથે મળીને કાનૂની લડત પણ લડયા.

માન્યવર કાંશીરામ સાહેબની પ્રતિજ્ઞાઓ

"હું જીવનમાં કદી પણ લગ્ન નહીં કરું.૨. બહુજન સમાજ એ જ મારું ઘર પરિવાર રહેશે. હું મારા માટે કદી પણ સંપત્તિ એકઠી કરી નહીં. હું કોઈના પણ લગ્ન કે મૃત્યુ પ્રસંગે જઈશ નહીં. હું ક્યારેય પણ મારા ઘરે પાછો ફરીશ નહીં. આ બાદથી તેમણે બામસેફ તથા અન્ય સંગઠનોની સ્થાપના કરી જેના આધારે એસ સી એસ ટી ઓબીસી તથા માઈનોરીટી સમાજના કર્મચારીઓ પોતાના સમાજમાં મદદરૂપ થઈ શકે તેઓનુ પણ રક્ષણ થાય.

તેમણે કહ્યું ”લોકતંત્રમાં સતા વિના કોઈ જ શક્તિ નથી.” કમૅચારીઓ માટે પોતાની આવકનો દશ ટકા ભાગ સમાજના લોકોના શિક્ષણ તથા ઉત્થાન માટે વાપરવાની વાત કરી હતી. જે મુજબ તેમણે ”પે બેક ટુ સોસાયટી”નો સિદ્ધાંત અપનાવવા કહ્યું હતું. જોકે આજે કર્મચારીઓ એમાય ખાસ પછાત ને વંચિત સમાજ પોતાને નોકરી ઘર પરિવારને સગાથી દૂર રહી પોતાની વ્યક્તિગત જીવનમાં વ્યસ્ત છે. બહુજન સાહિત્યને સાંસ્કૃતિક ક્ષેત્રમાં કામ વધારવા જાગૃતિ લાવવા માટે તેમણે…

સામાયિકો શરુ કર્યા હતા જેમાં…

અનટચેબલ ઇન્ડિયા, બામસેફ બુલેટિન, ઓપ્રેસડ ઇન્ડિયન, બહુજન સંગઠક ( હિન્દી ભાષામાં) બહુજન નાયક, શ્રમિક સાહિત્ય, શોષિત સાહિત્ય, દલિત આર્થિક ઉત્થાન, ઈકોનોમિક અપસજૅન, બહુજન ટાઈમ્સ, બહુજન એકતા. શરૂ કરીને લોકોમાં જાગૃતતા લાવવા પ્રયત્ન કર્યો.

બહેન કુમારી માયાવતી સાથે મુલાકાત કરી તેમને રાજકીય ક્ષેત્રે લાવ્યાને ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના મુખ્ય મંત્રી બનાવ્યા હતા. જેમાં તેમણે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર લખનઉ ખાતે એક વિશાળ પાકૅ બનાવ્યો છે. આ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, જમીન, વંચિત લોકોને લાભ અપાવવા માટે બહુ કામ કર્યું હતું.

કાશીરામ સાહેબ એ DS4 ના બેનર હેઠળ ભારત ભરમાં સાઈકલ યાત્રા કરીને તેમાં ગામમાં ફરી વળ્યા. જે બાદથી બૌધ્ધ ભિખખુઓ પણ સમગ્ર ભારતમાં બૌદ્ધ ધમ્મના પ્રચાર પ્રસાર કરવા માટે આવવા લાગ્યા.

‌૬ ડિસેમ્બર ૧૯૮૨માં શરૂ કરેલ આ સાઇકલ યાત્રા કુલ ૧૦૦ દિવસ ચાલી હતી. ૧૫ માચૅ ૧૯૮૩ના રોજ પૂર્ણ કરી હતી.

માન્યવર કાંશીરામસાહેબ એ આપેલા સૂત્રો

લોકતંત્ર માં સતા વિના કોઈ જ શક્તિ નથી. પે બેક ટુ સોસાયટી. એકમાત્ર સતા જ દરેક તાળાની ચાવી છે. મંડલ પંચે લાગુ કરો, વરના ખુરશી ખાલી કરો. જિતની જિસકી સંખ્યા ભારી, ઉતની ઉસકી હિસ્સેદારી. બાકી સબ ડી એસ ફોર. ચલેગા હાથી ઉગેડી ધૂલ, મુખ્ય લગેગી હાથી પર, બહુજન સમાજ કે તીન કપ્તાન, દલિત પિછડા ઔર મુસલમાન. તિલક, તરાજૂ ઔર તલવાર, દિન લો ઇનસે કારોબાર, વોટ હમારા રાજ તુમ્હારા નહીં ચલેગા, બીએસપી કી કયા પહેચાન, નીલા ઝંડા હાથી નિશાન.

સમગ્ર જીવન બહુજન સમાજને અર્પણ કરનાર આ મહાન વ્યક્તિત્વ આખરે પોતાના સમાજમાં ઘર ઘરમાં જનજાગૃતિ કરી શિક્ષણ થી સતા સુધી લઈ ગયા ને સમગ્ર જીવનમાં અથાગ પ્રયત્નો થકી શરીરે જવાબ આપ્યો અને સતત બે વર્ષ સુધી પક્ષઘાત અને બ્રેઈન સ્ટ્રોકના કારણે બિમારી ને કારણે ૯મી ઓક્ટોબર, ૨૦૦૬ ના રોજ રાત્રીના ૧૨:૩૦ કલાકે હ્દય રોગના હુમલાના કારણે નિવૉણ પામ્યા. આજે પણ તેઓ પોતાની વિચારધારા, કાયૅ અને સમાજને આપેલા યોગદાન ના કારણે વૈચારિક રીતે જીવિત છે.


Rate this content
Log in

Similar gujarati story from Classics